Magazines
દરિયામાં મોતના કૂવા : વમળ
By GS TEAM
3 Oct 20251 min read

સાંકડા મોંવાળી ગળણીમાં પાણી નાખીને જોશો તો તેમાંથી પસાર થતું પાણી ચક્રાકાર ગતિથી ઉતરે છે. મોટી ટાંકીમાં તળીયે નાનકડું છિદ્ર હોય તો તેમાંથી પાણી બહાર જવા માટે છિદ્ર તરફ ચારે બાજુથી દબાણ કરે છે. પરિણામે છિદ્ર તરફ ચક્રાકાર વમળ બને છે. દરિયા કે તળાવમાં ક્યારેક સાંકડી જગ્યામાં પાણી પ્રવેશે ત્યારે પણ આવા વમળ બને છે. સમતલ જમીન પર વહેતી નદીના રસ્તામાં ક્યારેક સાંકડી ઊંડી ખાડી આવે તો તેમાં પ્રવેશતું પાણી પણ વમળ સર્જે અને નદીમાં તે સ્થળે વચ્ચે ખાડો અને ગોળાકાર ફરતું પાણી દેખાય. આ વમળમાં ફરતાં પાણીની શક્તિ પ્રચંડ હોય છે. દરિયામાં સર્જાતા આવા વમળોમાં તો નાની મોટી હોડીઓ પણ ચક્રાકાર ફરીને તળિયે જઈ પડે. મહાસમુદ્રોમાં ઘણા સ્થળે આવા વમળ હોય છે. જહાજ પણ તેની ઝપટમાં આવે તો ઘૂમરડી ખાઈને ડૂબી જાય. દરિયાખેડૂઓ આવા વમળોને મોતના કૂવા ગણે છે.








