Magazines

ગુણકારી દ્રાક્ષ .

By GS Team
4 Feb 20204 mins read
This article was originally published on 4 Feb 2020
ગુણકારી દ્રાક્ષ           .

દ્રાક્ષ એક એવું  ફળ છે, જેને આખુ ખાઇ શકાય છે. ખાતી વખતે ન તો તેની છાલ ઊતારવી પડે છે, કે ન તેના બિયા કાઢવા પડે છે. સામાન્ય રીતે દ્રાક્ષ લીલા,લાલ  અને કાળા રંગની હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં કેલરી, ફાઇબર અને વિટામિન સી,   સમાયેલું હોવાથી સ્વાસ્થય માટે દ્રાક્ષનું સેવન લાભદાયી કહેવાય છે. આ ઉપરાંત તેમાં ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને સાઇટ્રિક એસિડ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. 

કેન્સર

દ્રાક્ષમાં  સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણ શરીરને કેન્સરથી રક્ષણ  કરવામા મદદગાર છે. દ્રાક્ષનું સેવન કેન્સરના  બે મુખ્ય કારક જીર્ણ ઓક્સિડેટિવ તનાવ અને લાંબા સમયના સોજા પર રોક લગાવે છે અને કેન્સરના જોખમને  ઓછું  કરવામાં સક્ષમ છે. ખાસ કરીને બ્રેસ્ટ અને પેટના કેન્સર માટે દ્રાક્ષનું સેવન ગુણકારી છે. આ ઉપરાંત તે કન્સરના વિકાસ અન ેકેન્સરની કોશિકાના પ્રસારને દબાવવામાં પણ મદદ કરે છે.ફક્ત દ્રાક્ષ જ નહીં પરંતુ તેના કોઇ પણ ઉત્ર્પાદનના સેવનથી ખાસ કરીને સ્તન અન ેપેટના કેન્સર થવાની શક્યતા ઓછી  થાય  છે. 

પાચન માટે ગુણકારી

જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો પાચનક્રિયા બરાબર થવી જરૂરી છે. તેથી રોજિંદા ાહારમાં શાકની સાથેસાથે ફળોને પણ સામેલ કરવા જોઇએ. આ માટે દ્રાક્ષ એક સારો વિકલ્પ છે. તેમાં સમાયેલા પોલીફેનોલ નામના તત્વને કારણ ેપાચનક્રિયામાં સુધાર થાય છે. 

માઇગ્રેનમાં ફાયદાકારક

માઇગ્રેન એટલે કે માથાના દ:ુખાવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. તેનાથી રાહત પામવા માટે   ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. વધતી વયની અસર આંખની જ્યોતિ પર પણ પડે છે. આવી સ્થિતામાં દ્રાક્ષનુ ંસેવન લાભદાયક નીવડયું છે. દ્રાક્ષમાં લ્યુટિન અને જિયાજેંથિન નામનું તત્વ સમાયેલું છે જે દ્રાક્ષને સ્વસ્થ રાખે છે. 

હાડકાને મજબૂત કરે છે

વય વધવાની સાથેસાથે હાડકા નબળા પડવા લાગે છે. તેથી આ તકલીફ શરૂ થાય એ પહેલા જ રોજિંદા આહારમાં દ્રાક્ષનો સમાવેશ કરવો. તેના બિયામાં સમાયેલા   પ્રોએન્થોસ્યાનિડિસ તત્વ હાડકા માટે ફાયદાકારક છે. તેના સેવનથી હાડકા મજબૂત થાય છે, તેમજ કેલ્શિયમના સ્તરમાં સુધારો   આવે છે. કેલ્શિયમ  હાડકાને  સ્વસ્થ  રાખવામાં  મદદ કરે છે. 

ડાયાબિટિસ

ડાયાબિટિસના દરદીઓને મીઠાશયુક્ત આહાર ખાવા પર પાબંધી હોય છે   જેમાં ફળો પણ સામેલ છે. પરંતુ દ્રાક્ષ આમાં વિકલ્પ સમાન છે. મધુમેહના દરદીઓ કોઇ પણ ચિંતા વગર મર્યાદિત પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરી શકે છે. નિયમિત ૧૦-૧૫ દ્રાક્ષ ખાઇ શકાય છે, પરંતુ આ માટે તબીબની સલાહ જરૂરી છે. 

