Magazines

બજારની વાત .

By GS TEAM
27 Apr 20264 mins read
બજારની વાત                                                                           .

ડાયટ કોકની અછત અને અખાતી યુધ્ધ

... આજ કાલ ડાયટ કોકની અછત જોવા મળે છે. ક્વિક કોમર્સ પર પણ ડાયટ કોક અદ્રશ્ય થઇ ગયા છે. એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ચમકતા ટીનમાં આવતા ડાયટ કોકની અછત સર્જાઇ છે.  આ સુગર ફ્રી ડ્રીંક ડાયટ કોકમાં વપરાતા ઇન્ગ્રેડીયન્ટની અછત નથી કે નથી તો ડાયટ કોકનું ઉત્પાદન બંધ થયું. પરંતુ અહીં પણ અખાતી યુધ્ધ આડે આવ્યું છે. ડાયટ કોકના ટીન માટેે વપરાતું એલ્યુમિનિયમ અખાતી યુધ્ધના કારણે અટવાયું છે. મોટા ભાગના કોલ્ડ ડ્રીંક્સ વગેરે પ્લાસ્ટીક બોટલને ઉપયોગ કરે છે જ્યારે ડાયટ કોક સ્પેશ્યલ પ્રકારના પાતળા એલ્યુમિનિયમમાંથી  બનાવાય છે. એક તરફ એલ્યુમિનિયમની કિંમત વધી છે તો બીજી તરફ સપ્લાય અટવાયો છે. 

વિરાટ કોહલી બ્રાન્ડની અસર

બેંગલુરૂમાં One8 Commune’નામની રેસ્ટોરાં ધૂમ ચાલતી હતી. લોકો ત્યાં લાઇનમાં ઉભા રહેતા હતા. ત્યાં જમવાનું ટેસ્ટી હતું તે તો ઠીક પણ દેશના સૌથી પ્રિય ક્રિકેટર વિરાટ કોહલીની તેમાં ભાગીદારી હતી. લોકો તેને વિરાટ કોહલીની રેસ્ટોરાં તરીકે ઓળખતા હતા. ચિન્નાસ્વામી સ્ટેડીયમ નજીક આવેલી આ રેસ્ટોરાં ટ્રાયો હીલ હોસ્પિટાલીટી દ્વારા ચલાવવામાં આવતી હતી. વિરાટ કોહલીએ તેમાંથી પોતાનો હીસ્સો અને  બ્રાન્ડ નેમ પાછું ખેંચી લેતા રેસ્ટોરાંની પનોતી શરૂ થઇ છે. રેસ્ટોરાં ચલાવનારાના માથે  છ મહિનાનું ભાડું ચઢી ગયું છે અને બે કરોડથી વધુનું દેવું થઇ ગયું છે. ત્યાં ફાયર સેફ્ટીના ધાંધીયા પણ છે. મૂળવાત એ છે કે વિરાટ કોહલીનું નામ ખેંચી લેવાતા રેસ્ટોરાંને તાળા મારવા પડયા છે.

આશ્ચય જનક પાર્સલ

નવી સવલતોનો લોકો કેવો ઉપયોગ કરે છેે તેનું એક ઉદાહરણ અહીં આપ્યું છે. રેપીડો પર લોકો પોતાની ચીજો નાના પેકેટ બનાવીને અન્ય સ્થળો પર મોકલે છે. મોટા શહેરોમાં રૂબરૂ જવું તેના બદલે સામાન્ય પાર્સલ બનાવીને લોકો ડિલીવરી સ્વિકારવા લાગ્યા છે. અનેક લોકો જમવાનું ટિફીન પણ રેપીડો મારફતે મંગાવે છે. લોકોને સર્વિસ ફાવી ગઇ છે. પરંતુ એક ગ્રાહકે રેપીડો પર પોતાના પાર્સલની ડિલીવરી બુક કરાવી હતી . જેમાં પાર્સલ રૂપે પોતાનો પેટ ડોગની પાર્સલ ડિલીવરી સોંપી હતી. આ પાર્સલ  એટલે બ્લેક લેબ્રાડોરને પહોંચાડવાનો હતો. પાર્સલ ડિલીવર કનારે પોતાની બાઇક પર આગળ બેસાડેલું બ્લેક લેબ્રાડોર પણ વિડીયોમાં બતાવ્યું છે. લેબ્રાડોરનું પાર્સલ જોનારા સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

