Gujarat

સગીરા પર દૂષ્કર્મના ગુનાના દોષિત આરોપીને આજીવન કેદની સજા

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
સગીરા પર દૂષ્કર્મના ગુનાના દોષિત આરોપીને આજીવન કેદની સજા

મહેસાણા,તા.23

ચાર વર્ષ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેની ઉપર અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.આરોપીને આજીવન કેદની સજા અને રૃ.૧૦ હજારના દંડ ફટકાર્યો હતો.

જોટાણા પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરી મરતોલી શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી.તેણીને લલચાવીને ગત તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજ કાનપુરા  ગામનો પરણિત વિષ્ણુ લક્ષ્મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદ, ભાવનગર, ડાકોર, ઝાલોરા સહિતના સ્થળે લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે સગીરાના વાલીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી તપાસ હાથ ધરી હતી.દરમિયાન આ કેસની સુનાવણી મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એ.એલ.વ્યાસ સમક્ષ ચાલી ગઈ હતી.જેમાં  સગીરા સહિતના ૧૫ સાહેદની જુબાની અને સરકારી વકીલ રેખાબેન જોષીની દલીલોના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રૃ.૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.જયારે ભોગ બનનારને રૃ.૧.૫૦ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.