Magazines

તમારામાં આટલી સહનશક્તિ ક્યાંથી આવી? .

By GS TEAM
31 Mar 20262 mins read
તમારામાં આટલી સહનશક્તિ ક્યાંથી આવી?                         .

- હું જ્યારે ઊંચે આકાશ તરફ દ્રષ્ટિ ફેંકું છું ત્યારે મને એક જ વિચાર આવે છે અને તેેે એ કે,મારે પણ એક દિવસ ત્યાં જવાનું છે તો પછી અહીંના સંબંધ કે વ્યવહારને શા માટે બગાડું ? 

ઈ ટાલીમાં એક પાદરી રહેતો હતો. વારંવાર અનેક મુશ્કેલીઓ આવી પડવા છતાંય તે કદી મનમાં શોક કરતો નહિ કે ચિડાતો નહિ. ક્યારેક લોકો પણ એને ગાળો દે કે ખરાબ શબ્દો કહે તો પણ તે મીઠો જવાબ આપતો યા હસી દેતો. એની આટલી શાંતિને ધીરતા જોઈ કોઈકે તેને પૂછયું :'પાદરી, તમારામાં આટલી સહનશક્તિ ક્યાંથી આવી?'

તેણે જવાબ આપ્યો:'ભાઈ, હું જ્યારે ઊંચે આકાશ તરફ દ્રષ્ટિ ફેંકું છું ત્યારે મને એક જ વિચાર આવે છે અને તેેે એ કે,મારે પણ એક દિવસ ત્યાં જવાનું છે તો પછી અહીંના સંબંધ કે વ્યવહારને શા માટે બગાડું ? નીચે નજર કરું છું તો ઉઠવા, બેસવા અને સૂવા માટે તે વળી કેટલી જમીન જોઈએ ? મારી આજુબાજુ જોઉં છું તો થાય છે કે મારા કરતાં પણ કેટલાય લોકો વધારે દુ:ખી છે ? બસ, એવા વિચારો આવતાંની સાથે મારું મન એકદમ શાંત થઈ જાય છે અને તેથી મને કોઈપણ બાબત પર જરાયે ગુસ્સો ચડતો નથી. અને ભાઈ, દુ:ખમાં ક્રોધ કરવાથી ઓછું સુખ મળી જવાનું છે, તો પછી શાંતિથી જ દુ:ખ કેમ સહન ન કરવું ?'