Magazines

નવું શું છે? .

By GS TEAM
29 Jan 20261 min read
નવું શું છે?                                                    .

ડિરેકટર અમૃત રાજ ગુપ્તાની ડાર્ક સોશિયલ ડ્રામા ફિલ્મ 'દલદલ' આજથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિ  પેડનેકર, આદિત્ય રાવલ, સમારા તિજોરી, ગીતા અગ્રવાલ, ચિન્મય માંડલેકર વગેરે કલાકારો છે. 

શોન્ડા રાઇમ્સની સફળ રહેલી વેબ સિરીઝ, 'બ્રિજર્ટન'ની ચોથી સીઝનનો ભાગ એક ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગયો છે. આ સીઝનમાં કુલ આઠ એપિસોડ છે. જેમાં ચાર ભાગ ગઈકાલે રિલીઝ થયા અને ચાર એપિસોડ ૨૬ ફેબુ્રઆરીના રોજ બીજા ભાગમાં રિલીઝ થશે.

મોટા પડદે બહુ ગાજેલી બ્લોકબસ્ટર સ્પાય-થ્રિલર ફિલ્મ 'ધુરંધર' આજથી નેટફ્લિક્સ પર આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર માધવન અને અર્જુન રામપાલ તથા અન્ય કલાકારો છે.

મલયાલમ હોરર-કોમેડી ફિલ્મ 'સરવમ માયા' આજથી જિયોહોટસ્ટાર પર જોવા મળશે. તેનું નિર્દેશન અખિલ સાથ્યાને કર્યું છે. તેમાં અજુ વર્ગીસ અને રિયા શિબુ પણ છે. આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ઘ છે.