Mera Bharat Mahan

ભારતનું એકમાત્ર ભૂતિયું સ્ટેશન જે 42 વર્ષ બંધ રહ્યું

By GS Team
20 Aug 20265 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લાના બેગુનકોદર રેલવે સ્ટેશનને 1960માં ભૂતિયા જાહેર કરાયું હતું. સ્ટેશન માસ્ટરના રહસ્યમય મૃત્યુ બાદ ભૂતના ભયે 42 વર્ષ સુધી સ્ટેશન બંધ રહ્યું. 2009માં ફરી ખુલ્યા છતાં, ગામલોકો આજે પણ સાંજ પછી ત્યાં જવાનું ટાળે છે. મધ્યપ્રદેશના ઝાબુઆમાં, ઘરમાંથી કાઢી મૂકાયેલા અર્જુને ખેતરમાં 15 ફૂટનો ખાડો ખોદી ભૂગર્ભ ઘર બનાવ્યું, જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનું એકમાત્ર ભૂતિયું સ્ટેશન જે 42 વર્ષ બંધ રહ્યું
  • મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
    ભારતમાં ઘણી જગ્યાએ નવું રેલવે સ્ટેશન બાંધવાની માગણી સાથે લ ોકો તરફથી આંદોલન થતા હોય છે, પરંતુ એક સ્ટેશન એવું છે જે બંધ કરવા માટે સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. આ સ્ટેશન એટલે પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લાનું બેગુનકોદર રેલવે સ્ટેશન. પણ આજની તારીખમાં આ સ્ટેશન ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે જ ઓળખાય છે. આ સ્ટેશન ૧૯૬૦માં બંધાયું હતું. સ્ટેશન બંધાયાના સાત વર્ષ પછી એવું કહેવાય છે કે સ્ટેશન માસ્ટરે પાટા ઉપર સફેદ સાડીમાં ફરતી એક ભેદી સ્ત્રીને જોઈ જે અચાનક ગાયબ થઈ જતી હતી. આ ઘટના બાદ સ્ટેશન માસ્ટરનું રહસ્યમય રીતે મોત થયું. એટલે પછી સ્ટેશન ઉપર ભૂત થાય છે એવી વાત વાયુવેગે ચારે તરફ ફેલાઈ ગઈ. રેલવે કર્મચારીઓ ભૂતના ભયને લીધે ભૂતિયા મનાતા સ્ટેશન પર ફરજ બજાવવાનું ટાળવા લાગ્યા. બેગુનકોદર ગામ લોકોએ આ સ્ટેશનેથી ટ્રેનમાં બેસવાનું માંડી વાળ્યું. આમ રેલવે કર્મચારીઓના ફરજ બજાવવાના ઈન્કાર અને પેસેન્જરો જ આવતા ન હોવાથી રેલવેએ સ્ટેશન જ બંધ કરી દીધું એટલે પછી કોઈ ટ્રેન ઊભી નહોતી રહેતી આ રીતે લગભગ ૪૨ વર્ષ સુધી સ્ટેશન બંધ રહ્યું. લગભગ સાડા ચાર દાયકા સુધી સ્ટેશન બંધ રહ્યા પછી ૨૦૦૯માં તેને ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું અને ટ્રેનો ઊભી રહેવા માંડી. ત્યાર પછી તો રેશનાલીસ્ટોની એક ટીમે સ્ટેશન પર રાત ગુજારીને રિપોર્ટ આપ્યો કે રાત્રે કોઈ ભૂત દેખાયું નહીં. ગામ લોકોને પણ સમજાવ્યા છતાં ગ્રામજનો આજે પણ સાંજ ઢળ્યા પછી સ્ટેશને જવાનું ટાળે છે. આ ભૂતિયા સ્ટેશન વિશે કોઈએ સોશ્યલ મિડિયામાં કોમેટ કરી હતી કે સ્ટેશન માસ્ટર તરીકે કોઈ ભૂવાને જ જવાબદારી સોંપી દો. ભલે સીટી વગાડે અને ભૂત ભગાડે.
