GSTAT માં કેસના રેકોર્ડનું નિરીક્ષણ

- વેચાણવેરો - સોહમ મશરુવાળા
આ લેખમાં GSTAT પ્રક્રિયાના કેટલાક મુખ્ય નિયમોની ચર્ચા કરવામાં આવી રહી છે. GSTAT ઁર્બિીગેિી ઇેનીજના નિયમ ૬૭ થી ૭૧ પક્ષકારને ટ્રિબ્યુનલના કેસ રેકોર્ડ સુધી નિયંત્રિત અને પારદર્શક પહોંચ આપે છે. આ નિયમો એક તરફ કરદાતાને પોતાના કેસનો સંપર્ણ રેકોર્ડ ચકાસવાની તક આપે છે, તો બીજી તરફ ન્યાયિક ફાઈલની સુરક્ષા, ગોપનીયતા અને અખંડિતતા જાળવવા કડક નિયંત્રણ પણ મૂકે છે. અપીલની અસરકારક રજૂઆત માટે માત્ર કાનૂની દલીલો પૂરતી નથી. ટ્રિબ્યુનલના રેકોર્ડમાં કયા દસ્તાવેજો ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી પણ એટલી જ આવશ્યક છે. તેથી મહત્વપૂર્ણ GSTAT કેસોમાં સુનાવણી પહેલાં રેકોર્ડનું નિરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નિયમ ૬૭ : કોણ રેકોર્ડનું નિરીક્ષણ કરી શકે ?
નિયમ ૬૭ મુજબ કોઈ કેસનો અરજદાર અથવા તેનો અધિકૃત પ્રતિનિધિ કેસના રેકોડનું નિરીક્ષણ કરવાની પરવાનગી મેળવી શકે છે. તેના માટે અરજદારે GSTAT ર્ખંઇસ્-૦૩ માં અરજી રજિસ્ટ્રાર સમક્ષ કરવી અને ફી શેડયૂલ મુજબની નિર્ધારિત ફી ભરવી પડે છે. આ નિયમમાં ''સચઅ મી ચનર્નુીગધ શબ્દો વપરાયેલા છે. તેથી ફોર્મ રજૂ કરવાથી અથવા ફી ભરવાથી આપમેળે નિરીક્ષણનો બિનશરતી અધિકાર મળતો નથી. નિરીક્ષણ માટે રજીસ્ટ્રારની મંજૂરી આવશ્યક છે.
નિયમ ૬૭ : અરજી માટે GSTAT ર્ખંઇસ્-૦૩
નિયમ ૬૭ હેઠળની અરજી માટે GSTAT ર્ખંઇસ્-૦૩ નક્કી કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં મુખ્યત્વે વિગતો ય્જી્ૈંશ, ્ીર્સૅચિિઅ ૈંગીહૌકૈબર્ચૌહ શેસમીિ અથવા ેંહૈૂેી ૈંગીહૌકૈબર્ચૌહ શેસમીતિ અપીલકર્તાનું નામ; અપીલકર્તાનું સરનામું; મૂળ અપીલ અથવા ઓર્ડર નંબર; સંબંધિત તારીખ; નિરીક્ષણ માગવાના આધાર; નિરીક્ષણનો હેતુ; ફી ચુકવણાની વિગતો; કયા દસ્તાવેજોનું નિરીક્ષણ કરવું છે તેની વિગત; જરૂરી હોય તો વધારાની નોંધ; અરજીનું સ્થળ અને તારીખ; અરજદારની સહી; અરજદારનું નામ; અને અરજદારનો હોદ્દો અથવા કેસમાં તેની સ્થિતિ આપવાની રહે છે. ટેકનકલી અરજદાર સમગ્ર કેસ રેકોર્ડના નિરીક્ષણની માગણી કરી શકે છે. તેમ છતાં વ્યવહારિક રીતે અરજીમાં દસ્તાવેજોની ચોક્કસ વિગતો આપવી વધુ યોગ્ય છે. GSTAT ઁર્બિીગેિી ઇેનીજ ના જીબરીગેની ર્ક ખીીજ મુજબ નિયમ ૬૭ હેઠળ રેકોર્ડના નિરીક્ષણ માટેની અરજીની ફી રૂ. ૫,૦૦૦ છે. આ ફી સામાન્ય રીતે નિરીક્ષણની અરજી માટે છે. તે દરેક પાના અથવા દરેક દસ્તાવેજ દીઠ વસૂલાતી ફી નથી. નિરીક્ષણ અને પ્રમાણિત નકલ મેળવવાની પ્રક્રિયા અલગ છે. પરંતુ રૂ. ૫,૦૦૦ ની ફી ભરવાથી અરજદારને પ્રમાણિત નકલ મેળવવા અધિકારો આપમેળે મળતા નથી. વધુ માહિતી આગામી લેખમાં આપવામાં આવશે.









