Magazines

વાચકની કલમ .

By GS TEAM
22 Jun 20264 mins read
વાચકની કલમ                                                   .

તડપન

વેદનાઓ વિસ્તરી જ્યાં અંતહીન

પાનખર આંખે વસાવી લ્યો અમે

સાગર કિનારે ફીણ જોવા ફૂટતા

બસ ઉગાડયાં રણ હૃદયમાં લ્યો અમે

આમ તરસે તડપનું ન પરવડે

મૃગજળોથી પ્રીત બાંધી લ્યો અમે

છે જગત મિથ્યા, જાણ્યું જે પળે

સ્વપ્નો વિંટાળી રાત જાગ્યા લો અમે

ગબડી જવાનો ભય ઊંચા આસને

કબરમાં લંબાવી દીધી લ્યો અમે

નરેન્દ્ર રાવલ (વડોદરા)

હૃદય હોવું જરૂરી છે

પ્રથમ માણસ થવા માટે 

હૃદય હોવું જરૂરી છે

હૃદય છે? જાણવા માટે 

હૃદય હોવું જરૂરી છે

કોઈના આંસુઓ જોઈ, 

તને માથામાં દુખે છે

દરદ ભીતર થવા માટે 

હૃદય હોવું જરૂરી છે

ખરેખર ભૂલ છે ને એ 

છતાં એ માનવા નહી દે

ભૂલો સ્વીકારવા માટે

 હૃદય હોવું જરૂરી છે

દુખ્યું હો કોઈનું દિલ જો 

તમારાથી મનાવી લો

કે માઠું લાગવા માટે 

હૃદય હોવું જરૂરી છે

કરે જે પીઠ પાછળ ઘા, 

ફક્ત એ યાદ રાખે છે

ઘણું ભૂલી જવા માટે હૃદય હોવું જરૂરી છે

જો હિંમત હોય તો 

મારું હૃદય તોડી બતાવો લો

મારું દિલ તોડવા માટે 

હૃદય હોવું જરૂરી છે

આશિષ મકવાણા (ભાવનગર)

પુન: ઉદય

ખંતી કર્મશીલ ઈશના દાસની

કિસ્મતની કરવટ બદલી જવાની

હોયે કુમક કિસ્મતની સંકટ તજે

જીવાઈ જાય સફર સુહાની

જિંદગી આમજ વહી જશે તારી

તદ્યપિ રહી જશે અમર કહાની

પો ફાટયે સ્વાગતમ કેકાવલના

મધુર ગુંજન સાથ 

સલુની સવારની

આશ રવિની પહેલી 

રશ્મિએ અવની પર

તારો પુન: ઉદય થવાની

ઝંઝાવાત સઘળા સમાપ્તિએ

સમાજ જયકારો તારો કરવાની

ધીરજલાલ ડી. તન્ના (કેશોદ)

બસ એક-બે પલ

સુખ હોય છે બે પલનું

દુ:ખ હોય છે એક પલનું

ક્યારે જતું રહેશે

તે પણ ખબર નથી

જિંદગી ઘણી ટૂંકી છે

પ્રેમ કરવા માટે

કદી નફરત ન કરતા

કોઈને પણ જિંદગીમાં

ક્યારે પૂરી થઈ જશે

જિંદગી તે પણ ખબર નથી

પ્રેમ તો થઈ જાય છે

એક-બે પલમાં, પણ

કેમ કરીને નિભાવશો તમે

એટલે જ કહું છું યાર

હસતાં રહેજો ફૂલોની જેમ

મોત ક્યારે આવી જશે

તે પણ ખબર નથી

રાજેશ સી. પટેલ (સુરત)     

