Magazines

ઝેન્ડાયા અને ટોમ હોલ: હમ ચૂપ રહેંગે!

By GS TEAM
23 Apr 20262 mins read
ઝેન્ડાયા અને ટોમ હોલ: હમ ચૂપ રહેંગે!

હોલિવુડનું ગોલ્ડન કપલ ઝેન્ડાયા અને ટોમ હોલેન્ડનો લો પ્રોફાઈલ રોમાન્સમાં ચાહકોને અને મિડીયાને બહુ રસ પડયો છે. એટલી હદે કે તેમનાં ગૂપચૂપ લગ્ન થયાંની અટકળોને વધુ બળ મળી રહ્યું છે. યુગલ ન્યુ યોર્ક સિટીમાં 'ટ્રેન્જર થિન્ગ્સ' ફેમ  સેડી સિન્ક અભિનિત 'રોમિયો એન્ડ જુલિયટ'ના બ્રોડવે પરફોર્મન્સમાં હાજર રહ્યું હતું. કોઈએ વીડિયો ઉતારી લી૦૦ો, જે વાઇરલ થઈ ગયો. વીડિયોમાં બંને જણા હાથમાં હાથ પરોવીને, કેઝ્યુઅલ પોષાકમાં આવતા નજરે પડયાં હતાં. તેમની ફરતે સુરક્ષા ચક્રની ગેરહાજરી નોંધનીય હતી. બંનેની આ દુર્લભ જાહેર હાજરી એવા સમયે આવી છે જ્યારે તેમનાં ગૂપચૂપ લગ્ન થઈ ગયા હોવાની અટકળો ચાલી રહી છે. પોતાની પ્રકૃતિ મુજબ ઝેન્ડાયા કે હોલેન્ડ કોઈએ પણ આ દાવાની પુષ્ટિ પણ નથી કરી કે નકાર્યા પણ નથી. આ રીતે એમણે  ચાહકોને રોમાંચક રહસ્યની સ્થિતિમાં રાખ્યા છે.

ઝેન્ડાયાનું આ રીતે બ્રોડવેનો શો જોવા જવું તેના વ્યસ્ત સમયપત્રકમાંથી ખૂબ જરૂરી એવો બ્રેક લેવા સમાન હતું. ગયા મહિને જ તે પોતાની નવી ફિલ્મ 'ધી ડ્રામા' માટેના પ્રમોશનલ કાર્યક્રમોમાં એ ઝળકી હતી. આ ફિલ્મ હવે દર્શકોને રોમાંચિત કરી રહી છે. આ ઉત્સાહમાં વધારો ત્યારે થયો જ્યારે ઓટીટી મંચો પર 'યુફોરિયા સીઝન ૩'નું પ્રીમિયર થયું, જેમાં ઝેન્ડાયાએ રેડ કારપેટ પર સ્ટાઈલિશ હાજરી પૂરાવી હતી. તેનો સ્ટાર પાવર ઝાંખો પડવાનો કોઈ સંકેત નથી ત્યારે ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે પોતાના પ્રિયતમ સાથે એ ક્યારે સ્ક્રીન પર દેખાશે.  

ટોમ હોલેન્ડની 'સ્પાઈડર-મેન:બ્રાન્ડ ન્યુ ડે' એક હાઈ ઓક્ટેન એક્શન ફિલ્મ છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની એપિક 'ઓડીસી' જુલાઈમાં થિયેટરોમાં રજૂ થશે. આ પ્રોજેક્ટો તેમની વ્યક્તિગત પ્રતિભા દર્શાવવા ઉપરાંત તેમની સ્ક્રીન પરની ઉત્કૃષ્ટ કેમિસ્ટ્રી પણ પ્રદર્શિત કરશે. એ તો ફિલ્મ જોઈએ ત્યારે ખબર, રાઇટ?