નિતા અંબાણી સાડી સંસ્કૃતિના રક્ષક

રીલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નિતા અંબાણી વૈશ્વિક તખ્તા પર પણ ભારતની સંસ્કૃતિ સમાન સાડી પહેરીને બેસે ત્યારે દેશભરમાં તેમની પ્રશંસા થાય તે સ્વભાવિક છે. ન્યુયોર્ક ખાતેની ટાઇમ ૧૦૦ સમિટમાં લીડરશીપ લેન્સના મુદ્દે તેમણે ટાઇમના સીઇઓ જેશિકા સિબલી સાથે ચર્ચા કરી તે દરમ્યાન નિતા અંબાણીએ પહેરેલી સાડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તે  બંગાળની અદ્દભૂત ટ્રાઇબલ લોેર જામદાની સાડી તરીકે ઓળખાય છે.પદ્મશ્રીનો ખિતાબ મેળવનાર બિરેન કુમાર બાસકે ફૂલિયા ખાતે તેને હાથવણાટથી તૈયાર કરી હતી. આ માસ્ટર પીસ બનાવતા  બે વર્ષનો સમય લાગ્યો હતો. આ છ ગજની સાડીની કિંમત રૂપિયા પાંચ લાખની આસપાસ છે. વૈશ્વિક તખ્તા પર  એશિયાના અબજોપતિના પત્ની અને  સેલિબ્રિટી સાડી પહેરીને બેસે તે પણ પ્રશંસાને પાત્ર છે.

કેદારનાથમાં પાણીની બોટલના ૧૦૦ રૂપિયા..

કેદારનાથની જાત્રા શરૂ થઇ ગઇ છે ત્યારે ઉપર સ્થાનિક દુકાનદારો વધુ ભાવ લઇને લોકોને ચીરતા હોવાની બૂમ ઉઠી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે અમારે ઠેઠ તળેટીમાંથી માલ ઉપર ચઢાવવો પડે છે  અને તેની મજૂરી પેટે તગડી કિંમત ચૂકવવી પડે છે. પ્રવાસીઓ કહે છે કે ૧૦૦ રૂપિયાની પાણીની બોટલ પરવડે એવી નથી હોતી તે તો ઠીક પણ તેની અછત પણ હોય છે. સત્તાવાળાઓેએ પાણીની સવલત ઉભી કરી હોત તો લોકો દુકાનામાંથી પાણી ના લેત. સરકારે ઉભી કરેલી પરબોમાં પાણી નથી હોતું. ઘણીવાર એમ લાગે છેકે સ્થાનિક દુકાનદારોને કમાણી થાય તેવા પ્લાન હેઠળ પાણી જેવી સવલતો અપાતી નથી. પ્રવાસીઓ સાથે પાણી લઇને જવાનું સૂચવવામાં આવે છે.

નિતી આયોગ હવે અશોક લહેરીના હાથમાં 

નિતી આયોગના આગામી વાઇસ ચેરમેન તરીકે અશોક લહેરીને નિમવામાં આવ્યા છે. આ મહિનાના અંતમાં સુમન દુબે નિવૃત્ત થતા હોઇ તેમની જગ્યા અશોક લહેરી સભાળશે. સરકાર તેમજ ખાનગી કંપનીમાં કામ કરવા ઉપરાંત રાજકારણનો બહોળો અનુભવ લહેરી ધરાવે છે. ૧૯૮૦ના દાયકામાં તેમણે ઇલેક્શનના એનાલીસીસ માટે પ્રણવ રોય અને ડેવીડ બટલર સાથે કામ કર્યું હતું. ઇન્ટરનેશનલ મોનીટરી ફંડમાં તેમણે સિનીયર લેવલે કામ કર્યું હતું.૧૯૯૮થી ૨૦૦૨ સુધી તેમણે નેશનલ ઇન્સટીટયુટ ઓફ પબ્લીક ફાયાનાન્સના ડાયરેક્ટર તરીકે કામ  કર્યું હતું. અટલ બિહારી વાજપેઇની સરકારમાં ૨૦૦૨માં તે ૧૨માં ચીફ ઇકોનોમીક એડવાઇઝર કરીકે નિમાતા લોકોની નજરમાં આવ્યા હતા.