Magazines

અજબ ગજબનાં પ્રાણી-પક્ષી

By GS TEAM
14 Nov 20251 min read
અજબ ગજબનાં પ્રાણી-પક્ષી

ઊંટ એક જ પ્રાણી એવું છે કે જેને પીઠ પર ખૂંધ હોય છે. ખૂંધ હોવા છતાં ય તેની કરોડરજ્જૂ સીધી હોય છે. તેની ખૂંધમાં પાણી નહીં પણ ચરબી હોય છે.

- સૌથી શક્તિશાળી પ્રાણી સિંહ ચાલાક કે ચપળ હોતા નથી. તે આળસુ હોય છે.

- કદાવર હાથી કૂદકા કે છલાંગ મારી શકતા નથી. તે ધીમે ધીમે ચાલતા દેખાય પણ સરેરાશ ૩૦ કિલોમીટરની ઝડપે ચાલે છે. તેની સાથે આપણે દોડવું પડે. કદાવર હોવા છતાંય તે પાણીમાં તરી શકે છે.

- સૌથી નાનું પક્ષી હમિંગબર્ડ પાંખ ફફડાવવામાં પ્રથમ ક્રમે છે. તે સેકંડના ૯૦ વખત પાંખ ફફડાવે છે.

- શેડો બર્ડ નામનું પક્ષી ત્રણ માળનો માળો બનાવે છે. પહેલા માળે બચ્ચાં રહે છે. બીજા માળે ખોરાકનો સંગ્રહ કરે અને ત્રીજા માળે નર શેડો બર્ડ ચોકીદાર તરીકે બેસે છે.

- સૌથી ઊંચા પ્રાણી જિરાફની જીભ ૧૧ ઈંચ લાંબી હોય છે. તે જીભ વડે કાન સાફ કરી શકે છે. જિરાફ એક જ પ્રાણી એવું છે કે જે શિંગડા સાથે જન્મે છે.