Magazines

નવું શું છે? .

By GS TEAM
16 Apr 20261 min read
નવું શું છે?                                                    .

 રાજકુમાર રાવને લાંબા સમયથી મિસ કરી રહ્યા હો તો સાંભળી લો કે એની સ્ટ્રેઇટ-ટુ-ઓટીટી ફિલ્મ 'ટોસ્ટર' બુધવારથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. સાન્યા મલ્હોત્રા હિરોઈન છે. મેરેજ ગિફ્ટમાં આપેલું એક ટોસ્ટર કેવું કમઠાણ પેદા કરે છે એની રમૂજી વાત આ ફિલ્મમાં છે.

 એમેઝોન પ્રાઇમ વીડિયો પર આજે જ 'ડ્રોપ'  થયેલી નવીનક્કોર વેબ સિરીઝ 'મટકા કિંગ'માં વિજય વર્મા ટાઇટલ રોલમાં ચમક્યો છે. બ્રિજ ભટ્ટી નામનો એક મહત્ત્વાકાંક્ષી રૂનો વેપારી શી રીતે ગરીબીમાંથી ધીમે ધીમે મુંબઈનો મટકા કિંગ બની જાય તેની અહીં વાત છે.

 'દો દીવાને શહર મેં' એક મોડર્ન લવસ્ટોરી છે. હીરો છે સિદ્ધાંત ચતુર્વેદી અને હિરોઈન, મૃણાલ ઠાકુર. નાયક-નાયિકા બન્ને વ્યક્તિગત સ્તરે પણ યુદ્ધો લડી રહ્યાં છે - તોતડાપણાની સમસ્યા, લઘુતાગ્રંથિની સમસ્યા, વગેરે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે, આજથી જ.   

 અનુભવ સિંહાની તાપસી પન્નુને ચમકાવતી લેટેસ્ટ ફિલ્મ 'અસ્સી' વિશે ખાસ્સી ઉત્સુકતા ફેલાઈ હતી. એક શિક્ષિક પર થયેલા જંગલી ગેંગરેપ અને તે પછીની શરૂ થયેલા પીડાદાયી કાનૂની યુદ્ધની આમાં વાત છે. આ ફિલ્મ તમે ઝીફાઇવ પર આજથી જોઈ શકો છો.