છેતરાયા

પ્રેમની વ્યાખ્યા તમે બદલી નાખી

પ્રેમને દીવાનગી કહી છેતરી ગયા

તમે દીપકની જ્યોત બતાવી રોશની માટે

તમે અંધારા આપી છેતરી ગયા

મન મંદિરની મુરત સમજી પ્રેમ કર્યો

તમે પથ્થર બની છેતરી ગયા

સપના બતાવી પ્રેમના ગુલદસ્તા તમે

કાગળના આપી ગયા

મતલબનો પ્રેમ સંબંધ બાંધી

તમે તમારો સ્વાર્થ સાંધી ગયા

અમે તરસ્યા હતા કુવા, 

પરબ શોધતા હતા

તમે હસીને જાંજવાના જળ બનાવી ગયા

જીવન સુખ-દુ:ખનો સંગમ છે તમે સુખ

ના સાથી બની પતજળ આપી ગયા

પ્રેમ તો તમે નામનો જ કર્યો વાતો કરી

પ્રેમની તમે સાચા પ્રેમને બેનામ કરી ગયા

પ્રેમ સંબંધના નાટક રચી તમને અમે

અમારા સમજી બેઠા અમે ક્યા હાર્યા

હતા અમને અમારા હરાવી ગયા

અનુ માવજી

મેં અપની તલબ કા આદી હું

મુજે સિર્ફ મેરી કમી ખલતી હૈ

મુજે ઉસકે આસપાસ હી રહને દો

મૈં ખુદ અપની તલબ કા આદી હું

છલકતે ગિલાસ કો રહને દો

મેરા તરીકા હૈ કુછ ઈસ તરહ

ખુશ રહને કા

ખુશી કે લીએ મુજે ઉદાસ રહને દો

દુનિયા કી હર ઉદાસીયા

મુજમે મીલ જાએગી

બસ, એક ખુશી કી

તલાશ કો રહને દો

દુ:ખ, દર્દ, મુજે શૌક સે 

સજતે સવારતે હૈ

મુજે ઈસ દમદાર લિંબાસ મે રહને દો

દરિયા જૈસા દિલ હૈ મેરા

ફીર ભી બુંદ કી પ્યાસ હૈ

બાકી સબ કયાસ કો રહને દો

શિરકત કર સકતે હૈ

રિશ્તેદાર સિર્ફ જનાજે મેં

મુજ કો થોડી દેર

લાશ બનકર રહને દો

સોલંકી રાકેશ સવિતાબેન 

'શબ્દ' (નવા-વાડજ)

જીવન ખોવાયું છે

યૌવનથી છલકાતું છતાં હાથતાળી

આપી જતું રહેલું જીવનની ઢળતી

સંધ્યાના સથવારામાં

જીવન ખોવાયું છે 

વસંતના વાયરા અને ફૂલોની 

મહેકથી મધમધતું જીવન કરમાયું છે

 જીવન ખોવાયું છે

દુ:ખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી

જિંદગીના ઘટના ચક્રમાં વેડફાઈ ગયેલું 

જીવન ખોવાયું છે

સ્નેહ પ્રેમ દ્વેષના દંભ કેરું

મોબાઈલ ઇન્ટરનેટ વ્હોટ્સએમની

દુનિયામાં સમાઈ ગયેલ

જીવન વિખરાઈ ગયું છે

જીવન ખોવાયું છે

વિશ્વ શાંતિના દાવા શોની આ

દુનિયામાં ભાવાત્મક મૂલ્યોવાળું

જીવન ભેરવાઈ ગયું છે

જીવન ખોવાયું છે

સહિયના સથવારેથી કોઈ તો

શોધી આપો રંગબેરંગી રંગોથી

ભરેલા છતાં યુવાનીમાંથી સરકતા

જતા કાલચક્રની દુર્ઘટનામાં

ફસાયેલાં જીવનને સોદોને શોધસોને?

અરે.. તમે મને ક્યાં શોધશો?

હું તો ચાલ્યું દૂર ક્ષિતિજની પેલે

પાર સતયુગનું જીવન પામવા

મીનાક્ષી દેસાઈ (વડોદરા)

અવસર છે

તારું હોવાપણું જ અવસર છે

તું જ દીલદાર તું જ દીલબર છે

અર્થ આપે તું મારા જીવનને

સાથ મંઝીલ તણી ડગર પર છે

ચમકે તારો ઉજાસ આંખોમાં

દીલમાં ઉલ્લાસનો દિવાકર છે

હું તુટું ત્યારે જોડતી મુજને

બસ તારી લાગણી અનંતસર છે

થાક વસમો તારી જુદાઈનો

એક ઝલક તારી-રાહતનો દર છે

તું જ પ્યારી 'સહિયર' કાવ્યે

મંગળવારે થતો સ્વયંમવર છે

તું ગઝલ થૈ વસી મારા હૈયે

બાકી 'અંજાન' ક્યાં? સુખનવર છે

અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)

પ્રેમની હકીકત

શરૂઆત જો થઈ જાય

તો શું કરવું સમજાય નહિં,

જો'તાં પણ જોવાય નહિં

રો'તાં પણ રોવાય નહિં.

કોઈને કશુંય કહેવાય નહિં

એકલતા સહેવાય નહિં

હોય હૃદયમાં સાચો પ્રેમ

તો મૂંગુ પણ રહેવાય નહિં.

થાય અનુભૂતિ સ્વયં

વર્ણન એનું કદી થાય નહિં

થઈ જાય સાચો પ્રેમ તો

ઉંમર પણ જોવાય નહિં.

થાય તડપ જે દિલમાં

મુખથી પ્રગટ થાય નહિં

હકીકત છે ખરેખર 'રજની'

લાગણી વગર લવ થાય નહિં.

રજનીકાંત પટેલ 

(દેવીપુરા, મહેસાણા)