Magazines

નવું શું છે? .

By GS TEAM
18 Jun 20262 mins read
નવું શું છે?                                                    .

*તમને 'દ્રશ્યમ્' સિરીઝની ફિલ્મો ગમી હતી? તમને મલયાલી ફિલ્મો પણ ગમે છે? તો તમારે 'દ્રષ્યમ્-થ્રી'નું મલયાલી વર્ઝન જોવું જોઈએ. મોહનલાલ ફિલ્મના હીરો છે. પરિવાર, રહસ્ય અને સ્વજનોને બચાવવાનું જબરદસ્ત ટેન્શન...દ્રશ્યમ-થ્રી'માં આ બધું જ છે. આ થ્રિલરનું સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર ગઈ કાલથી શરૂ થઈ ચૂક્યું છે. 

*રહસ્યની વાત જ ચાલી રહી છે તો ભેગાભેગું આ પણ જાણી લો. અંગ્રેજી વેબ શો 'ધ એજન્સી'ની બીજી સિઝન આવી રહી છે. સીઆઈએ એજન્ટ માર્શિઅન (માઇકલ ફેસબેન્ડર) સાથે એવું કશુંક થાય છે કે એણે જાસૂસ તરીકેનું અન્ડરકવર જીવન ત્યજવું પડે છે. શું તે આમ કરી શકશે? એ તો તમે ૨૧ જૂને નેટફ્લિક્સ પર મૂકાનારી આ સિરીઝ જુઓ એટલે ખબર. 

*એક સ્ત્રી છે. એને આજીવન કેદની સજા થઈ છે. શા માટે? એણે સગા દીકરાની હત્યા કરી છે, એટલે. અચાનક એની ભાભી (અથવા દેરાણી કે જેઠાણી) એને જેલમાં મળવા આવે છે અને કહે છે કે તારો દીકરો તો જીવતો છે! પછી? આનો જવાબ તમને નવી નક્કોર વેબ સિરીઝ 'આઈ વિલ ફાઇન્ડ યુ'માંથી મળશે. આઠ એપિસોડ છે. ગઈ કાલે જ નેટફ્લિક્સ પર મૂકાયા છે. 

*કશુંક હલકુંફુલકું, રોમેન્ટિક જોવાનું મન છે? તો સંભવત: તમને 'યોર ફોલ્ટ: લંડન' નામની ફિલ્મ ગમશે. નોઆ ભણવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી જાય છે, જ્યારે નિક લંડનમાં જોબ કરે છે. શું એમનો લોન્ગ ડિસ્ટન્સ રોમાન્સ ટકશે? કે ઈર્ષ્યા અને માલિકીભાવનો ભોગ બનશે? ફિલ્મ ગઈ કાલે નેટફ્લિક્સ પર મૂકાઈ ગઈ છે.