Magazines

મીઝાન જાવેદ જાફરી ઓડિશન્સ આપતા થાકતો નથી

By GS TEAM
11 Dec 20252 mins read
મીઝાન જાવેદ જાફરી ઓડિશન્સ આપતા થાકતો નથી

- હું 'રોકસ્ટાર' અને 'જબ વી મેટ' બનાવનાર ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીને ઘણી વાર ઓડિશન આપી ચુક્યો છે. હા, મેં 'ચમકીલા' માટે પણ ઓડિશન આપ્યું હતું, પણ હું એકેયમાં સિલેક્ટ ન થયો...' 

સિનિયર એક્ટર જાવેદ જાફરીનો પુત્ર મીઝાન જાફરી ધીમે ધીમે બોલિવુડમાં કાઠુ કાઢી રહ્યો છે. હમણાં એણે 'દે દે પ્યાર દે-૨'માં પોતાના પરફોર્મન્સથી દર્શકોના દિલ ખુશ કરી દીધા હતા. પોતે એક ફિલ્મી પરિવારમાંથી આવતો હોવા છતાં મીઝાન સ્ટ્રગલ કરવામાં પાછો નથી પડતો. હમણાં એણે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં એ વિશે વાત કરતા કહ્યું કે હું 'રોકસ્ટાર' અને 'જબ વી મેટ' ફેમ ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીને ઘણી વાર ઓડિશન આપી ચુક્યો છે. એમાં એમની ફિલ્મ 'ચમકીલા'નો પણ સમાવેશ છે. પરંતુ હું એમાં સિલેક્ટ ન થયો અને પંજાબી સિંગર 'અમર સિંહ ચમકીલા'નો રોલ દલજિત દોસાંજને ફાળે ગયો હતો.

વરિન્દર ચાવલાના પોડકાસ્ટમાં ભૂતકાળનો એ પ્રસંગ યાદ કરતા જુનિયર જાફરી કહે છે, 'ઇમ્તિયાઝ સર માટે મેં અનેક વાર ઓડિશન્સ આપ્યા છે. એમાં એક ચમકીલાવો લીડ રોલ પણ હતો. મેં પુરી તૈયારી સાથે સરદારજી જેવી પાઘડી પહેરી ઓડિશન આપ્યું હતું. મેં 'અમર  સિંહ ચમકીલા'નું એક પંજાબી ગીત પણ મોઢે કરી લીધું હતું. પરંતુ એ રોલ માટે એકદમ સૂટેબલ એક્ટર (દલજિત)ને પસંદ કરાયો. ઠીક છે પણ મેં દિલથી ઓડિશન આપ્યું એનો સંતોષ છે. આ રીતે હું બીજા  રોલ્સ માટે પણ ઓડિશન્સ આપતો રહીશ કારણ કે એક એક્ટર તરીકે મારું એ કામ છે, જે મને ખરેખર ગમે છે.'

'ચમકીલા'ના પાત્ર માટે દલજિતથી પસંદગી વિશે વાત કરતા મીઝાન વધુમાં કહે છે, 'ઈમ્તિયાઝ ચોઈસ પરફેક્ટ પુરવાર થઈ. દલજિતજીને પંજાબી આવડે છે અને તેઓ એ પ્રદેશમાંથી જ આવે છે. એમણે ફિલ્મમાં ખરેખર કમાલ કરી છે. એટલે જ તો તેઓ ઍમી એવોર્ડ' માટે નોમિનેટ થયા.'

દલજિત દોસાંજનું ૫૩માં ઇન્ટરનેશનલ ઍમી એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેશનલ થયું હતું. પરંતુ એ એવોર્ડ એક સ્પેનિશ એક્ટરને ફાળે ગયો હતો.