વાંદરાને લાડુ ન ખવરાવાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
વાંદરાને દારૂ ન પીવડાવાય એ કહેવત બદલીને હવ ે કહેવાનો વ ખત આવ્યો છે કે વાંદરાને લાડુ અને ફરસાણ ન ખવરાવાય. આનું કારણ છે કે વાંદરાઓથી ઉભરાતા જયપુરના ગલતાજી મંદિર પરિસરમાં દર્શને આવતા ભક્તો તરફથી લાડુ, મિશ્રી, ચૂરમું અને જાત જાતની મીઠાઈ ખવડવવામાં આવે છે. પરિણામે વાનરસેના ગંભીર ચામડીના રોગોની ઝપેટમાં આવી ગઈ છે. વરિષ્ઠ વન્યજીવ ચિકિત્સક તરફથી જણાવાયું છે કે ભક્તો તરફથી ખવડાવવામાં આવતી વધુ પડતી મીઠાઈઓને લીધે વાંદરા હાઈપરકેરોટોસિસ નામના ચર્મરોગનો શિકાર બન્યા છે. આ રોગમાં ચામડીની ભીનાશ ઘટતી જાય છે, સૂકી ચામડી ફાટવા માંડે છે, જખમ થાય છે અને રીતસર ઘારા પડી જાય છે. વાનરોના શરીરના વાળ ખરી પડવા માંડયા છે, શરીર ઉપર જખમ થવાથી પીડાના માર્યા કણસતા રહે છે. ઝાડ પર ચડી નથી શક્તા અને સરખી રીતે ચાલી પણ નથી શક્તા. વાનરોને માંદગીથી બચાવવા ભક્તજનોને અપીલ કરવામાં આવી છે કે વાનરોને મીઠાઈ અન ે ફરસાણ ખવડાવવામાં ન આવે. કારણ વાંદરાનો ખોરાક કંદમૂળ, વનસ્પતી, ફળ અને પાંદડા છે. એને મીઠાઈ ક્યાંથી માફક આવે? હવે આ બખ્તાર વાનરોને વનવિભાગવાળા જાળ નાખીને પકડશે અને પ્રાણીઘરમાં લઈ જશ ે જ્યાં તેની સારવાર કરવામાં આવશે.આ જોઈને કહેવું પડે કેઃ
વાનરોને જો બનાવશો
તમે મીઠાઈભોગી
તો એ બીચ્ચારા
બની જશે ચર્મરોગી.
સિમેન્ટ ચોર મચાયે શોર
ચોર મચાયે શોર ફિલ્મ આવી હતી યાદ છેને? પણ બિહારમાં આ ટાઈટલ બદલીને 'સિમેન્ટ ચોર મચાયે શોર' કહેવું પડે એવી ચોંકાવનારી ઘટના બની હતી. બિહારના જહાનાબાદ જિલ્લાના ઔદાન-બિગહા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બની રહેલી પાકી સડકની સિમેન્ટ ચોરીનો વિડિયો થોડા સમય પહેલાં વાઈરલ થયો હતો. પાકો રસ્તો બનાવવા માટે સિમેન્ટ અને કોંક્રિટ પાથરવામાં આવી હતી એભીની સિમેન્ટ ગામ લોકો પાવડો અને કોદાળીઓ લઈને આવ્યા હતા અને સિમેન્ટ ખોદી તગારા, તપેલા અને બાલદીઓમાં ભરીને પોતાના ઘરોનું સમારકામ કરવા માટે લઈ ગયા હતા. આ અજબની ચોરીનો વિડિયો જોઈને કહેવું પડે કેઃ
ગામના રસ્તા રહ્યાં કાચા
સિમેન્ટ ચોરો નીકળ્યાં કેવાં પાકા.
