Gujarat

મોરબીમાં હનીટ્રેપ: યુવાનને ફસાવી રૂ. 10 લાખ પડાવ્યા!

By GS Team
5 Feb 20192 mins read
This article was originally published on 5 Feb 2019
મોરબીમાં હનીટ્રેપ: યુવાનને ફસાવી રૂ. 10 લાખ પડાવ્યા!

મોરબી,તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર

મોરબી પંથકમાં એક યુવાનને મહિલા સાથે ઓળખાણ કરાવી બાદમાં યુવતીએ હનીટ્રેપમાં ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યા હોય જેનો વિડીયો બનાવી ચાર ઈસમોએ યુવાનને બ્લેકમેઈલ કર્યો હતો. અને ૧૦ લાખ પ ડાવી લીધા હતા તેમજ ૧૫ લાખ વધુ દેવાની માંગણી કરતા યુવાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને ચારેય આરોપીને દબોચી લેવાયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ  ભોગ બનનાર ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવી આરોપી આશિષ હેમંત આદ્રોજા રહે મોરબી રવાપર રોડ બોની પાર્ક, તુલસી હસમુખ સંખેસરિયા મોરબી પંચાસર રોડ, વિપુલ મનુભાઈ ચૌહાણ રહે. મોરબી રણછોડનગર અને ધવલ નરભેરામ આદ્રોજા રહે. મોરબી રાજનગરવાળાએ ચાર આરોપીએ ૧૦ લાખની રકમ પડાવી હતી.

જેમાં મહિલા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી ૧૦ લાખની માંગણી કરતા ફરિયાદીએ પાંચ લાખ, ત્રણ લાખ ્ને બે લાખ એમ ૧૦ લાખની રકમ આપી દીધી હતી અને છતાં મોબાઈલમાંથી વિડીયો ડીલીટ નહી કરીને બે દિવસમાં બીજા પંદર લાખની માંગણી કરી હતી અને ના આપે તો વિડીયો ફરતો કરી દેવાની ધમકી આપી હતી.

જેથી સમાજમાં બદનામીનો ડર અને રૂપિયા માટે આરોપીઓએ આપેલ સતત ધમકીને પગલે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. અને જીલ્લા એસપી તેમજ ડીવાયએસપીની સુચના મુજબ એ ડીવીઝન પીઆઈ આરજે ચૌધરીની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં આરોપી એ ચાર આરોપી સામે ધમકી આપી  બ્લેકમેઈલ કરવા તેમજ આઈટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. અને પોલીસે ટ્રેપ ગોઠવીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

કેવી રીતે યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો?
ફરિયાદીને આરોપી આશિષ આદ્રોજાએ તેના શનાળા નજીકના ઘડિયાળના કારખાને કામના બહાને બોલાવ્યો હતો અને આરોપી આશિષ આદ્રોજા, તેનો મિત્ર તુલસી સંખેસરિયા, અને ધવલ આદ્રોજા તેમજ એક મહિલા હાજર હતા અને ફરીયાદીની ઓળખાણ અજાણી મહિલા સાથે કરાવી બાદમાં ગોડાઉનમાં બેસાડી આશિષ અને તુલસી  બહાર નીકળી ગયા તેમજ મહિલાએ ફરિયાદીને લલચાવી પોતાની મરજીથી શરીર સંબંધ બાંધ્યા હતાં.

જે  બનાવના બીજા દિવસે ગત તા.૨૯નાં રોજ અજાણ્યા મોબાઈલમાંથી ફોન આવ્યો જેના રાજકોટવાળા સંજયભાઈની ઓળખાણ આપી કારખાનાના ગોડાઉનમાં તેનો વિડીયો  બનાવ્યો છે અને દસ લાખની માંગણી કરી હતી અને સમાજમાં બદનામીના ડરથી ફરિયાદીએ પ્રથમ  પાંચ લાખ તુલસીભાઈના કહેવાથી વિપુલ ચૌહાણને તેમજ બાદમાં તા.૩૦નાં રોજ ત્રણ લાખ વિપુલભાઈને અને બાકીના બે લાખ તુલસીભાઈને આપ્યા હતાં. વિડીયો ડીલીટ ના કર્યો અને બે દિવસમાં પેદર લાખની માંગણી કરી હતી. અને ફરિયાદીએ પોલીસનું શરણ લેતા આખરે ગેંગનો ભાંડો ફૂટયો હતો અને આરોપીઓ ફરતે કાનૂની ગાળિયો કસવામાં આવ્યો છે.

મહિલાની શોધખોળ ૧૦ લાખની રીકવરી માટે તજવીજ
ટ્રેપમાં જે મહિલાનો ઉપયોગ કરીને વિડીયો  બનાવવામાં આવ્યો તે મહિલાને ઝડપવાની બાકી હોય તેમજ ટ્રેપમાં ફસાવી યુવાન પાસેથી ૧૦ લાખ પ ડાવ્યા હોય જે રીકવરી કરવા માટે આરોપીઓને કોર્ટમાં સતત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે.