પાણીપુરી ત્રિકોણ કે ચોરસ કેમ નથી હોતી?

- સ્કવેર કટ-અધીર અમદાવાદી
= પાણીપુરી ત્રિકોણ કે ચોરસ કેમ નથી હોતી?
- મીતેષ શાહ, વડોદરા
- તમે સ્ટાર્ટઅપ કરો.
= પેટ્રોલ બચાવવા તમે શું ઉપાયો કરો છો?
- ધીરેન ધોળકિયા, અમદાવાદ
- વિમાનમાંથી નીચે નહીં, નીચેથી વિમાનને જોઉ છું.
= મોબાઇલ એક ઝાટકે છોડવાનો ઉપાય?
- નરેશભાઈ પરમાર, ભરૂચ
- નદી કે તળાવકાંઠે જઈને.
= આજકાલ લવમેરેજમાં છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું હોય એવું નથી લાગતું?
- ધવલ જે સોની, ગોધરા
- તમે આંકડાશાસ્ત્રી છો કે એમ જ ધારણા કરી?
= સરકાર બધી જ કામગીરી શિક્ષકોને જ કેમ સોંપે છે?
- અ. રહેમાન ઈબ્રાહીમ બોગલ, ગોધરા
- સુવાચ્ય અક્ષર.
= સ્ત્રીઓ પાણીપૂરી જોઈને ખુશ થાય તો પુરુષો શું જોઈને હરખાય?
- ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ, મધવાસ (લુણાવાડા)
- પાણીપૂરી ખાતી સ્ત્રીઓને જોઈને. ભોળુંડા.
= ફાંદના કોઈ ફાયદા ખરા?
- બી. એન. કોશ્ટી, દાહોદ
- હું તો મોબાઈલનો સ્ક્રીન પૉલિશ કરું છું.
= ઘરથી બે કિમી દૂર પાર્ક/રિવરફ્રન્ટ કાર લઈ ચાલવા જતાં વ્યક્તિને શું કહેવું?
- નૈષધ અંતાણી, ભુજ
- કાર્બન્ધાણી.
= તમે શેરબજારનું કરો છો?
- મુકેશ શાહ, સુરત
- એનાથી વિપરીત થાય છે.
= પ્રેમિકા કેવી રીતે પ્રસન્ન થાય?
- લલિત ઇન્દ્રવદન દોશી, કરજણ
- કોની, પોતાની કે બીજાની?
= ઉનાળામાં પાણી બચાવવા શું કરાય?
- કૌશલ પ્રજાપતિ, અમદાવાદ
- આખા દૂધની ચા પીવો. રહેવા દો, તમે પણ અમદાવાદી જ છો.
= રિલ્સ જોઈને બુધ્ધિ વધે ખરી?
- વિપુલાબેન મકવાણા, રાજકોટ
- તમને મારી વધી હોય એવું લાગ્યું?
= ઈશ્વર તમને કોઈ એક(જ) વરદાન માંગવાનું કહે તો તમે કયું માંગો ?
- અજય જોષી, નાસિક
- મૂર્ખાઓ મારાથી ૫ કિમી છેટા રહે.
= વાઈફ અને વાઈરસમાં શું ફેર?
- જીતુભાઈ ગોસ્વામી, જુનાગઢ
- વાઈરસની અસર ઉતરે પણ ખરી.
= દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીએ,પણ ક્યાં સુધી?
- અમૃત સોલંકી, બોટાદ
- ગ્લાસમાં હોય ત્યાં સુધી.
= પૈસા ઝાડ પર કઈ રીતે ઉગાડાય?
- પાર્શ્વ શાહ, ભાવનગર
- આવા ઉપાયો પાકિસ્તાનવાળા કરે.
= મોંઘું શું પડે, બે કાર કે બેકાર?
- રોહિત દરજી 'કર્મ', હિમ્મતનગર
- બેકારને કાર.
= ચા પૃથ્વી પરનું અમૃત છે, તો ઝેર શું છે?
- વિપુલ રાવળ, ગાંધીનગર
- શરબત જેવી ગળી ચા.
= દોસ્તાર પાસેથી રૂપિયા કેવી રીતે ઉઘરાવવા?
- ઉત્સવ સુતરિયા, સુરત
- તમે પહેલાં મારુ ઉધાર ચૂકવો પછી ઉપાય બતાવું.
= તમે વડાપ્રધાનના કહેવાથી કઈ ચીજનો ત્યાગ કર્યો?
- જ્યોતિષ પાઠક, વડોદરા
- મર્સિડિસ, બીએમડબલ્યુ, રોલ્સ રોયસમાં મુસાફરી કરવાનો.
= સામ્યવાદ, સમાજવાદ, તકવાદ, પ્રાંતવાદ, નક્સલવાદ, સગાવાદ અને જ્ઞાતિવાદ ખબર છે. પણ લતીફ અને માવલંકરને જીતાડનાર અમદાવાદમાં શું છે?
- જય લંગાળીયા, ભાવનગર
- આ બધા વાદથી ઉપરનો પ્રગતિવાદ.








