Magazines

પર્સનાલિટી ડેવલપમેન્ટ કેટલીક પાયાની વાતો

By GS Team
18 Nov 20194 mins read
This article was originally published on 18 Nov 2019
પર્સનાલિટી ડેવલપમેન્ટ કેટલીક પાયાની વાતો

પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધવાની તમન્ના દરેક જણને હોય. જે આ બાબતની ઉપેક્ષા કરે છે તેની બીજા લોકો અવગણના કરે છે. તમારું વ્યક્તિત્વ બીજાના પર પ્રભાવ પાડતું હોય તો લોકો આપોઆપ તમારી પ્રત્યે આકર્ષાશે. આ માટે તમારે અહીં જણાવેલી પાયાની વાતો યાદ રાખવી પડશે.

ત્વચાની કુરુપતાથી કેવી રીતે બચશો?
આપણે આપણા દેખાવ પ્રત્યે થોડા વધુ પડતા સભાન હોઇએ છીએ અને એ સાચું જ છે કે તમે સુંદર દેખાવ તો તમારો પોતાનો આત્મવિશ્વાસ વધી જાય છે. તેથી કંઇ નાની નાની કુરુપતા માટે બહુ ચિંતા કરવા જેવી નથી. ઘણીવાર તમને પોતાને અરિસાની તદ્દન નજીક જોતા ચહેરા પર જે ડાઘ, રુંવાટી કે બીજું કંઇ દેખાય તેની તરફ બીજાની દ્રષ્ટિ પણ હોતી નથી. તમે જ કહો તમે કેટલાં લોકોના ચહેરાને સાવ નજીકથી તાકી તાકીને જોયો? દૂરથી ખાસ કશું દેખાતું નથી. તમે જેની સાવ નજીક હો તો તે કદાચ એવી ક્ષુલ્લક બાબતોને ધ્યાનમાં પણ લેશે નહિં!

તેમ છતાં ત્વચા તમારા આરોગ્યનું પ્રતિબિંબ ઝીલે છે. જો તમે તંદુરસ્ત ન હો, તાજગીભર્યા ન હો, બરાબર ઉંઘ લીધી ન હોય.

કુટેવના શિકાર હો તો ચહેરો ચાડી ખાય છે. માવજતના અભાવનો એક આગવો દેખાવ થઇ જતો હોય છે. અને તેના પરિણામો પણ ક્યારેક ભોગવવા પડે છે. કેટલીક બેકાળજીના પરિણામો જોઇ શકાશે જેમ કે......

ખીલ ચહેરાને કુરુપને મનને લઘુગ્રંથિવાળો સંકોચવાળો બનાવી દે છે, ખાસ કરીને યુવાની, કિશોરાવસ્થા, પ્રૌઢાવસ્થામાં તે દોખાય છે પણ જેમની ત્વચા સ્નિગ્ધ વધુ છે તે ખીલના વધુ ભોગ બને છે.

ખીલ થાય ત્યારે સૌ પ્રથમ તેને હાથ ન લગાવો. ચહેરો દિવસમાં બે ત્રણ વખત ધૂવો. મેડીકેટેડ સાબુ એક વખત વાપરો. બાકી સાદો સાબુ વાપરો. બને તો હુંફાળું પાણી લો.

એન્ટી પિપલ ક્રીમ કે ઓઇમિન્ટ રાત્રે લગાવો. દેશી ઉપચારો પણ કરી શકાય જેમ કે કડવા લીમડાની પેસ્ટ, મુલતાની માટી, બાફેલી ડુંગળીની પોટલી.

સૌંદર્ય પ્રસાધનો વાપરતા હો તો બંધ કરો અથવા ''મેડીકેટેડ'' ક્રીમ લગાવી પછી મેકઅપ લગાવો. વાળ ચોખ્ખા રાખો. ખોડો ન થવા દો. એક વખત ચહેરા પર વરાળ લો. પેટ સાફ રાખો. ગળપણ અને સ્નિગ્ધ પદાર્થો ઓછા લો.

ખોરાકમાં લીલા શાકભાજી વધુ લો. પ્રવાહી લો ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીઓ મન શાંત રાખો મસાલાથી દૂર રહો.

