જાત મહેનત ઝિંદાબાદ: દીકરીએ બચાવી નદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
પહાડથી નીકળી નદી સમુદ્રમાં સમાઈ જાય છે એમ પિયરથી નીકળી દીકરી સાસરિયામાં સમાઈ જાય છે, પરંતુ ઝારખંડના ગઢવા જિલ્લાની એક ટીનએજર દીકરીએ નદીને બચાવી લીધી છે. ગઢવાની મહેક પ્રિયા નામની વિદ્યાર્થિની સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સંજયકુમાર પાસે ગઈ અને વિનવણી કરી કે સાહેબ આપણા ગામની સરસ્વતી નદીને બચાવવા માટે કંઈક કરો. જાણીને આશ્ચર્ય થશે કે પંદર વર્ષની આ તરૂણીએ કરેલી વિનવણી જોતજોતામાં લોકઝુંબેશમાં ફેરવાઈ ગઈ. સબડિવિઝનલ મેજિસ્ટેટે તરૂણીની અપીલ કાને ધરી અને વિચાર્યું કે સરકાર તરફથી વિધિવત પ્લાન ઘડાય અને કામ શરૂ થાય એમાં ઘણો વખત નીકળી જાય. એના બદલે તેમણે ગઢવાના લોકોને જ અપીલ કરી કે સહુ નદીને બચાવવાની ઝુંબેશમાં જોડાય. અપીલને ધારણા કરતાં જોરદાર પ્રતિસાદ મળ્યો. ૧૪ કિમી લાંબી નદીમાં ઠેરઠેર અતિક્રિમણ થવાથી વહેણ અટકી ગયું હતું એ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ.
લોકો શ્રમદાન કરવા માટે આગળ આવ્યા. મોટાં મોટાં મશીનો ફાળવવામાં આવ્યાં, કામે લાગેલા લોકોને સમયસર ભોજન પહોંચાડવા માટે ગામની મહિલાઓ રોટલા ઘડવા માંડી. કેટલાંય લોકોએ આર્થિક મદદ કરવા માંંડી. આમ જોતજોતામાં પાંચ કિલોમીટરના પટ્ટામાંથી અતિક્રમણ દૂર કરીને નદીના વહેણને પુનર્જિવિત કરવામાં સફળતા મેળવવામાં આવી છે. આ ઝુંબેશ અવિરત ચાલુ જ છે.
આમ, દીકરીની વિનવણીને પગલે નદીને પુનર્જિવિત કરવાની આદરવામાં આવેલી લોકઝુંબેશની ઘટનામાંથી પ્રેરણા લઈને ગ્રામજનો આ જાતનાં કાર્યો માટે ફક્ત સરકાર પર આધાર રાખવાને બદલે 'જાત મહનત ઝિંદાબાદ'નો નારો લગાવી કામે લાગે તો ખરેખર ચમત્કાર સર્જાય એવું નથી લાગતું?
દાદા અને દાદીનાં પ્રેમલગન
સાચા પ્રેમમાં ઉંમર કે નાત-જાત ક્યાં જોવાય છે? પોણોસો વર્ષના થયેલા અભિનેત્રી સુહાસિની મુળેએ પહેલી વખત લગ્ન કરવાનો નિર્ણય ૬૦ વર્ષની ઊંંમરે લીધો હતો. આવી જ રીતે મધ્યપ્રદેશના ખેડા ગામમાં રહેતા ૬૦ વર્ષના ઘનશ્યામ મીણાએ રાજસ્થાનના ગૌરાબાઈ સ ાથે પ્રેમલગ્ન કરી લીધાં છે. આ દાદા-દાદી મંદિરમાં મળ્યા, દુ:ખદર્દની વાતો કરતાં કરતાં પ્રેમ થઈ ગયો અને પરણી ગયાં. ઘનશ્યામ મીણાનાં પત્ની અને ગૌરાબાઈના પતિ થોડા વર્ષો પહેલાં જ ગુજરી ગયાં હતાં. દાદા-દાદીને સંતોના તરફથી હેરાનગતીનો સામનો કરવો પડતો હતો. આ ત્રાસમાંથી છૂટવા અને બાકીનું આયખું હળીંમળીને જીવન વિતાવી શકાય એ માટે સાથ ઝંખતા હતા. મંદિરમાં બન્ને મળ્યા અને એકબીજાની વાત શેર કરીને પ્રેમમાં પડેલાં આ વયોવૃદ્ધો પરણી ગયાં. આ પ્રેમલગ્નનો કિસ્સો વાંચીને એક કાવ્યપંકિત યાદ આવ ે છે-
કમાલ કરે છે કમાલ કરે છે
એક ડોસો ડોશીને વ્હાલ કરે છે.
