Magazines

સૂવાની સ્ટાઈલ દર્શાવે છે વૈવાહિક જીવનની સફળતા

By GS TEAM
18 Aug 20255 mins read
સૂવાની સ્ટાઈલ દર્શાવે છે વૈવાહિક જીવનની સફળતા

એકબીજાને આલિંગનમાં લઇને સૂવું, એકબીજાના એટલા નજીક સૂવું કે વચ્ચેથી હવાને પણ પસાર થવાની જગ્યા ન રહે અને બે શરીર એક જાન બની જાય. આ સુખી અને સફળ દાંપત્યજીવનની નિશાની છે. આમ તમારા સૂવાનો ઢંગ તમારે વિષે તેમ જતમારા વૈવાહિક જીવન સંબંધી કેટલીક સચ્ચાઇની ચાડી ખાય છે. 

દંપતિની સૂવાની સ્ટાઇલ તેમના વૈવાહિક જીવનની સફળતાની ચાડી ખાય છે. માન્યમાં આવે ખરું? નજ આવે. પરંતુ આ લેખ વાંચીનેતમારો ભ્રમ દૂર થઇ જશે. એકબીજાને આલિંગનમાં લઇને સૂવું, એકબીજાના એટલા નજીક સૂવું કે વચ્ચેથી હવાને પણ પસાર થવાની જગ્યા ન રહે અને બેશરીર એકજાન બની જાય. આ સુખી અને સફળ દાંપત્યજીવનની નિશાની છે. આમ તમારા સૂવાનો ઢંગ તમારે વિષે તેમ જતમારા વૈવાહિક જીવન સંબંધી કેટલીક સચ્ચાઇનીચાડી ખાય છે. લગ્નજીવનનો સમય વિતતો જાય છે તેમતેમ સૂવાના ઢંગમાં પણ ફેર પડતો જાય છે. પરંતુ તે હંમેશા તમારી લાગણીને રજૂ કરે છે.

- સ્પૂન પોઝીશન

એકદમ નજદીક, એકદમ સુરક્ષિત, લગ્ન પછીના ત્રણ-ચાર મહિના દરમિયાન પતિ-પત્ની સાધારણ રીતે આજ સ્થિતિમાં સૂવેછે. એમાં મોટેભાગે પુરુષજસ્ત્રીને પોતાના આલિંગનમાં લે છે. સ્ત્રી પુરુષની એકદમ લગોલગ પોતાના શરીરનો પાછલો હિસ્સો પુરુષને અડકાડીને સૂએ તો પતિ-પત્નીને સુખ અને સુરક્ષાનો અનુભવથાયછે.

લગ્ન પછી શરૂઆતના દિવસોમાં પતિ-પત્ની આરીતે જસૂએ છે. પરંતુ લગ્ન થયે ઘણા વર્ષો પસાર થઇ ચૂક્યા છે એમ સમજી તમારે આ મુદ્રા છોડી દેવી ન જોઇએ. પતિ- પત્ની વચ્ચે આત્મિયતાનો અનુભવતો કાયમ રહેવો જ જોઇએ.

- હનીમૂન પોઝીશન

એકબીજાત૨ફ મોંફેરવી, એકબીજાની આગોશમાં એકબીજાને અડીને સૂવાની પદ્ધતિને હનીમૂન પોઝીશન કહે છે. પૂરી રાત સુધી આ મુદ્રામાં સૂવાની તકલીફ પડે છે. મોટેભાગે આ પોઝીશનમાં પતિ-પત્ની સહવાસપૂર્વ કે પછી સૂએ છે. કેટલાક પતિ-પત્ની વર્ષો સુધી આ જ મુદ્રામાં ઉંઘે છે. પરંતુ આમ સૂવામાં બન્નેમાંથી એક સાથીને તકલીફ પડતી હોય તો તેણે ખુલ્લા મને આની ચર્ચા બીજા સાથી સાથે કરવી અથવા તો રાત્રિની શરૂઆતમાં થોડો સમય આ મુદ્રામાં સૂઇ પછી પોતાને મનગમતી પોઝીશનમાં સૂઇ જવું.