શહેનશાહ અકબરનાં શાહી શૌચાલય
મુગલ બાદશાહોની આન, બાન, શાન દર્શાવતી અનેક ફિલ્મો બની ચૂકી છે. આ ફિલ્મોમાં બાદશાહ અકબરના મહેલ, દિવાન-એ-આમ અને દિવાન-એ-ખાસ, જુદા જુદા કિલ્લા દેખાડવામાં આવ્યા હતા. પરંતુ કોઈ ફિલ્મોમાં બાદશાહ અકબરના શૌાચલયો દેખાડવામાં નહોતા આવ્યા. પરંતુ અકબર બાદશાહે પોતાના શાસનકાળ (૧૫૭૧થી ૧૫૮૫) દરમ્યાન રાજધાની ફતેહપુર સીકરી અને આગરાના કિલ્લામાં શાહી પરિવાર માટે આલીશાન હમામખાના (બાથરૂમ) અને શાહી શૌચાલયો બનાવ્યા હતા. જાણકારોના કહેવા મુજબ મહેલના શાહી શૌચાલયોમાં અને હમામ ખાનામાં પાણીની આવક અને જાવક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પથ્થરની ભૂગર્ભ પાઈપ લાઈન હતી. વિશાળ શૌચાલયોના કમરા એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતા કે હવાની સતત અવરજવર રહેતી આ કુદરતી વેન્ટિલેશનને લીધે બદબૂ ફેલાતી નહોતી. આ શૌચાલયો સંગમરમર અને લાલ બલુઆ પથ્થર (રેડ સેન્ડ સ્ટોન)થી બાંધવામાં આવ્યા હતા. શૌચાલય અને હમામ ખાનાઓમાંથી નીકળતા પાણીને મહેલથી દૂર દૂર લઈ જઈ નીકાલ કરવા માટે ઢાંકેલા નાળા અને ભૂગર્ભ નાળાનું નેટવર્ક હતું જે અત્યારની ડ્રેઈનેજ સિસ્ટમની યાદ અપાવે છે. અકબરના શાહજાદા અને પછી બાદશાહ બનેલા જહંાગીરે ૧૦૦ પરિવરો માટે ૧૫૫૬માં સર્વપ્રથમ પબ્લિક ટોઈલેટ એટલે કે સાર્વજનિક શૌચાલય બંધાવ્યું હતું. મહેલો અને કિલ્લામાં ડ્રાય લેટ્રીન્સની પણ વ્યવસ્થા હતી. આ સૂકા શૌચાલયમાં શૌચક્રિયા બાદ માટી અને રાખ નાખી નીકાલ કરવામાં આવતો હતો. મહેલ અને કિલ્લામાં તો શાહી ટોઈલેટસની સુવિધા હતી. પણ બાદશાહ જ્યારે યુદ્ધ માટે રણમેદાનમાં જતા હશે કે શિકાર માટે જંગલમાં જતા હશે ત્યારે કુદરતી હાજતે જવા શું કરતા હશે? એવો સહેજે સવાલ થાય. તો યુદ્ધ ભૂમિ પાસે છે છાવણીઓ બંધાતી અને શાહી તંબુઓ તાણવામાં આવતા તેની સાથે બાદશાહના પોર્ટેબલ ટોઈલેટની પણ જોગવાઈ રહેતી. લાકડાના સ્ટૂલ જેવાં આ પોર્ટેબલ ટોઈલેટ તો બાદશાહ, અમીરો અને સેનાપતીઓ માટે હતા. બાકી સૈનિકો તો જંગલમાં કે નદી નજીક જઈને ખુલાસો કરી આવતા. શાહી શૌચાલયો દેખાડીને એક ગાઈડે રમૂજમાં કહ્યું હતું કે તમને મે દિવાન-એ-આમ અને દિવાન-એ-ખાસ દેખાડયા અને આ છે દિવાન-એ-બાસ.,
ડમ ડમ ડિબ્બા ડિબ્બા