    ગામમાં ચમન અને
    ગામનું નામ ચમન
    બદલ જાયે અગર માલી ચમન હોતા નહીં ખાલી… જાને ચમન શોલા બદન… ચમન મેં રહકે વિરાના… હિન્દી ફિલ્મોના પ્રેમ અને વિરહના ગીતોમાં ચમન એટલે કે ઉદ્યાનનો ઉલ્લેખ આવતો જ હોય છે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પણ મોજમજા કરવા માટે ચમનિયા કરવા જઈએ છીએ એવું ઘણાં કહેતા હોય છે. અથવા અમન-ચમન કરવાના એવું બોલાય છે. ગુજરાતીમાં ચમન નામ પણ બહુ કોમન છે. ચમનલાલ, ચમનભાઈ, ચમનદાસ અને ચમન બાબુ જેવાં નામો કાને પડે છે. પરંતુ ચમન શબ્દનો પાકિસ્તાનથી આઝાદ થવા ખરાખરીનો જંગ ખેલતા બલુચીસ્તાન સાથે શું સંબંધ છે ખબર છે? પાકિસ્તાન અને અફઘા નિસ્તાનની બોર્ડર ઉપર આવેલા ડિસ્ટ્રીકટનું નામ ચમન છે. ચમન શહેર ડિસ્ટ્રીકટ હેડકવાર્ટર છે. ચમનમાં વસતા ચમનલાલ નામના હિંદુ સિનિયર સિટીઝન કહે છે કે અત્યારે તો હિંદુઓ લઘુમતીમાં છે. બાકી હિંદુસ્તાનના વિભાજન પહેલ ાં ચાર-પાંચ હજાર હિંદુઓની વસતી હતી. ચમનના હિંદુ મંદિરમાં આજે પણ આરતી-પૂજા થાય છે અને ભજન-કિર્તન સંભળાય છે. ગામમાં ઘણાં ચમન હોય, બાકી ચમન ગામ એક જ હોય. અત્યારે તો બલુચી બહાદુરો પાકિસ્તાનથી આઝાદ થવા માટે જીવ સટોસટની લડત આપી રહ્યાં છે અને હિમ્મતથી આગ સાથે ખેલી રહ્યાં છે એ જોઈને ૧૯૫૪માં આવેલી ભાઈસાબ ફિલ્મમાં શૈલેન્દ્રએ લખેલા અને આપણાં ગુજરાતી સંગીતકાર નીનુ મજમુદારે સ્વરબદ્ધ કરેલા ગીતની યાદ આપી જાય છેઃ ચમન જલ રહા હૈ, લૂંટા આશિયાં, મગર બેખબર હૈ, મેરા બાગબાં…
    ઘરમાંથી દરમાં
    માણસ ઘર બનાવે અને મુષક દર બનાવે. પરંતુ મધ્ય પ્રદેશના ઝાબુઆમાં અર્જુન નામના કન્ટેન્ટ ક્રીએટર ટીનએજરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો એ પછી તેણે ખેતરમાં જઈ ઉંદર જેમ જમીન ખોદી દર બનાવે એમ આ ભાઈસાબે ૧૫ ફૂટનો ખાડો ખોદી દર જેવું ઘર બનાવ્યું. આ ભૂગર્ભ ઘરની અંદર જ માટીનો પલંગ બનાવ્યો અને એની ઉપર સરસ બેડશીટ પાથરી દીધી. ખાડામાં વરસાદનું પાણી ન આવે એટલે ઉપર તાડપત્રી ઢાંકી દીધી. ક્યાંકથી વીજળીના જોડાણનો જુગાડ કરી આ ટીનએજર લેપટોપ વાપરતો અને મોબાઈલ ચાર્જ કરતો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયેલી વિડિયોમાં જોવા મળે છે. એક પ્રાણી એવું છે જે ઘોરખોદિયા તરીકે ઓળખાય છે. આ ઘોરખોદિયું દફનસ્થળે ઘૂસી જમીન ખોદી પોતાનો ખોરાક મેળવી લેતું હોય છે. આ પ્રાણી ઘોરખોદિયા તરીકે ઓળખાય છે, તો આ જમીન ખોદી ઘર બનાવનારને ઘર-ખોદિયો કહેવાય કે નહીં? આ ભેજાબાજ તરૂણે જમીન ખોદી અંડરગ્રાઉન્ડ ઘર બનાવ્યું એ જોઈને કહેવું પડે કેઃ
    જમીન ખોદી દરની જેમ
    બનાવ્યું ઘર
    હવે ટેસથી જમીન નીચે
    જલ્સા કરે.
