Magazines

કરણ કુન્દ્રા : હું સતત યાદ રાખું છું કે હું પ્રેમમાં કેવી રીતે પડયો હતો

By GS TEAM
26 Feb 20263 mins read
કરણ કુન્દ્રા : હું  સતત યાદ રાખું છું કે હું પ્રેમમાં કેવી રીતે પડયો હતો

- ' હું આજે પણ તેજસ્વીને જોઉં છું ત્યારે મને ફીલ થાય છે કે એ મને કેટલી પ્રિય છે.  ત હજુ પણ એ જ છોકરી  છે, જેને હું મળ્યો હતો.  દરરોજ એવું કંઈક  બને છે કે મને યાદ આવે છે કે  હું શા માટે તેના પ્રેમમાં પડયો હતો.'

કરણ કુન્દ્રા  પ્રેમ અંગે વાત  કરતાં  તે જેની સાથે રિલેશનશીપ છે તે તેજસ્વી પ્રકાશ અંગે  ખૂબ દિલ ખોલીને વાત કરે છે અને એ વાતોમાં વેલેન્ટાઈન  ડે વિશેનો  પ ણ  ઉલ્લેખ થાય છે.  એ સાચું  કે અત્યારે  તો બંને વચ્ચે નિશ્ચિતતા  અને આરામની  કેટલીક  અસ્પષ્ટ  ભાના પણ  વ્યાપેલી  છે. કરણ કુન્દ્રા  અને તેજસ્વી  પ્રકાશ વચ્ચે  બંધનની  શરૂઆત  કેવી રીતે  થઈ તે જોતાં   કરણે  શેર કર્યું. અમે બંનેમાંથી  કોઈએ પણ કોઈ પ્રકારની અપેક્ષા  રાખી નહોતી.  અમે આ માર્ગે કેટલા આગળ   વધીશું  કે પછી કયા માર્ગે આગળ વધીશું.  એ કશું નક્કી  નહોતું.

'જ્યારે  અમે  બંને એકબીજાને મળ્યા  ત્યારે  અમને ખબર નહોતી કે અમે સાથે  હોઈશું  કે અમે ડેટ  કરીશું અને પ્રેમમાં પડીશું.'  એમ કહી તેમણે  ઉમેર્યું,  'વર્ષો વિતી ગયા છતાં'  છતાં લાગણી  હજુ  યથાવત્  છે.

કરણ  અને  તેજસ્વી  તો રિયાલિટી  શૉ  'બિગ બોસ-૧૫'માં મળ્યાં હતાં.   જ્યાં  રિયાલિટી  શોના દબાણ વચ્ચે તેમની મિત્રતા   ધીમે ધીમે  પ્રેમમાં  ફેરવાઈ ગઈ.  તેમના સંબંધો  શા કારણે  સફળ થયા- આગળ વધ્યા તે અને વિચાર કરતાં કરણે કહ્યું, ' હું હજુ પણ તેને જોઉં છું  અને મને લાગે છે કે એ મને ઘણી ગમે છે.  તેહજુ પણ એ જ છોકરી  છે, જેને હું મળ્યો હતો.  દરરોજ કંઈક  બને છે અને મને યાદ આવે છે કે  હું શા માટે તેના પ્રેમમાં પડયો.  અમે યોગ્ય કારણસર જ   પ્રેમમાં  પડયા. અમારી  પાસે હજુ પણ  એટલી જ મઝા  છે, આટલું જ નહીં,  અમને  હજુ પણ સમાન વસ્તુઓ  કરવાનું  ગમે છે.'

રિયાલિટી  ટેલિવિઝનનો તીવ્ર  અનુભવ   શેર કરવા સહિત   ચાર વર્ષ સાથે  વિતાવ્યા છે. આ બંને જણામાંથી  કરણ માને છે કે  એકબીજાના  ભાવનાત્મક  લયને સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ  રહ્યું  છે'  તે મારા મૂડને  બરાબર  સમજે છે  મને ખબર  છે ક્યારેક આરામદાયક  છે અને  ક્યારે નહીં.

આ સાથે જ તેણે જણાવ્યું  કે 'જ્યારે  તમે સાથે રિયાલિટી  શો કરો  છો  ત્યારે  તમે એકબીજાના  આત્યંતિક પાસાં  જોયા છે.' 

રસપ્રદ  વાત તો એ ે કે કરણને તેની આસપાસના  લાંબા ગાળાના સંબંધોમાં  પણ પ્રેરણા  મળે છે,   જેમ  કે  તેના 'સ્પિલ્ટ્સવિલા-૬'ની કો-હોસ્ટ સની લિયોની અને તેના પતિ  ડેનિયલ  વેબર.  આ સંદર્ભે કરણ શેર કરે છે, 'જ્યારે હું ડેનિયલને  અને સનીને સાથે જોઉં  છું ત્યારે  મને લાગે છે કે  હું મારી ગર્લફ્રેન્ડ માટે  આવું જ કંઈક  બનવા માગું છું.  તેમન માતા-પિતા  તરીકે જોવાથી  તેના પર ઊંડી અસર પડી છે. અબ મેરી વો સ્ટેજ હો ગયી હૈ જહાં મેં દેખ રહાં હું તેઓ તેમના સંતાનો  સાથે  કેવા છે.  તેમને  પ્રેરણા મળતી રહે છે.' 

આટલું કહીને મુસ્કુરાતો કરણ કુન્દ્રા વાતચીતનું સમાપન કરે છે.