Magazines

આંખ છીપ, અંતર મોતી- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

By GS Team
11 Jan 20184 mins read
This article was originally published on 11 Jan 2018
TukuTouch Logo
ભીમ શ્રાવકના મનમાં એમ કે આપણે પણ એ મહાવ્રત સ્વીકાર્યું છે. પણ હજુ આપણે એ વ્રત ક્યાં લીધું છે ? એ વ્ર

Summarized by AI; it may make mistakes. Check important info

આંખ છીપ, અંતર મોતી- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

ભીમ શ્રાવકના મનમાં એમ કે આપણે પણ એ મહાવ્રત સ્વીકાર્યું છે. પણ હજુ આપણે એ વ્રત ક્યાં લીધું છે ? એ વ્રત આપણા જીવનમાં ક્યારે ઉદયમાં આવશે તેના વિચારમાં હું ડૂબી જાઉં છું, બસ એટલી જ વાત છે !'જૈન સાહિત્યમાં દેદાશાહ અને તેમના પુત્ર પેથડશાહનું નામ સુવર્ણક્ષરે લખાયેલું છે. દેદાશાહ મૂળ તો વેપારી પણ રાજકાજમાં  પડયા. રાજની ખટપટ એવી ચાલી કે તેમને જેલમાં જવું પડયું. રાજના આટાપાટા તો ભલભલાનો ભોગ લે !

શ્રાવક દેદાશાહનો એક રોજિંદો નિયમ : પ્રાત:કાળે પ્રભુની પૂજા કર્યા પછી જ મોંમાં પાણી નાખે. અહીં જેલમાં ભગવાન ક્યાંથી લાવવા ?

તેમણે આંખ મીંચીને ભાવથી પ્રભુની પૂજા કરી અને પછી ઉપવાસનું વ્રત કર્યું. તે જ સમયે તેમણે દૃઢ સંકલ્પ કર્યો : હે ખંભાતમાં બિરાજતાં સ્તંભનપાર્શ્વનાથ ભગવાન ! જો હું જેલમાંથી છૂટીશ અને આપની પૂજા કરવા પામીશ તો માણેકરત્ન ચઢાવીશ.

તે જ પળે ચમત્કાર થયો. એક અદૃશ્ય અવાજ સંભળાયો. 'દેદાશાહ ! ઊભા થાવ.'

દેદાશાહને સમજાયું નહીં કે કોણ પોકારે છે ? એ ઊભા થયા. એમના હાથપગમાં રહેલી બેડીઓ તૂટી ગઈ. ફરી અવાજ આવ્યો : આગળ વધ. દેદાશાહ ચાલવા માંડયા. કોટડીના, જેલના દરવાજા આપોઆપ ખૂલ્યા. દેદાશાહ ઘરભણી ચાલ્યા.

આ બાજુ દેદાશાહની પત્નીને પણ ભાસ થયો. તે પણ બધો સામાન લઈને બહાર નીકળી. સામે જ દેદાશાહ મળ્યા. દેદાશાહે પોતે કરેલા સંકલ્પની અને થયેલા ચમત્કારની વાત કરી. બંને ખંભાત પહોંચ્યાં. પ્રભુ પાશ્વેનાથનો ખૂબ ઉપકાર માન્યો. એમના કપાળે માણેક રત્નનું તિલક ચઢાવ્યું !

પેથડશાહ એમનો સંસ્કારી પુત્ર.

પેથડશાહ નવયુવાન હતો. અત્યંત તેજસ્વી અને બુદ્ધિશાળી હતો. ચોવીસ વર્ષની નાની ઉંમરમાં એ માંડવગઢનો મંત્રી નિમાયો.

પેથડશાહ પોતાની યુવાન પત્ની પ્રથમણી અને પુત્ર ઝાંઝણશાહ સાથે માંડવગઢ આવ્યો.

એમ કહેવાય છે કે તે સમયે પેથડશાહે જે સુકૃતનો સાગર ફેલાવ્યો તેનાથી સૌને થયું કે માંડવગઢમાં રામરાજ આવ્યું.

