Magazines

આજ હરિરસની હેલી છલકાવીએ, હૃદય મંદિરમાં પ્રભુને પધરાવીએ,

By GS TEAM
16 Oct 20251 min read
આજ હરિરસની હેલી છલકાવીએ, હૃદય મંદિરમાં પ્રભુને પધરાવીએ,

આજની ઘડી તે રઢિયામણી,

કરીએ નવા વર્ષની વધામણી, 

આજની ઘડી તે રઢિયામણી..,

આજ હરિરસની હેલી છલકાવીએ, 

હૃદય મંદિરમાં પ્રભુને પધરાવીએ,

આજની ઘડી તે રઢિયામણી..,

ઈર્ષા દ્વેષને મનથી હટાવીએ, 

આજ પ્રેમની મિઠાઈ ખવડાવીએ જી રે,

આજની ઘડી તે રઢિયામણી..,

આજ ઘરને મંદિર બનાવીએ,

પરિવારમાં પ્રભુને નિહાળીએ જી રે,

આજની ઘડી તે રઢિયામણી..,

અભિમાનના કકળાટને કાઢીએ,

કૃણાલ જ્ઞાન કેરો દિપક પ્રગટાવીએ જી રે,

આજની ઘડી તે રઢિયામણી..,

કરીએ નવા વર્ષની વધામણી..

તો આવો આપણે સૌ નવી આશા નવા સંકલ્પો સાથે દિપોત્સવ પર્વને વધાવીએ...એ જ અભ્યર્થના સાથે...