    ઉંદરોએ દાગીના ચોર્યા
    થોડા સમય પહેલાં મઘ્ય પ્રદેશના એક ગામમાં પોલીસે પકડેલો ગેરકાયદે દારૂનો જથ્થો ઊંદરડા પી ગયા હતા ત્યારે આ ઘટનાની વિડિયો વીજળીવેગે વાઈરલ થઈ હતી. ઊંદરડા ખાણી-પીણીના શોખીન હોય છે એ સહુ જાણે છે. પણ ઊંદરો દાગીના ચોરે ત્યારે કેવી નવાઈ લાગે? કર્ણાટકના તુમકુર ગામની એક જ્વેલરી શોપમાંથી ૧૦ લાખ રૂપિયાના દાગીના ચોરાયા. સૌથી પહેલાં તો કર્મચારીઓ પર શંકા ગઈ. પૂછપરછમા કર્મચારીઓએ ઘરેણાં ચોર્યા ન હોવાનું સાબીત થયું. ત્યાર બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ બારીકાઈથી તપાસ્યા ત્યારે ચાર-પાંચ ઊંદરો ઘરેણાં પોતાના દર તરફ ખેંચી જતા દેખાયા હતા.
    એમાં એવું થયું કે જ્વેલરે દરેક દાગીના પર સુગંધી ધાગાથી દરેક આભૂષણ પર ટેગ લગાડયા હતા. ધાગાની સુગંધથી ઊંદર ચોરોના મોંઢામાં પાણી છૂટયું હશે એટલે ૧૦ લાખની કિંમતના દાગીના ઘસડીને પોતપોતાના દરમાં લઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. આસપાસના ઊંદરના દરમાં શોધખોળ કર્યા પછી ચોરાયેલા દાગીના હાથ લાગ્યા હતા. આ નવી નવાઈની ઘટના વિશ ે જાણીને કહેવાનું મન થાય કેઃ
    ઊંદરડા કાંઈ સમજે નહીં ડરમાં
    એ તો ઘસડી જાય દાગીના દરમાં.
    મરદોને છેડતી
    મહિલાઓ ઝડપાઈ
    રોડ રોમિયા અને મવાલીઓ મહિલાઓની કે યુવતીઓની છેડતી કરતા અવારનવાર પોલીસની એન્ટી-રોમિયો સ્કવોડના હાથમાં ઝડપાઈ જતા હોય છે. પરંતુ ગંગા કિનારે વસેલા પવિત્ર તીર્થધામ વારાણસીમાં ઉલ્ટી ગંગા વહેતી જોવા મળી.વારાણસીના કેન્ટ વિસ્તાર માંથી આવતા-જતા પુરૂષો સામે અશ્લીલ ચેનચાળા કરતી અને છેડતી કરતી બે મહિલાઓને એન્ટિ-ટીમે તાજેતરમાં ઝડપી લીધી હતી. હવે સ્ત્રીઓની છેડતી કરતા પુરૂષો સામે જે ગુનો નોંધાય છે એ ગુનો પુરૂષોની મહિલાઓ સામે લાગશે.બનારસના કેન્ટ એરિયામાં લાંબા સમયથી ફરિયાદો આવતી હતી કે બે બાનુઓ પુરૂષોની છેડતી કરે છે. એટલે એન્ટિ-રોમિયો સ્કવોડ કેન્ટ વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને વોચ રાખવા માટે સંતાઈને બેસી ગઈ હતી. જ્યારે આ બે મહિલાઓ ભઈલાઓની છેડતી કરવા માંડી એ જ વખતે પોલીસની ટીમ ધસી ગઈ હતી અને બન્નેને રંગેહાથ ઝડપી લીધી હતી. આ કિસ્સો જાણીને કહેવું પડે કેઃ
    જુઓ કળીયુગની આ કેવી
    બલિહારી? કાશીમાં પકડાઈ
    મરદોની છેડતી કરનારી નારી.
    પંચ-વાણી
    સઃ પેટ ન ભરાય કયા ખાણાંથી?
    જઃ ઉખાણાથી.