ધર્મે જૈન અને કર્મે મંત્રી પેથડશાહ માંડવગઢની પ્રજાનો અદ્ભૂત સ્નેહ જીતવામાં સફળ થયા.

મંત્રી પેથડશાહે પોતાની વિશાળ હવેલીમાં નાનકડું જિનમંદિર પણ બનાવ્યું હતું.

મંત્રી પેથડશાહ, શ્રાવિકા પ્રથમણી પુત્ર ઝાંઝણશાહ એ જિન મંદિરમાં નિત્ય પૂજા કરે અને ભક્તિનો સુંદર લાભ લે.

હમણાં હમણાં એવું બનવા માંડયું કે પૂજા કર્યા પછી મંત્રી પેથડશાહ જિનમંદિર પાસે થોડી વાર બેસી રહે, હાથ જોડેલા રાખે અને ઘેરા મનોમંથનમાં ડૂબી જાય.

આવું ભાગ્યે જ જોવા મળતું દૃશ્ય જોઈને પ્રથમણી વિચારમાં પડિ ગઈ. તેને થયું કે પોતાના પતિ પ્રભુની પૂજા કર્યા પછી શું વિચાર કરતા હશે ?

પ્રથમણીને થાય કે કહો ન કહો પેથડશાહના મનમાં કોઈ ચિંતા છે. ઊંડું વિચારવલોણું છે. એકદા તેણે પૂછી જ લીધું :

' દેવ, તમે આપણા ગૃહજિન મંદિરમાં પૂજા કર્યા પછી ઊંડા વિચારમાં ડૂબી જાઓ છો એવું કેમ ? શું કોઈ ચિંતા છે ?'

પેથડશાહ કહે : ' હા, હું ચિંતામાં છું.'

પ્રથમણી મૂંઝાઈ ગઈ. કહે : ' તો તમે તમારી ચિંતા મને કહેતા કેમ નથી ?'

પેથડશાહ ઘડીભર મૌન રહ્યા. પછી બોલ્યા : 'પ્રથમણી, તું એક પ્રસંગ ભૂલી ગઈ છે. આપણા ગૃહમંદિરમાં ભીમ શ્રાવકે મોકલેલી શાલ અને સોનાની થાળી પડેલાં છે. ભીમ શ્રાવકે પોતાના ગુરુદેવના ચારિત્ર્યની અનુમોદના માટે દેશભરમાં જેમણે ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત સ્વીકાર્યું છે તેમની પ્રશંસા કરતા પત્ર સાથે સોનાની થાળી અને શાલ મોકલ્યાં.

ભીમ શ્રાવકના મનમાં એમ કે આપણે પણ એ મહાવ્રત સ્વીકાર્યું છે. પણ હજુ આપણે એ વ્રત ક્યાં લીધું છે ? એ વ્રત આપણા જીવનમાં ક્યારે ઉદયમાં આવશે તેના વિચારમાં હું ડૂબી જાઉં છું, બસ એટલી જ વાત છે !'
પેથડશાહ અને પ્રથમણીની બત્રીસ વર્ષની ભરજુવાન વય ! હવેલીમાં સુખ અને વૈભવ છલકે.

પ્રથમણી પતિની વાત સાંભળીને બોલી : ' જો તમારા મનમાં આ શુભ વિચાર છે તો તમે અટક્યા કેમ ?'

પેથડશાહ કહે : ' એ શુભ કાર્યમાં તારી પણ સંમતિ જોઈએ ને ?'

વળતી જ પળે પ્રથમણીએ પેથડશાહનો હાથ પકડયો અને કહ્યું : ' ચાલો આપણે ગુરુ મહારાજ પાસે જઈએ. ઉપાશ્રયમાં જઇને વ્રત લઈએ !'

યુવાન પેથડશાહ અને પ્રથમણીએ બત્રીસ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાા લીધી અને જીવન મહાન બનાવ્યું.
ધન્ય તે દંપતી !

પ્રભાવના : પરમાત્માનાં દર્શન કરતી વેળા એવી ભાવના ભાવો કે હું પ્રભુના પદે ક્યારે પહોંચીશ ?


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar