Magazines

ભરાવદાર કાયાનો ક્ષોભ ન કરશો

By GS TEAM
8 Sep 20253 mins read
ભરાવદાર કાયાનો ક્ષોભ ન કરશો

શું મમ્મી, તને ખબર નથી પડતી કે હું ડાયેટ પર છું. અને તે આજે  જ ચીઝ-પાવભાજીનો પ્રોગામ બનાવ્યો છે? ખરેખર, હું મારા ફિગરને જાળવવાના પ્રયત્નો કરું છું. અને તું મને જાડી કરવા પાછળ પડી છે.'' રીમાએ રોષપૂર્વક તેની મમ્મીએ કહ્યું.

આવી માત્ર એક રીમા  નથી. આજે પ્રત્યેક  ઘરમાં આવી રીમા, રીચા કે રીયા જોવા મળશે, જે પોતાના ફીગરની સંભાળ માટે ખાવા-પીવાનું પડતું મૂકીને ડાયેટ કરે છે. ડાયેટિંગ કરીને શરીર પાતળું બનાવવા પાછળનું મુખ્ય પ્રયોજન શું હોઈ શકે? આ ઘેલછાનું મુખ્ય કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે આજે એકદમ પાતળી કાયાની ફેશન છે.

ફેશનપરસ્ત યુવતીઓ ફિગર કોન્સીયસ બની ગઈ છે. અને આવી યુવતીઓને ધ્યાનમાં રાખીને જ  ડિઝાઈનરો આઉટફીટ ડિઝાઈન કરે છે. વેસ્ટર્ન તથા ડિઝાઈનર વેર ખાસ પાતળી દેહયષ્ટિ પર શોભે તેવા જ હોય છે. અને આ યુવતીઓને ફેશનેબલ દેખાવવા માટે આવા ડિઝાઈનર કપડા પહેરવા જરૂરી છે, અને તે માટે તેઓ હંમેશા ફિગર બાબતે ચિંતિત રહે છે.

એક સમયે એવો હતો જ્યારે ભારતીય સ્ત્રીનું રૂપ અને ફિગર આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાતું હતું. ભારતીય સૌંદર્યવતીઓને પુરાણકાળમાં સૌથી સેક્સી ગણવામાં આવતી અને તેના પુરાવાઓ ખજૂરાહોમાંથી આપણને મળી રહે છે. હા, તે થોડી માંસલ અને ભરાવદાર હોય છે. અને પ્રત્યેક પ્રકારના વસ્ત્રો તેના પર શોભતા હોય છે.

પરંતુ આજની ટીનએજરો એમ માને છે કે, પાતળા શરીર પર જ પેન્ટ અને ટાઈટ્સ જેવા વસ્ત્રો શોભે છે. અને એટલે જ તે પાતળી કાયા ધરાવવાની જીદ કરે છે. અને થોડું ભરાવદાર શરીર ધરાવતી યુવતીઓ આવા કપડાં પોતાના પર ન શોભે એમ માનીને વેસ્ટર્નવેર પહેરવાનું ટાળે છે. હવે આવી માન્યતામાંથી બહાર નીકળવાનો સમય પાકી ગયો છે. 'રેવોલ્યુશન' સહિત શહેરના અનેક અગ્રણી સ્ટોરમાં ભરાવદાર અને રેગ્યુલર સાઈઝની સ્ત્રીઓ માટે ખાસ વેસ્ટર્નવેર મળે છે. કેઝ્યુઅલ વેર, ડેનીમ, ફોર્મલ વર્કવેર અને પાર્ટીવેર સહિત બધી જ વેરાયટીઓ આ સ્ટોરમાં ઉપલબ્ધ છે.

કોઈપણ પ્રકારની કાયા ધરાવતી પ્રત્યેક માનુનીને સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. હવે આ સ્ટોરમાં મળતાં વસ્ત્રોથી તેઓ ફેશનેબલ અને સુંદર દેખાશે. પ્રત્યેક પ્રસંગને અનુરૂપ, આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ પ્રમાણેના ડિઝાઈનર વસ્ત્રો પહેરવા અત્યંત આકર્ષક લાગે છે. વિવિધ રંગોમાં સેંકડો ડિઝાઈન આવી માનુનીઓ માટે બનાવવામા આવે છે. ૨૮ઈંચની કમરથી લઈને ૪૪ ઈંચ સુધીના માપના કપડા મળે છે.

અત્યાર સુધી ભરાવદાર સ્ત્રીઓ પોતાના નિતંબ અને કમરને સલવાર-કમીઝ  દ્વારા છૂપાવવાનો પ્રયત્ન કરતી આવી છે. આવી ભારતીય સ્ત્રીઓ માટે ખાસ સંશોધન કરીને ખાસ વેસ્ટર્નવેર ડિઝાઈનર કરવામાં આવ્યા છે. હવે તો બધા જ વયજૂથની મહિલાઓ પ્રત્યેક વેરાયટીના કપડા પહેરવા ઈચ્છે છે. તેથી તેમને શોભે તેવા વેસ્ટર્નવેર હોવા જરૂરી છે.

રેવોલ્યુશનમાં રીંગ ડેનીમ, કેમ્બ્રે ડેનીમ, ફ્રિન્કલ્ડ ડેનીમ, સ્ટ્રેચ ડેનીમ, કેપ્રીસ જીન્સ, શર્ટ અને કુર્તાની અનોખી રેન્જ મળે છે. હાલમાં કિમોનો સ્લીવ, ટાઈ એન્ડ ડાઈ પૈસલે પ્રિન્ટ, કોશેટ ટ્રીમ્સ નાની ફ્લોરલ લીબર્ટી પ્રિન્ટ, એમ્બ્રોઈડરી અને હેન્ડકર ચીફ સ્લીવ જેવી અનેક વેરાયટીઓ મળે છે.

હવે ભરાવદાર કાયાનો ક્ષોભ કરવાને બદલે તેને અનુરૂપ વસ્ત્રો કરીને લેટેસ્ટ ફેશન કરી શક્શો. પરંતુ તે કરતાં ક્યાંય સ્વચ્છંદતા ન દેખાય તે વાતનું ધ્યાન રાખવું તે જ પ્રમાણે હવે આડેધડ ખાઈને શરીર પણ ન વધારવું. કારણ કે ભરાવદાર અને સ્થૂળ કાયા વચ્ચે ઘણો ફરક છે.