સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ મજબૂત બની રહી છે

ભારતની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમની નોંધ લેવાઇ રહી છે. ભારતના કુલ ૧૨૦ યુનિકોર્ન સ્ટાર્ટઅપનું કુલ વેલ્યૂેશન ૩૯૦ અબજ ડોલરને વટાવી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે એક યુનિકોર્ન એટલે ૧૦૦ અબજ ડોલરની વેલ્યૂ. કોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (ભૈંૈં)યુનિકોર્ન પોલીસીના પેપર જાહેર કરવા કહ્યું છે. સ્ટાર્ટઅપના હવેના ગ્રોથ પર પણ વિચારવા જણાવ્યું છે. હવેનો સ્ટાર્ટઅપ ગ્રોથ ઇલેકટ્રીક વ્હીકલ, અર્બન લોજીસ્ટીક્સ, ડ્રોન્સ અને નવી ટેકનોલોજી તેમજ ફાયનાન્સીયલ ટેકનોલોજી પર આઘારીત હોવા જોઇએ જેના કારણે સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ બધુ મજબુત બની શકે.
ચીનની બ્રાન્ડના ભારતમાં સ્ટાર્સ
ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધો વધી રહ્યા છે. જે કંપનીના તૈયાર શર્ટની કિંમત ૮૦૦૦ રૂપિયા છે અને જેના શૂઝની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા છે તે ચીનની અંતા ( છહાચ )સ્પોર્ટ કંપની દિલ્હીના ગુરૂગ્રામમાં પોતાનો સ્ટોર્સ ખોલવા જઇ રહી છે. સ્થાનિક કંપની સાથે ચીનની કંપનીની ફ્રેેન્ચાઇઝી છે. ૨૦૨૦માં પણ આ કંપનીએ ભારતમાં સ્ટોર્સ ખોલ્યો હતો અને પરંતુ ભારત અને ચીન વચ્ચેના મતભેદેાના પગલે સ્ટોર્સ બંધ કરવો પડયો હતો.

ન્યૂઝિલેન્ડ મોકલાતી ચીજો હવે 100 ટકા ડયૂટી ફ્રી
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ભારતથી નિકાસ થતી દરેક ચીજો પર ઝીરો ડયુટી લાગશે. બંને પક્ષે લાંબાગાળાના રોકાણ માટે પણ સમંતિ બતાવી છે. શિક્ષણ, ટેકનોલોજી, પરંપરાગત ઔષધો વગેરે માટે ખાસ આયોજન કરવામાં આવશે એમ કોમર્સ પ્રધાને કરારની જાહેરાત કરતાં કહ્યું હતું. ભારત સરકારે વિદેશી રોકાણ વધે તે માટે પ્રયાસ કર્યો છે. કેટલાક ક્ષેત્રોમાં ભારત ન્યૂઝિલેન્ડ સાથે પાર્ટનરશીપ પણ કરશે. ભારતના અમૃતકાળના સમયમાં ન્યૂઝિલેન્ડ દરેક ક્ષેત્રે ભારત સાથે ઉભું રહેશે. ન્યૂઝિલેન્ડે ભારતમાં છેલ્લા ૨૫ વર્ષમાં ૬૫૦ કરોડનું રોકાણ કર્યું છે. નવા કરાર હેઠળ તે આગામી ૨૫ વર્ષમાં ભારતમાં બે લાખ કરોડ રૂપિયા જેટલું રોકાણ કરશે.