- સિંગલ પોઝીશન

આ મુદ્રામાં એક સાથી, મોટેભાગેપતિ, ચહેરોઉપર કરી સૂએછે આને રોયલ પોઝીશન પણ કહે છે. આ મુદ્રા અહમ અને અધિકારભાવ પ્રગટ કરેછે. જો કે પત્ની પર પીઠને આધારે જ સૂએ છે પરંતુ તેનું માથું પુરુષના ખભા પર હોય છે. આ પદ્ધતિથી તે પતિને જણાવવા માગે છે કે પોતાના પતિ પર અવલંબે છે અને દરેક મામલામાં પતિને પગલે પગલે ચાલી ખરા અર્થમાં તેની અર્ધાંગિની સાબિત થવા માગેછે. દુનિયાને પતિની નજરેથી જોઇ તેને દોસ્તી અને સલામતીનો અનુભવ થાયછે અને તે પોતાજ્ઞાી જાતને ખૂબ જ મજબૂત માને છે. મોટાભાગના દંપતિઓ આ જ મુદ્રામાં સૂવાનું પસંદ કરે છે. કારણ કે લગ્નના જીવનની શરૂઆતના દિવસોમાં તેમને વફાદારીની અનુભૂતિ થાયછે અનેતેમને એકબીજા પર ભરોસો ઉત્પન્ન થાય છે. ચહેરો ઉપર કરીને સૂવામાં તકલીફ પડે પરંતુ પતિની નજદીકીનોલાભલેવો હોયતો તમારા અંગથી પતિના જીસ્મને ઢાંકી ચહેરો નીચે તરફ કરીને સૂઇ શકોછો. આમ મીઠા મૌન સંદેશા દ્વારા પતિને કહો છો ''હું ઉંઘમાં પણ તારી તરફ પૂરેપૂરું ધ્યાન આપવાનો પ્રયત કરું છું.''

- સ્વીટહાર્ટક્રેડલ પોઝીશન

આ સિંગલ પોઝીશનથી બહેતર મુદ્રા છે. કારણ કે આમાં પત્ની પતિની બાહોંમાં સમાઇ જાય છે. જ્યારે છે સિંગલ પોઝીશનમાં માત્ર પતિના ખભાનો જ સહારો મળે છે. પરિણામે આ મુદ્રામાં પત્ની પતિની ઉદારતા અને પ્યારભરી સોગાદ મેળવે છે. ખાસ કરીને મુશ્કેલીના સમયે આ મુદ્રા મનને પરમ શાંતિ આપે છે.

- લુઝલીટેર્ડ પોઝીશન

નવા નવા જીવનસાથી હંમેશા પોતાના સાથી સાથે ઐક્ય સાધવા પોતાની પસંદગીની મુદ્રા ત્યાગી છે કે લગ્નના પાંચ-છ વર્ષ પછી પતિ-પત્ની પોતાને સુરક્ષિત માનવા લાગે છે એટલે બિછાના પર બન્ને વચ્ચે થોડું અંતર તેમને ભય પમાડતું નથી. મોટેભાગે બન્ને પોતા વચ્ચે થોડું અંતર રાખીને સૂએ છે. ભાવાત્મક સેતુ સાંધવા માટે હાથ, ઘૂંટણતથા પગનો સ્પર્શ બસ છે. આ એક સ્નેહભરી મુદ્રા છે. આમાં કામવાસનાને કોઇ સંબંધ નથી

- લેગહગ

કેટલાક દંપતિને સીધો શારીરિક સંપર્ક સ્થાપિત કરવો ફાવતો નથી. તેનો અર્થ એ નથી કે તેઓ શારીરિક સ્પર્શથી દૂર ભાગે છે. પત્નીના પગના પંજા અથવા પગ અચાનક પતિના પંજા અથવા પગને સ્પર્શ અથવા પત્નીના પગ પતિના પગ પર પડે તો એનો અર્થ એ થાય છે કે બન્નેમાંથી કોઇ પ્યારનો એકરાર કરવામાં શ૨મ અનુભવે છે.

