રશ્મિકા મંદાના અને ક્રીતિ સેનનોે સોશિયલ મીડિયા પર થયો મુકાબલો થયો

- આ સાથે જ રશ્મિકાએ ચાહકોને તેનું ગીત 'તુઝકો....' રિલીઝ થાય ત્યારે તેને સમર્થન આપવા પણ કહ્યું. ક્રીતિ સેનને આ રહસ્યમય ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સાથે પ્રતિક્રિયા આપી જેમાં લખ્યું હ તું, 'માશુકા....' ને પહેલા કેરી ગમે છે, ખાટી દ્રાક્ષ નહીં.'
'કોટેઈલ-૨' ફિલ્મના ગીતો અંગે અભિનેત્રી રશ્મિકા મંદાના અને ક્રીતિ સેનન વચ્ચે સોશિયલ મિડીયા પર એક મુકાબલો જામી ગયો છે. બેશક, આ મુકાબલો બહુ ગંભીર તો નથી જ. પણ બંને વચ્ચે ચડસાચડસી છે, એ વાત તો પુરવાર થઈ જાય છે. બન્યું એવું કે તાજેતરમાં જ ફિલ્મેકરોએ 'માશુકા..... ' ગીતને રિલીઝ કર્યું, જેમાં ક્રીતિ સેનન અને શાહિદ કપૂર છે. જો કે આ પહેલા જ તેમણે સ્પેશિયલ લિસનિંગ ઈવેન્ટનું આયોજન કર્યું અને બંને ગીતો 'માશુકા....' અને 'તુજ કો .....' મીડિયા અને ફેન્સ માટે વગાડયા હતા, જેમાં રશ્મિકા મંદાના અને શાહિદ કપૂર છે.
આ સાથે જ ઈવેન્ટમાં હાજર રહેલા લોકોને એ ગીતો માટે તમનમા મત આપવા કહેવામાં આવ્યું. આ ગીતોમાંથી એકને તેઓ પહેલા રિલીઝ કરવા માગતા હતા. હા, આ સ્પર્ધામાં 'માશુકા....' ગીતને થોડા વધુ મતો મળ્યા અને તેને મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું. આમ છતાં, બાદમાં રશ્મિકા મંદાનાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એવું જણાવ્યું કે મતદાનમાં 'હેરાફેરી' હતી. કારણ કે ઘણા મીડિયાના સભ્યો કામમાં વ્યસ્ત હતા. અને મતદાન કરી શક્યા ન હતા. આ સાથે જ રશ્મિકાએ ચાહકોને તેનું ગીત 'તુઝકો....' રિલીઝ થાય ત્યારે તેને સમર્થન આપવા પણ કહ્યું. ક્રીતિ સેનને આ રહસ્યમય ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સાથે પ્રતિક્રિયા આપી જેમાં લખ્યું હ તું, 'માશુકા....' ને પહેલા કેરી ગમે છે, ખાટી દ્રાક્ષ નહીં.' થોડા સમય પછી રશ્મિકા મંદાનાએ 'આકસ્મિક રીતે 'સોશિયલ મીડિયા પર એક ટૂંકી ઝલક શેર રી, તેની કેપ્શનમાં લખ્યુ ંહતું, 'ઓપ્સ...!'









