મુંબઇથી ગુજરાત તરફ આવતી 3 મહત્ત્વની ટ્રેનો 15થી 45 મિનિટ મોડી પડશે, જાણો શું છે કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Railway: મુંબઈ સેક્શનમાં ઓપરેશનલ કારણોસર રવિવારે (13મી સપ્ટેમ્બર) મુંબઈથી ગુજરાત તરફ આવતી ત્રણ મહત્વની ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ટ્રેનોને 15 થી 45 મિનિટ સુધી રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે, જેના કારણે તે પોતાના નિર્ધારિત સમય કરતાં વિલંબથી ગુજરાત પહોંચશે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસને 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. જ્યારે ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ 20 મિનિટ અને ટ્રેન નંબર 12901 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત મેલ 15 મિનિટ સુધી મોડી ચાલશે.
ટ્રેનોના સમયમાં કરવામાં આવેલા આ ફેરફારને કારણે વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ સહિતના સ્ટેશનો પરથી મુસાફરી કરનારા પ્રવાસીઓને અસર પહોંચવાની શક્યતા છે. રેલવે પ્રશાસને મુસાફરોને સ્ટેશને જતાં પહેલાં ટ્રેનનું વર્તમાન સ્ટેટસ અને સમય ચકાસી લેવા સૂચન કર્યું છે.




