Magazines

ગુપચુપ લગ્ન કરનારાં એ હોલિવુડ સ્ટાર્સ... .

By GS TEAM
9 Apr 20262 mins read
ગુપચુપ લગ્ન કરનારાં એ હોલિવુડ સ્ટાર્સ...                               .

- હોલિવુડમાં તાજેતરનાં વર્ષોમાં અનેક સેલિબ્રિટીઓએ મીડિયાની નજરથી દૂર ગુપચુપ લગ્ન કર્યાં છે. આવો, કેટલાક સેલિબ્રિટીનાં લગ્નો વિશે જાણીએ... 

૧. ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા

બંનેએ સ્પાઈડર-મેન ફ્રેન્ચાઈસીમાં સાથે કામ  કર્યું અને સ્ક્રીનની બહાર પણ પ્રેમ પાંગર્યો. ટોમ હોલેન્ડ અને ઝન્ડાયાએ માર્ચ ૨૦૨૬માં ખાનગીમાં લગ્ન કરી લીધા હોવાનું માનવામાં આવે છે. આ કપલ તેમનું અંગત જીવન અત્યંત ગોપનીય રાખવા માટે જાણીતું છે. તાજેતરમાં એક સ્ટાઈલિસ્ટે આ બંનેએ લગ્ન કરી લીધાં છે તે વાત જાહેર કરી દીધી. એ વાત અલગ છે કે આ બંને કોઈ પુષ્ટિ કરી નથી. 

૨. સ્કાર્લેટ જોહાન્સન અને કોલિન જોસ્ટ

સ્કાર્લેટ જોહાન્સન અને કોલિન જોસ્ટે ઓક્ટોબર ૨૦૨૦માં લગ્ન કર્યાં, જેમાં પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આ કોવિડનો સમયગાળો હતો એટલે ઉજવણી દરમ્યાન સુરક્ષાનાં તમામ પગલાં લેવામાં આવ્યાં હતાં. 

૩. બીયોન્સે અને જે-ઝેડ

અમેરિકન ગાયિકા-ગીતકાર બીયોન્સે અને તેનો પતિ જે-ઝેડ ન્યુ યોર્કમાં ૪ એપ્રિલે એક ખાનગી સમારંભમાં પરણી ગયાં. પ્રસંગમાં માત્ર ચાલીસ મહેમાનો હાજર હતા. સૌને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે  મોબાઇલ ફોન વાપરવાની મનાઈ છે. મહેમાનોએ વરઘોડિયાંનું માન પણ જાળવ્યું ને  ગોપનીયતા જળવાઈ રહી. 

૪. કર્સ્ટન ડન્સ્ટ અને જીઝ પ્લેમોન્સ

પાવર કપલ કર્સ્ટન ડન્સ્ટ અને જીઝ પ્લેમોન્સે પણ જુલાઈ ૨૦૨૨માં લગભગ છ વર્ષના ડેટિંગ પછી જમૈકામાં ચુપકે ચુપકે લગ્ન કર્યાં હતાં. કપલની સગાઈ જાન્યુઆરી ૨૦૧૭માં થઈ ગઈ હતી, પણ પછી કોવિડને કારણે લગ્ન સમારંભ સાદગીભર્યો જ રહ્યો હતો.

૫. લેહટન મિસ્ટર અને એડમ બ્રોડી

લેહટન મિસ્ટર અમેરિકન એક્ટ્રેસ  ગાયિકા અને મોડલ છે, જે 'ગોસીપ ગર્લ' શોને કારણે માં બ્લેર વોલ્ડોર્ફ તરીકેના રોલમાં અભિનય કરવા પ્રસિદ્ધ થઈ છે. લેહટને તેના લાંબા સમયના પ્રેમી એડમ બ્રોડી સાથે ૧૫ ફેબુ્રઆરી, ૨૦૧૪ના રોજ લગ્ન કર્યાં હતાં. કપલે જાહેર તમાશો  કરવાને તેમનો ઊભરતો સંબંધ અંગત રાખવાનું જ નક્કી કર્યું.

૬. બેન્જી મેડન અને કેમેરોન ડાયઝ

જે સમયે જનતાને કેમેરોન ડાયઝ અને બેનજી મેડનના રોમાન્સ જાણ થઈ ત્યારે તો તેમણે લગ્ન પણ કરી લીધાં હતાં. કપલે મે ૨૦૧૪થી ડેટિંગ શરૂ કર્યું હતું અને ડિસેમ્બરમાં તો તેમની સગાઈ થઈ ગઈ. જાન્યુઆરી ૨૦૧૫માં તેઓ પતિ-પત્ની બની ગયાં.

૭. જેવિયર બાર્ડેમ અને પેનેલોપી ક્રુઝ

વિશ્વના સૌથી દિગ્ગજ ફિલ્મી કલાકારોમાં જેની ગણના થાય છે તેવા જેવિયર બાર્ડેમ અને પેનેલોપી ક્રુઝે બહામામાં કોઈને પણ લગ્નની જાણ થાય તે પહેલાં જીવનનો આ  મહત્ત્વનો દિવસ ઉજવી લીધો. સ્થળ હતું, ફ્રેન્ડનું ઘર. ત્યાર પછી કપલે અનેક વાર રેડ કારપેટ પર દેખા દીધી, પણ તેમણે પોતાના સંબંધ વિશે ચૂપકિદી જ રાખી.