Magazines

બર્ફીલા પહાડોમાં સૌથી વધુ ઊંચાઈએ રહેતું હિમાલયન પાઈકા

By GS Team
10 Jan 20201 min read
This article was originally published on 10 Jan 2020
બર્ફીલા પહાડોમાં સૌથી વધુ ઊંચાઈએ રહેતું હિમાલયન પાઈકા

હિમાલયના બરફ છવાયેલા પહાડોમાં તીવ્ર ઠંડીમાં રહેનારું ઉંદર જેવું પ્રાણી પાઈકા સૌથી વધુ ઊંચાઈએ રહેનારું એકમાત્ર સસ્તન પ્રાણી છે. ટૂંકા પગ અને ગોળાકાર કાનવાળા પાઈકા દેખાવમાં મોટા ઉંદર જેવાં હોય છે. હિમાલય ઉપરાંત અલાસ્કા તેમજ કોલંબિયાના બર્ફીલા પર્વતોમાં પણ આ પ્રાણી જોવા મળે છે. 

પાઈકાની ૩૦ જેટલી જાત છે. પાઈકા સફેદ રંગના હોવાથી બર્ફીલા પહાડોમાં છુપાઈ શકે છે. ગરૂડ જેવા શિકારી પક્ષીઓની નજરે ચડતાં નથી.

૪૦૦૦ ફૂટની ઊંચાઈએ બરફાચ્છાદિત પર્વતોમાં તીવ્ર ઠંડી અને પાતળી હવામાં બહુ ઓછા પ્રાણીઓ જીવી શકે છે. પાઈકાના ફેફસાંની રચના વિશિષ્ટ હોય છે. ખડકોની વચ્ચે દર કરીને રહેલાં પાઈકા શિયાળો આવે ત્યારે દરમાં ભરાઈ જાય છે.

શિયાળા માટે ખોરાકનો સંગ્રહ કરે છે. દરેક પાઈકાને  પોતપોતાનાં દર હોય છે. પરિવારના દરેક પાઈકાને ખોરાક સંગ્રહ કરવાની જુદી જુદી ફરજો અદા કરવાની હોય છે. આમ પાઈકા એક વિશિષ્ટ અને અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.