Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
8 Sep 20252 mins read
અજમાવી જૂઓ                                                                                      .

ઢોસા ઉતારતા પૂર્વે તવા પર અડધો કાંદો તથા થોડું મધ રગડવાથી ઢોસા તવાને ચોંટશે નહીં.

* બાળક પાલક ન ખાતું હોય તો પાલકને ઝીણી સમારી તેને બાફેલા બટાકાના છૂંદામાં ઉમેરી અન્ય મનપસંદ મસાલો તેમજ બે બ્રેડની સ્લાઇસ નાખી નોનસ્ટિક તવા પર શેકીને આપવાથી બાળક હોંશેહોંશે ખાશે.

* છોલે વધી પડયા હોય તો તેને બરાબર ફરી ગરમ કરી સુકા કરી સમોસાનું પુરણ જેવુ ંબનાવી મેંદાના લોટમાં પુરણ ભરી સમોસા બનાવવા.

* વેજિટેરિયન ચાઉમીન બનાવવા માટે પાણીમાં બ ેટી સ્પૂન તેલ નાખી નૂડલ્સ ઉકાળવા. બફાઇ જાય પછી પાણી નિતારી લેવું. બાફેલા નૂડલ્સમાં બે ચમચી તેલ નાખી હળવા હાથે ભેળવવું. આમ કરવાથી નૂડલ્સ એકબીજાને ચોંટશે નહીં.ગાજર, સિમલા મરચું કોબી અને કાંદાની પાતળી ચીરીઓ કરવી. એક વાસણમાં તેલ થોડું ગરમ કરી શાક ઉમેરી ચડવા દેવું. તેમાં બાફેલા નૂડલ્સ, સોયા સોસ, ચિલી સોસ,વિનેગર,મીઠું, અને થોડો આજીનો મોટો નાખી બરાબર હલાવી બે મિનિટ પછી ઉતારી લેવું.



ગાજરમાં વિટામીન 'એ' હોવાથી તેનો જ્યુસ આંખોની જ્યોતિમાં વૃદ્ધિ કરે છે. ગાજરનો રસ દરેક ઋતુમાં પીવો.

* વાળ કે કપડા પરથી ચ્યુઈંગમ દૂર કરવા બરફનો ટુકડો ઘસવો.

* મરી તથા મીઠુના મિશ્રણથી દાંત ઘસવાથી મુખમાંથી કાંદાની દુર્ગંધ દૂર થશે.

* ભીંત પરથી તેલના ડાઘા દૂર કરવા ટેલકમ પાઉડર ઘસવો.

* ગેસનો ચૂલો તથા ઓવનને નવા જેવા ચમકીલા કરવા ગરમ પાણીમાં થોડો સોડા નાખી સાફ કરવો. આ દ્રાવણથી હળદર, ઘી, તેલના ડાઘા પણ દૂર થશે.

- મીનાક્ષી તિવારી 

* વાળમાં જૂ પડી ગઈ હોય તો તેને દૂર કરવા રાતે સૂતાં પહેલાં રૂથી સરકોે વાળમાં લગાડવો અને સવારે ઊઠીને વાળ ધોઈ નાખવા.

* પનીર બનાવ્યું હોય તે પાણીથી રોટલીનો લોટ બાંધવાથી રોટલી નરમ મુલાયમ તથા પૌષ્ટિક થશે. 

* ભોજન લીધા બાદ ફૂદીનાની ચટણીમાં ગોળ ભેળવી ખાવાથી ભોજન તરત પાચન થાય છે.