મશરૂમ (ફંગસ) વિશે વિસ્તૃત માહિતી .

- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
મશરૂમનું ભારતમાંથી એક્સ્પોર્ટ પ્રમોશન ઘણું જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેમાં ૨૦૦૪-૫માં ઇન્ડીયન મશરૂમનું એક્સપોર્ટ પ્રમોશન લગભગ ૧૨૦ કરોડ જેટલું આંકવામાં આવ્યું હતું. બીજા દેશ પ્રમાણે જોઈએ તો ચાઇના અને ફ્રાન્સ કેન્ડ બટન મશરૂમના મોટા એક્સપોર્ટરો છે. તે સામે જર્મની મોટામાં મોટો ઇમ્પોર્ટર કન્ટ્રી છે. જે બટન મશરૂમ મોટા પાયે ઇમ્પોર્ટ કરે છે.
આજે ભારત મોટા ભાગના દેશોમાં મશરૂમ એક્સ્પોર્ટ કરે છે. જેમાં યુએસએ, જર્મની, કેનેડા, જાપાન, પાકિસ્તાન, રોમાનિયા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, રશિયા, કુવૈત, ઇઝરાઇલ, મેક્સિકો, યુકે, સ્વીત્ઝરલેન્ડ, નેપાળ, ડેનમાર્ક, સ્વીડન, યુએઇ જેવા દેશોમાં ભારતમાંથી મશરૂમ એક્સ્પોર્ટ થાય છે.
નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મશરૂમ, સોલાને (હિમાચલ પ્રદેશ) રેઇસી (Genoderma lacidam) પ્રકારનું ઇમ્પોર્ટન્ટ મેડિસીનલ મશરૂમ ડેવલોપ કરેલ છે. આ પ્રકારના મશરૂમની માંગ દેશ-વિદેશમાં વધી રહી છે. ત્યારે યુકે ગર્વમેન્ટે મેજીક મશરૂમ કલ્ટીવેટેડને ડ્રગ એક્ટ ૨૦૦૫ના આધારે ઇલીગલ જાહેર કર્યું છે. તેમજ તેના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકેલ છે.
પોલીસેક્રાઇડ :- આ એક ડેટોકસીફીકેશન કલીનઝર તરીકે ઓળખાય છે. જે બ્લડ સુગર લેવલ ઓછું કરવામાં મદદરૂપ બને છે.
(સંપૂર્ણ)