ઘઉંની રોટી, ચોખાની રોટી, જવની રોટી, બટર રોટી આવી જાતજાતની રોટી (રોટલી) ઘર ઘરમાં બનતી હોય છે અને હોટેલોમાં વેંચાતી હોય છે. પણ એક રોટી એવી છે કે રોટી નથી છતાં ખાસ જાતની રોટી તરીકે ઓળખાય છે. આ રોટી છે આંધ્ર પ્રદેશની પારંપારિક વાનગી ડિબ્બા-રોટી. લોકો ડબ્બામાં (ટિફિનમાં) રોટી કે રોટલી લઈ જતા હોય પણ આંધ્રની આ વાનગીનું નામ જ ડિબ્બા રોટી છે. અજબ નામ અને ગજબ ટેસ્ટ ધરાવતી ડિબ્બા રોટી ઈડલી-ડોસાના ખીરામાંથી બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પણ અજબ રીતે છે. ભારે કડાઈ લેવાની અને ગરમ કરી તેલનો ઉપયોગ કરી વચ્ચો વચ્ચ સ્ટીલનો પાણી ભરેલો પ્યાલો કે કટોરી મૂકી આજુ બાજુ ખીરૂ નાખવાનું (પ્યાલા-કટોરીને લીધે સરખો તાપ મળે) પછી ધીમે તાપે વીસેક મિનિટ પાકવા દેવાનું. પછી પ્યાલો કે કટોરી કાઢીને ડિબ્બા રોટી પલ્ટાવવાની પાંચ-સાત મિનિટ આ રીતે રાખવાની એટલે પછી ડિબ્બા-રોટી તૈયાર બહારથી સોનેરી અને કરકરી તથા અંદરથી મુલાયમ અને સ્પંજી ડિબ્બા-રોટી આવકાચા એટલે કેરીના અથાણા સાથે ટેસથી ખાવાની. ડિબ્બા-રોટી ભાવે તો પછી ગાવાનું ડમ ડમ ડિબ્બા ડિબ્બા ટેસ્ટ ભી ભીગા ભીગા…
મેંદીના રંગે રંગાયું
મોતનું કારણ
મારી મેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ ધીમા તપો… મેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો… મેંદીનો રંગ ઉમ ંગ વ્યકત કરે છે. એટલે જ લગ્ન વખતે કન્યાના હાથમાં મેંદી મૂકવામાં આવે છેને? પરંતુ મધ્ય પ્રદેશના છીંદવાડાની એક કમનસીબ યુવતીએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું ત્યારે સુસાઈડ નોટ પોતાના હાથ ઉપર મેંદીથી લખી ગઈ. મરણ પૂર્વેનું લખાણ કાગળમાં લખશે તો શકય છે કે ચીઠ્ઠી સાસરિયાવાળા ફેંકી દેશે એવી શક્યતાને લીધે પ્રીતિ વર્મા નામની ૩૨ વર્ષીય યુવતીએ ઝેર ખાઈને મોતને વ્હાલું કર્યું એ પહેલાં હાથ ઉપર જ મેંદીથી સુસાઈડ નોટ લખી હતી. સાસરિયાઓના ત્રાસથી છૂટવા આત્મ હત્યા કરતાં પહેલાં પ્રીતિએ લખ્યું હતું કે 'આ લોકો ક્યારેય જેલની બહાર ન આવવા જોઈએ. મને મા-બહેનની ગાળો આપી સતત ત્રાસ આપતા હતા. ફોનમાં રેકોર્ડિંગ છે. પાંચ લોકો છે જે મને અડે પણ નહીં.' પોલીસે હાથ પર મેંદીથી લખાયેલી સુસાઈડ નોટને મુખ્ય પુરાવા રૂપે તેનો ફોટો અને વિડિયો પણ જાળવશે. આ યુવતીની કરૂણ કથની જાણીને કહેવું પડે કેઃ
સાસરિયામાં વાતાવરણ હતું
ત્રાસદાયક અને તંગ
એટલે યુવતીને હાથે મેંદીથી
મૂકાયો મોતનો રંગ
પંચ-વાણી
સઃ હળવા મળવા શબ્દનો અર્થ શું થાય?
જઃ જે હળવા સ્વભાવના હોય તેને મળવાનું સહુને ગમે.