ગુમડા અળાઇ
ગરમીમાં ગુમડા થવાના. વરસાદ પડતા પહેલા અવાઇ પણ થવાની. ગુમડામાં પરુ ભેગું થાય છે. તેની સાઇઝ ખીલ કરતાં મોટી હોય છે તે રક્તની શુધ્ધિનો અભાવ અને સ્વચ્છતાનો અભાવ સૂચવે છે.

ગુમડાને કાચું ફોડવા પ્રયત્ન ન કરવો. નહિતર ત્વચાનું ઉપલું પડ ખરાબ થાય છે. કુદરતી રીતે જ તેનું મોં બંધાવા દો. જાતે જ ફોડાવાથી ઓછી પીડા થશે તેના પર કોરા કપડાનો, બાફેલી ડુંગળીનો શેક કરી શકાય. હવાની આવનજાવન થાય તેવી પટ્ટી લગાવી શકાય.

ગુમડાને ફોડીને લોહી નીકળે તો ડાઘ પડી જાય છે. તેથી ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. અળાઇ માટે મુલતાની માટી, નાઇસીલ પાવડર અક્સીર છે. ઉપરાંત લીમડાનું ઊકાળેલું પાણી સ્નાનમાં લેવાથી ફાયદો થાય છે. અળાઇને ખણવી નહિં, માત્ર પાવડર લગાડવો. કોટનના વસ્ત્રો પહેરવા. લ્લી હવામાં જ રહેવું.

ખોડો
ખોડો પણ અસ્વચ્છતાના કારણે થાય છે. વાળની નીચલી સપાટીમાં થતો હોય છે. તેથી તેને સતત સાફ કરવાની જરૂર હોય છે. જો ત્વચા સૂકી હોય તો વધુ ઝડપથી દેખાય છે.

વાળ રોજ ધોવા, લીંબુ, દહીં, ગોળ, નીલગીરીનું તેલ ઉપરાંત ખોડાનો સાબુ કે શેમ્પુ વાપરવા.

તલ-મસા
તલ માટે કોઇ પ્રયોગ નથી. મસાને બળાવી શકાય છે. લોકલ નેસ્પેશિયા આપી તેટલા ભાગ પરથી ચામડી બહેરી કરી તેને આસાનીથી બાળી શકાય છે. કારણ કે તેે વધારાની ચામડી જ છે. બીજા ધરેલું પ્રયોગ હિતાવહ નથી. આ પ્રયોગ કે ઉપચાર પણ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઇને જ કરવો.

બિન ઉપયોગી વાળ
શરીર પર દેખાતા બિનજરૂરી રૂંવાટી કે વાળને દૂર કરવા જુદી જુદી પધ્ધતિ છે. બગલ કે ગુપ્તભાગના વાળ રેઝર અથવા ક્રીમથી સાફ કરી શકાય. અપરલીપ પર વેકસિંગ, થ્રેડીંગ પ્લકીંગ કરી શકાય. હાથ પગ પર વેક્સિંગ અસરકારક છે. બાકીની સાધારણ રુંવાટી માટે પ્યુમિક સ્ટોન અને કાયમી ઇલાજ માટે ઇલેકટ્રોલિસિસ કરાવી શકાય.

શરીરમાંથી વાસ આવવી
કેટલીક વ્યક્તિના શરીરમાંથી ગંધ આવે છે. જેને ''બોડી ઓડૉર'' કહે છે. ખાસ કરીને કેટલીક વ્યક્તિના શરીરમાંથી પરસેવાની વાસ આવતી હોય છે. તેનું કારણ પ્રશ્વેદ ગ્રંથિ છે. જે બગલમાં હોય છે. તે આવી વાસ પેદા કરે છે. પરસેવો લાંબા સમય સુધી પડયો રહેતા વાસ આવે છે. કેટલીકવાર ટેરિન,પોલિયેસ્ટર જેવા સિન્થેટીક કાપડ પરસેવો ચૂસી ન લેતા આવી ગંધ ઉત્પન્ન થાય છે.

વધુ વખત શરીર સ્વચ્છ કરો. ડીઓડોરન્ટ, ટેલ્કમ પરફ્યુમ વગેરેનાનો ઉપયોગ કરી શકાય. વસ્ત્રો બદલી નાખવા. બને ત્યાં સુધી રોજ સવારે સ્નાન કર્યા પછી પાવડર છાંટવો જોઇએ. તેમજ કાંદા, લસણ, મરીમસાલા ઓછાં ખાવા જોઇએ.