ભાવનગર નકલી દારુકાંડ: મહીસાગરમાં ડ્રોનથી પોલીસનું સઘન ચેકિંગ, અમરેલીમાં AAPના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Fake Liquor Case Effect: ભાવનગરના નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. અત્યારસુધી 61 લોકોનું નકલી દારૂ પીવાથી સ્વાસ્થ્ય કથળ્યું છે, ત્યારે ભાવનગર નકલી દારૂકાંડના મહીસાગર, અમરેલી સહિતના જિલ્લામાં પડઘા પડી રહ્યા છે. તેવામાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ, ભાવનગર ઝેરી દારૂ પ્રકરણના વિરોધમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લા પોલીસમાં તપાસનો ધમધમાટ
ભાવનગરના નકલી દારૂકાંડને લઈને મહીસાગર જિલ્લા પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી, પીઆઇ સહિતના પોલીસસ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આગરવાડા ખાતે આવેલી મહીસાગર નદી પટ પર ડ્રોન ઉડાડી તપાસ કરાઈ.
મહીસાગર નદી પટ પર ડ્રોન ઉડાડી સઘન ચેકિંગ
આ દરમિયાન ઘોડાના મુવાડા ગામ ખાતે જંગલ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી દેખાતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મહીસાગર નદી તટ સહિતના વિસ્તારોમાં પોલીસે ડ્રોન ઉડાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
ભાવનગર નકલી દારૂકાંડ પ્રકરણના અમરેલીમાં પડધા
બીજી તરફ, અમરેલીમાં પણ ભાવનગર નકલી દારૂકાંડ પ્રકરણના પડધા પડ્યા હતા. AAP દ્વારા અમરેલીના રાજકમલ ચોક ખાતે પ્લેકાર્ડ અને 'હર્ષ ભગાવો દેશ બચાવો' સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ AAPના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન ઘટનાસ્થળે હાજર પોલીસ દ્વારા AAPના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.









