Magazines

વિશ્વની અને ભારતની ઈલેક્ટ્રિક કાર યુવાનોને આકર્ષે છે..!

By GS Team
14 Dec 20192 mins read
This article was originally published on 14 Dec 2019
વિશ્વની અને ભારતની ઈલેક્ટ્રિક કાર યુવાનોને આકર્ષે છે..!

ઈલેક્ટ્રિક કાર તરફ ઉત્પાદકોનું ધ્યાન ગયું છે અને બજારમાં ફરી ઈલેક્ટ્રિક કારનું આગમન શરૂ થયું છે. વૈશ્વિક કક્ષાએ ૮-૧૦ કાર ધ્યાનપાત્ર બની છે.

ટેસ્લાનો મોડેલ એક્સ એક સરસ કાર છે. ડ્રાઈવિંગની મજા છે જો કે ધારો એટલી આકર્ષક લાગતી નથી. તેના ફાલ્કન ડોર આકર્ષણ છે. ૪ ડબલ્યુડી કાર સાત પેસેન્જર બેસાડી શકે છે. પરંતુ પરંપરાગત એસયુબી નથી. તે હેચબેક વધુ લાગે છે યુકે હાલમાં બે ઈલેક્ટ્રિક મોટર્સ વાપરે છે. તે ૪ સેકન્ડમાં ૬૦ માઈલની ઝડપ મેળવી શકે છે.

નિસાન લીફ બીજી આકર્ષક કાર છે. સાયલન્ટ, સ્મુધ અને સરળ કાર છે. હ્યુન્ડાઈની આઈકોનિક ઈલેક્ટ્રિક ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે. તે ૧૧૮ બીએચપી પાવર ધરાવે છે. ૧૦ સેકન્ડમાં ૬૨ની સ્પીડ મેળવે છે. મહત્તમ ૧૭૪ માઈલની રેન્જ મેળવી શકે છે.

રિનોલ્ટ ઝુ એક સ્ટાઈલિશ કાર છે તે એક એન્ટ્રી લેવલની કાર છે.

બીએમડબલ્યુ ૧૩ શ્રેષ્ઠ પ્રિમિયમ નાની કાર છે. થોડી મોંઘી છે.

આઉડી ઈ ટ્રોન મનમાં વસી જાય એવી કાર છે. બ્રાન્ડ જાળવી રાખનારી કાર છે.

આજકાલ વિદેશમાં હ્યુન્ડાઈ કોના ની ચર્ચા છે ૩૦૦ માઈલની રેન્જ અને નાની એસયુવી એટલે સૌને ગમે વળી ૩૦,૦૦૦ પાઉન્ડથી ઓછી કિંમત એટલે થોડું આકર્ષણ કિંમતનું પણ ખરું.

ટેસ્લાનો મોડેલ એસ સ્પોર્ટી લાગે છે. ખૂબજ ઈમ્પ્રેસિવ કાર છે.

જેગ્યુઆર આઈ પેસ આકર્ષક ઈલેક્ટ્રિક કાર છે. ઝડપી છે અને છટાદાર છે. ટેસ્લા મોડેલ ૩ એક એફોર્ડેબલ કાર છે. એક સારી ઈજનેરીૅ ધરાવતી આ કાર ટોપ પ્રાયોરિટીમાં આવે છે.

આ ઉપરાંત ફોક્સવેગન આઈડી.૩, પોર્શ ટેકાન, વોકઝાલની કોરસા, મિનિ ઈલેકટ્રિક, બીએમડબલ્યુ સીઈ૩, મર્સિડિઝ ઈક્યુસી, હોન્ડા ઈ પણ વૈશ્વિક કક્ષાએ ધૂમ મચાવતી ટોપ-૧૦ કાર છે.

ભારતમાં પણ બે-ત્રણ કંપનીઓ ઈ-કાર લઈને આવી રહી છે. હ્યુન્ડાઈ કોના, મહિન્દ્રા વેરિટો, ઈ-૨૦, ટાટા ટિગોર વગેરે ઈલેક્ટ્રિક કાર મોંઘી હોવા છતાં પ્રદૂષણ પ્રેમીઓ અપનાવશે. મહિન્દ્ર અને ટાટાની ઈલેક્ટ્રિક ૧૦ લાખની અંદર હોવાથી એના તરફ લોકોનું ધ્યાન વધુ રહેશે છતાં હ્યુન્ડાઈ બ્રાન્ડે જે મજબુત પકડ આપી છે તે જોતાં યુવાનો કોના પ્રત્યે વિશેષ ઝુકે તો નવાઈ નહિ..!!