કોલેસ્ટ્રોલ

કોલોસ્ટ્રોલ વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. ડાયાબિટિસ અને હૃદય રોગ પણ કોલેસ્ટ્રોલના કારણે થાય છે. તેથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઇ રહે તે મહત્વનું છે. દ્રાક્ષના બિયામાં હાયલોપોલિકપિડેમિક પ્રભાવથી શરીરમાંના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થઇ શકે છે. તેનાથી  શરીરમાં સારા કોલેસ્ટ્રોલની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત તે હાઇ બ્લડપ્રેશરને ઓછુ કરવાની ક્ષમતા ધરાવે છે. હૃદય સંબંધ તકલીફોથી પણરક્ષણ આપે છે. 

અસ્થમામાં ગુણકારી

દ્રાક્ષની પ્રકૃતિ ઠંડી હોવાથી તે શરદી કરે છે તેવી માન્યતા છે. પરંતુ દમથી પીડાતા લોકો દ્રાક્ષનું સેવન કરે તો ફાયદાકારક રહે છે. દ્રાક્ષના બીયામાં પ્રોએન્ટો સાયડિન તત્વ સમાયેલું છે, જે દમમાં રાહત આપે છે. 

કબજિયાત

દ્રાક્ષમાં ફાઇબરની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી તેનું સેવન કબજિયાતને દૂર કરે છે. 

કીડની 

કિડની બીમારીમાં દ્રાક્ષનું સેવન ફાયદાકારક નીવડે છે.તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ કિડનીની સમસ્યામાં રાહત આપે છે. 

યાદશક્તિ

ભૂલવાની બીમારી વધતી જાય તો અલ્ઝાઇમરનો ભોગ બન્યા છે તેમ સમજવું.  આવી તકલીફ  ન ઉદ્ભવે માટે દ્રાક્ષનું સેવન કરવું જરૂરી છે. લાલ દ્રાક્ષના  અને તેના રસમાં સમાયેલા તત્વો અલ્ઝાઇમર અને યાદશક્તિ નબળી પડવાની તકલીફને ઓછી કરવામાં સહાયક છ.ે

વાયરલઇન્ફેકશન

વાયરલ ઇન્ફેકશનથી રાહત પામવા દ્રાક્ષ ફાયદાકારક સાબિત થાય છે. દ્રાક્ષ તથા તેના રસમાં સમાયેલા એન્ટી વાયરલ ગુણ કોઇ પણ પ્રકારના વાયરલ ઇન્ફેકશનથી રક્ષણ કરે છે. 

વા

વધતી વય સાથેસાથે હાડકા નબળા પડતા જાય છે. તેવામાં સંધિવાની તકલીફનો ભોગ બનતા વાર લાગતી નથી. તેથી સમયસર દ્રાક્ષનું સેવન કરવાથી  રાહત મળે છે. દ્રાક્ષમાં પોલીફેનોલમાં એન્ટી-આર્થરાઇસનો પ્રભાવ છે.  જેથી  એ  તકલીફમાં  લાભ થાય છે. 

વજન ઘટાડે

દ્રાક્ષમાં સમાયેલો   એન્ટી ઓબસિટી ગુણ  

 ગુણકારી દ્રાક્ષ

જેના કારણે શરીર પરના ચરબીના થર ઘટે છે.દ્રાક્ષના રસનું સેવન પણ ગુણકારી છે. 

સનબર્ન

દ્રાક્ષ ની તાસીર ઠંડી હોવાથી સનબર્નમાં આરામ આપે છે. આ ઉપરાંત તેમાં પોલીફેનોલ સમાયેલુ છે જે સનબર્નથી રક્ષણ કરે છે તેમજ અલ્ટારવાયોલેટ કિરણોનો પ્રભાવ ઓછો કરે છે. સનસ્ક્રિન  લગાડયા બાદ પણ સનબર્નની તકલીફ થાય છે. દ્રાક્ષને છુંદીને સનબર્ન પર લગાડી  અડધા  કલાક પછી ધોઇ નાખવું.

ખરતા વાળ

વાળ ખરવાની તકલીફમાં ફાયદાકારક છે. બીયાવાળી દ્રાક્ષને મેશ કરી વાળ પર લગાડીને થોડી વાર બાદ ધોઇ નાખવું. દ્રાક્ષમાં સમાયેલ પ્રોએથોસ્યાનિડીસ તત્વ વાળને ઘટ્ટ અને વધારવામાં   મદદકરે છે.

- સુરેખા