Magazines

કરણ વાહી : આગામી બે દાયકા સુધી અભિનય ચમકાવતો રહીશ

By GS TEAM
4 Jun 20263 mins read
કરણ વાહી : આગામી બે દાયકા સુધી અભિનય ચમકાવતો રહીશ

- હું ટીવી, ફિલ્મો કે ઓટીટી  માટે અલગ અભિનય  કરતો નથી. હું ટીવી,  ફિલ્મો  કે ઓટીટી માટે અલગ અભિનય  કરતો નથી.  હું હજુ પણ એ જ અભિનેતા  છું.

ટીવી,   ફિલ્મો અને હવે ઓટીટી  જેવા માધ્યમોમાં  ચમકી કારકિર્દીના બે દાયકા મનોરંજન ઉગદ્યોગમાં વિતાવ્યા  પછી અભિનેતા કરણ વાહી કહે છે કે તેણે પોતાની કારકિર્દીની પસંદગીઓ વિશે વધુ પડતું  વિચારવાનું બંધ કરી દીધું છે અને હવે તો માત્ર સહજતા  પર  આધાર રાખે છે.

કામની વાત આવે ત્રે હું એક ઉત્સાહી  અને સહજ વ્યકતિ છું.  જો મને કંઈક ગમશે  તો  હું તે કરીશ.  મારે ફક્ત,  તેના વિશે યોગ્ય  અનુભવવાની  જરૂર છે. તે પછી હું એ વિચારતો  નથી  કે તે હીટ થશે કે ફ્લોપ કારણ  કે તે મારા હાથમાં  નથી, એમ કરણ કહે છે.

 શો-બિઝની  અનિશ્ચિતતા પર પ્રતિબંધ પાડતા કરણ સ્વીકારે  છે કે તે કલાકરો ઘણીવાર  ખોટી રીતે નક્કી કરે છે કે કયા પ્રોજેક્ટ્સ  દર્શકો સાથે જોડાશે,  કેટલીકવાર તમે જે પ્રોજેક્ટસ મોટો બની રહેશે. એવું વિચારો છો તે ખરેખર આગળ સુધ્ધાં  વધતા નથી.  અને જ્યારે  કંઈક સફળ થાય છે ત્યારે  પણ આપણે તેની તુલના  કરવાનું શરૂ કરીએ છીએ. એનાથીય મોટી વસ્તુ માટે તે ખરેખર  ક્યારે સમાપ્ત થતું નથી,' એમ તે કહે છે.

કરણ વાહી તેની કારકિર્દીના આ તબક્કે  કહે છે કે તે પ્લેટફોર્મ અથવા સંખ્યાઓ દ્વારા  માન્યતા કરતા વધુ એક કલાકાર  તરીકે વિશ્વનીયતાની  રહ્યો છે. એક અભિનેતા તરકે  હું હવે જે કંઈ શોધું છું  તે કળાની વિશ્વસનીયતા છે. કમનસીબે, લોકો ટેલિવિઝન,  ફિલ્મો  અને  ઓટીટીમાં કામ કરે છે અને  તેને આધારે  કલાકારોને અલગ  પાડવાનું  વલણ ધરાવે છે, પરંતુ હું હાલમાં એવી  વસ્તુનું  શૂટિંગ કરી રહ્યો છું મારા માટે  પાય-પ્રેકિંગ  બની રહે એવું લાગે છે મને ખરેખર   લાગે છે કે તે રમત બદલી  શકે છે.' એવું તે કહે છે.

 ટેલિવિઝન  પર કામ કર્યા પછી હોસ્ટિંગ કર્યું,  'રિયાલિટી   શોઝ અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર કામ કર્યું. કરણ કહે છે.  'અભિનય  પ્રત્યેનો  મારો અભિનામ  યથાવત્  રહ્યો  છે.  મેં ટેલિવિઝનથી  શરૂઆત કરી, પછી  એન્કર બન્યો , રિયાલિટી શોઝ ક્યાં અને  આખરે ઓટીટી તરફ વળ્યાં, પરંતુ વ્યક્તિગત રીતે  મેં  મારી કામ કરવાની  રીત બદલી નથી.  હું ટીવી,  ફિલ્મો કે ઓટીટી  માટે અલગ અભિનય  કરતો નથી. હું ટીવી,  ફિલ્મો  કે ઓટીટી માટે અલગ અભિનય  કરતો નથી.  હું હજુ પણ એ જ અભિનેતા  છું. ફક્ત  ફરક એટલો  છે કે દર્શકો દરેક પ્લેટફોર્મને  કેવી રીતે  જુએ છે.

ભવિષ્ય  પર નજર નાખતા કરણ પોતાની સૌથી  મોટી આશા  તો લાંબો સમય ટકી રહેવાની રાખે છે.  'મને ફક્ત  એવી આશા  છે કે હું આગામી બે દાયકા  સુધી સુસંગત  રહી શકીશ.  સમય સાતે વિકાસ પામીને  હું કોણ છું અને  શું બનવા માગું છું તેને પકડી રાખીશ, એમ કરણ  વાહી કહે છે.