ગૂગલ મેપના આધારે કાર નાળામાં જઈ પડી
મોટર રસ્તે પ્રવાસી કરતી વખતે ગુગલ મેપ પર પર આધાર રાખવામાં કેટલું જોખમ છે તેનો વસમો અનુભવ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના એક પરિવારને થઈ ગયો હતો. આ પરિવાર રાતના સમયે પોતાની કારમાં ગૂગલ મેપના આધારે આગળ વધી રહ્યો હતો. અચાનક કાર પાણી ભરેલા નાળામાં જઈ પડી હતી. કારમાં છ મહિનાના બાળક સહિત પાંચ જણ પ્રવાસ કરતા હતા એ બધા ડૂબવા માંડયા હતા. ડાયલ ૧૧૨ ઉપર ઈન્ફોર્મેશન મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ પાણીમાં ડૂબેલી કારની બારી તોડીને એમાંથી એક પછી એક પાંચેય જણને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
આમાં એવું બન્યું કે આ પરિવાર કારમાં દાદરીથી મેરઠ જતો હતો. એક જગ્યાએ રસ્તામાં મોટાપાયે સમારકામ આવતું હતું. આથી કારચાલક ગૂગલ-મેપમાં દર્શાવેલા વૈકલ્પિક રસ્તે આગળ વધતો હતો. એમાં રાતના અંધારામાં ખ્યાલ ન ગયો અને કાર પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. ટૂંકમાં, મ ાત્ર ગૂગલ મેપ ઉપર આધાર રાખીને આજુબાજુ જોયા વિના ડ્રાઈવિંગ કરવામાં આવે તો પછી શું થાય? એટલે જ કહેવું પડે કે ફકત નક્શામાં જ જુઓ અને ન-કશામાં જુઓ તો પસ્તાવું પડે.
પત્નીને ગળે સાંકળ બાંધી તાળું માર્યું
સારી કન્યાને સુકન્યા કહેવાય પણ સારા વરને સુ-વર ન કહેવાય આ વાક્ય ઘણીવાર કાને પડે છે. પણ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના છીપીપુરા ગામે એક એવો જુલ્મી વર પાક્યો કે જેને સુ-વર નહીં કુ-વર કહીએ તોય તેની ક્રુરતાનું માપ ન નીકળે. એવું થયું કે ધણી બહારથી આવ્યો ત્યારે તેને જમવાનું પીરસવામ ાં વહુને થોડી વાર લાગી. આટલી અમથી વાતમાં ધણી ગુસ્સામાં ધણધણી ઉઠયો અને નિર્દયતાથી પત્નીને પીટવા લાગ્યો ત્યાર પછી પત્નીના ગળામાં સાંકળ પહેરાવી થાંભલા સાથે બાંધી દીધી. આટઆટલો જુલમ ગુજાર્યા છતાં તેને સંતોષ ન થયો એટલે લોખંડનો સળિયો તપાવી વહુને આખા શરીરે ડામ આપ્યા. મારપીટ કરીને આ મારકણો મરદ થાક્યો એટલે રાડારાડ કરતી ચીસો પાડતી પત્નીના મોંઢામાં કપડાંનો ડૂચો ખોંસી ઘરમાં જઈ સૂઈ ગયો. ચોવીસ કલાક સુધી આટલી વેદના સહીને મહિલા થાંભલે બંધાયેલી રહી. પછી મહામહેનતે સાંકળ થાંભલેથી છોડાવીને નાસી છૂટી અને સીધી પોલીસ સ્ટેશને પહોંચી. કઠણ કાળજાના પોલીસો પણ ગળામાં તાળું મારેલી સાંકળ સાથે આવેલી મહિલાની દશા જોઈ હચમચી ગયા. મહિલાની આપવીતી સાંભળ્યા બાદ ફરિયાદ નોંધી જાલીમ પતિની ધરપકડ કરવામાં આવી હતી. ડોમેસ્ટિક વાયોલન્સના આરોપીને ખો ભૂલી જાય એવી જ સજા થવી જોઈએ કે નહીં?
હવાઈ જહાજ ગુરૂદ્વારા
હમ તો ચલે પરદેશ કે હમ પરદેશી હો ગયે… પરદેશ જઈ પૈસા કમાવાની ઇચ્છા અંદરખાને ઘણા લોકોની હોય છે. જેની ઈચ્છા પૂરી થઈ છે એવા લાખો ભારતીયો આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડટ, યુએઈ અને કેનેડા સહિત આખી દુનિયામાં પહોંચી ગયા છે. એમાં પણ કેનેડામાં તો એટલી પ્રચંડ સંખ્યામાં શિખો જઈને વસ્યા છે કે એમણે જાણે મિની પંજાબ જ વસાવી દીધું છે. હજી આજે પણ કેનેડા અને બીજા દેશોમાં જવા માટે સરદારજીઓનો ધસારો રહે છે.
એવી માન્યતી છે કે પરદેશ જવા ઈચ્છુક વ્યક્તિ જાલંધરના શહીદ બાબા નિહાલ સિંઘ ગુરૂદ્વારાના દર્શને જઈ પરદેશ જવાની ઈચ્છા પ્રકટ સકરે અને રમકડાનું હવાઈ જહાજ અર્પણ કરે તો બાબા ઈચ્છા પૂર્ણ કરે છે. આ ગુરૂદ્વારામાં પરદેશ જવા ઈચ્છતા લોકોનો સ તત ધસારો રહે છે અને એટલાં બધાં રમકડાનાં હવાઈ જહાજ ચડાવવામાં આવે છે કે રમકડાનાં પ્લેનના ઢગલા થાય છે. હવે આ ગુરૂદ્વારા હવાઈ જહાજ ગુરૂદ્વારા તરીકે મશહૂર થઈ ગયું છે.
પંચ-વાણી
એક વાર વધે પછી ઝટ
ઘટે નહીં: રેટ અને પેટ.









