Magazines

સોનમ આપે છે આંખના કાળા કુંડાળા છુપાવવાની ટિપ્સ

By GS Team
16 Mar 20201 min read
This article was originally published on 16 Mar 2020
સોનમ આપે છે આંખના કાળા કુંડાળા છુપાવવાની ટિપ્સ

બોલીવૂડની અભિનેત્રીઓ પણ સુંદરતાને લગતી સમસ્યાઓ  સામે  ઝઝૂમતી હોય છે. જેમાંના એક સામાન્ય છે, આંખની આસપાસના કાળા કુંડાળા. સોનમ કપૂર પણ આ સમસ્યાનો ભોગ બની છે, અને તેને દૂર અથવા તો છુપાવાની ટિપ્સ આપે છે. 

પોતાની સુંદરતાનું રહસ્ય જણાવતાં તે કહે છે કે, પરિવારમાં પ્રેમ અને સહકારનું વાતાવરણ પણ સુંદરતા પર અસર કરે છે. તે સકારાત્મક રહેવાની સલાહ આપે છે તેમજ તાજી હવા પણ તેની સુંદરતાનું રહસ્ય છે. 

બ્યુટી રેઝિમ

સોનમનું કહેવું છે કે, વિટામિન સી, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સનબ્લોક તેની ખૂબસૂરતી અને ત્વચાની મુલાયમતાને જાળવી રાખે છે. 

ડાર્ક સર્કલ્સ

આંખની સુંદરતાને જાળવી રાખવા અને કાળા કુંડાળા છુપાવવા માટે કંસીલરનો યુઝ કરે છે. 

તેમજ આંખની આસપાસ  તેની બ્યુટિશનની સલાહ પ્રમાણે વિવિધ જાતના પેક લગાવે છે. બટાકા અને કાકડીના પૈતા મુકે છે. 

જરૂરિયાત ન હોય તો સોનમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરતી નથી. 

તેના માનવા પ્રમાણે ભારતીય ત્વચાના ટોન માટે ફાઉન્ડેશનમાં બહુ વિકલ્પ નથી. તેથી પોતાની સ્કિન ટોનને પરફેક્ટ મેચ માટે અલગ-અલગ  ફાઉન્ડેશન અને કંસિલરને ભેલવીને એક પરફેક્ટ ટોન બનાવેીને તરત જ ઉપયોગમાં લે છે. તેથી ત્વચા ફ્રેશ રહે છે.

-સુરેખા