અથવા તો જાણી જોઇને આ વાત જાહેર કરવા માગતા ખાસ કરીને પતિ-પત્ની વચ્ચેના ઝઘડા પછી આપોઆપ આ મુદ્રા આવી જાય છે. આ મુદ્રા એક સ્વસ્થ મૈત્રીનો સંકેત છે. પતિ-પત્ની પગમાં પગ ભેરવીને સૂવે તે ઓળખ, આરામ અને સાહસ પણ હોઇ શકે છે. ઝઘડા પછી પણ તમે એકબીજાનો સાથ અને પ્યાર તો ઝંખો જ છો.

- પરસ્યુટ પોઝીશન

સૂવાનો આ ઢંગ દાંપત્ય જીવનના ખટરાગ અને દૂરીનેજાહેર કરેછે. એટલે કે અસહમતિ પછી પતિ કદાચ અચાનકપોતાનું મોં ફેરવી બિસ્તરના બીજા કિનારા પર જાય છે અને ફ્રીઝ મેન્ડેવર પણ કહે છે. એ પછી ઉંઘમાં પત્ની તેનો પીછો કરી એની પાસે સરકીને જાય તો તેને ઇલ્લીગલ સ્પનિંગ કહે છે.

મનોચિકિત્સકના જણાવ્યા પ્રમાણે હકીકતમાં પોતાને દૂર હટાવી લેનાર વ્યક્તિ અંતરથી ઇચ્છે છે કે તેનો સાથી તેને અનુસરે. એનું દૂર ખસવું એ એક પ્રકારનું આમંત્રણ છે.

- ઝેન સ્ટાઇલ

લગ્ન પછી સમય પસાર થતો જાય છે તેમ તેમ પતિ પત્નીમાં ઉંઘવા સંબંધી પ્રાઇવસી રાખવાની વૃત્તિ વધતી જાય છે. આનું કારણ એ છે કે બન્ને એકબીજાની નજદીકીની અનુભૂતિ થઇ જાય છે અને તેને જાહેર કરવાની જરૂર રહેતી નથી.

- ક્લિફ હેંગર

પતિ અચાનક જ પીઠ ફેરવી પથારીના બીજા ખૂણા પર ખસી જાય અને પત્ની તેની નજીક આવવાનો પ્રયત્ન કરે છે કે નહીં તેની પરવાન કરે તો પત્નીએ સમજી જવું કે પતિ તેનાથી દૂર જવા પ્રયત્ન કરે છે. આથી તેનું આ વર્તન કયા કારણે છે તે જાણવાનો પ્રયત્ન કરવો. એમ પણ હોઇ શકે છે કે ઉંઘમાં નસકોરા બોલાવવાને કે દાંત ખટખટાવવાને કા૨ણે નિંદ્રામાં ખલેલ પડવાને કારણે પતિ આ રીતે સૂતો હોય.

- ક્રેબ પોઝીશન

તમારો સાથી એક અજીવ મુદ્રામાં સૂતો હોય એટલે કે તેના શરીરની અડધો હિસ્સો પલંગ નીચે લટકતો હોય જેવી રીતે તમે એકબીજાથી દૂર ભાગી રહ્યા હો અથવા એકબીજાથી વિરુદ્ધ દિશામાં સફર કરી રહ્યા હો તો સાવધાન થઇ જાવ. તમારો સાથીતમારાથી અલગ થઇ જવાનો વિચાર કરી રહ્યો છે. આ લગ્ન જીવનમાં ભંગાણ પડવાના એંધાણ છે. પરંતુ આ અંગે ઉતાવળિયો નિર્ણય લેવો નહીં.

પરંતુ અસંતોષના બીજા લક્ષણો ન હોય તો સંબંધોમાં તિરાડ પડી ગઇ હોવાનો ઝડપી નિર્ણય લેવો નહીં. તમારા બન્ને વચ્ચે મતભેદ ન હોય તો કોઇ પણ નિષ્કર્ષ પર પહોંચવું નહીં.

માનસિક રીતે પણ ક્યારે પતિ-પત્ની એકબીજાની નજદીકી પસંદ કરે છે તો ક્યારેક અંતર અને ક્યારે નાવિન્ય માટે પણ થોડો બદલાવ લાવે છે.