Magazines

સબમરિન દરિયામાં ડૂબકી કેવી રીતે મારે છે? .

By GS TEAM
5 Jun 20261 min read
સબમરિન દરિયામાં ડૂબકી કેવી રીતે મારે છે?                    .

સબમરિન દરિયાના તળિયે ચાલતું વાહન છે. આગળ પાછળ ગતિ કરવા માટે તેમાં અણુશક્તિ કે ડિઝલના એન્જિનનો ઉપયોગ થાય છે અને જહાજની જેમ પ્રોપેલરથી જ ચાલે છે. સબમરિનને વધારાનું એક કામ પણ કરવાનું હોય છે. જરૂર પડે ત્યારે દરિયાની સપાટી પર આવવાનું અને જરૂર પડયે ડૂબકી મારવાનું. આ કામ માટે તેમાં વધારાની પણ સાદી રચના હોય છે. સબમરિનમાં વિશાળ કદની ટાંકીઓ હોય છે. તેમાં હવા હોય છે. ટાંકી ખાલી હોય ત્યારે સબમરિન સપાટી પર તરે છે. જેમ જેમ પાણી ભરાય તેમ સબમરિનનું વજન વધે અને તે ડૂબવા લાગે. ઈચ્છિત ઊંડાઈએ પહોંચ્યા પછી પાણી ભરાવાનું બંધ કરાય છે. ટાંકીમાં કેટલું પાણી ભરવાથી કેટલી ઊંડાઈએ જવાય તેની ગણતરી કરી ચાર્ટ તૈયાર કરાય છે તેના આધારે સંચાલન થાય છે.