Magazines
નવું શું છે ? .
By GS TEAM
29 May 20261 min read

- 'ધુરંધર' ભાગ બે, એટલે જ, 'ધ રેવેન્જ' પહેલી એવી ફિલ્મ હશે જે ભારતમાં એકસાથે બે ઓટીટી પ્લેટફોર્મ્સ ૨પર જોઈ શકાય છે. એમાં ત્રણેક મિનિટનું એવું ફૂટેજ પણ છે જેના પર મોટા પડદે કાતર ચાલી હતી.
- 'ગુલ્લક'ની પાંચમી સીઝન સોની લીવ પર પાંચમી જૂને આવવાના વાવડ છે. ટીવીએફની આ સિરીઝ હળવી પારિવારિક ઘટનાઓમાંથી સર્જાતી રમજૂ વિશે છે.
- જૂનની ત્રીજી તારીખે પ્રાઇમ વિડિયો પર 'ધ લિજન્ડ ઓફ વૉક્સ મશીના'ની ચોથી સીઝન પદાર્પણ કરશે. એની છેલ્લી અને ત્રીજી સીઝન ઓક્ટોબર ૨૦૨૪માં આવી હતી.
- માધુરી દીક્ષિત, તૃપ્તિ ડીમરી, રવિ કિશન અને ઇન્ફ્લુએન્ઝર ધરણા દુર્ગાને ચમકાવતી ફિલ્મ, 'મા બહેન' ચોથી જૂને નેટફ્લિક્સ પર આવશે. સુરેશ ત્રિવેણી દિગ્દર્શક છે.









