Magazines

પેસ્ટયુરાઇઝ મિલ્ક (દૂધ) વિશે વિસ્તૃત માહિતી

By GS TEAM
15 Mar 20262 mins read
પેસ્ટયુરાઇઝ મિલ્ક (દૂધ) વિશે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંકથી ચાલુ)

ફલેશ સિસ્ટમ : આ પધ્ધતિમાં દૂધને ૧૬૦ થી ૧૬૫ ફે. હીટ ઉષ્ણતામાને અમુક મિનીટ માટે ગરમ કરી, રૂમ ટેમ્પ્રેચરે ઠંડુ કરી બોટલ તેમજ પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવે છે. ત્યારબાદ રેફ્રીજરેટર પધ્ધતિ અપનાવી સંગ્રહ કરવામાં આવે છે.

હોલ્ડર સિસ્ટમ : આ પધ્ધતિમાં દૂધને ૧૪૦ ફે. હીટ ઉષ્ણતામાને ૩૦ મિનિટ સુધી ગરમ કરી, ઠંડુ પડતા પહેલા બોટલિંગ કરી, રેફ્રીજરેટરમાં રાખવામાં આવે છે.

મિલ્ક સબસ્ટિટયુટ :- ડાયમાલ્ટમાંથી બનતું જાડા સિરપ જેવું ખુશ્બુદાર વાસવાળુ અને મીઠા સ્વાદવાળુ હોય છે. તેમાં ૨૪ થી ૨૮ ટકા પાણી, ૧.૩ ટકા એશ, ૦.૭૧૮ થી ૧.૫૧ ટકા લેકટિક એસિડ, ૪.૬૮ થી ૫.૦૬ ટકા નાઇટ્રોજનના હોય છે. આ રસાયણોથી બનેલ દૂધને મિલ્ક-સબસ્ટિટયુટ કહેવાય છે.

એડલસ્ટ્રેશન : સૌથી જૂની પધ્ધતિ દૂધમાં પાણી મેળવવાની છે. દૂધમાં પાણી મેળવવાથી તેનો નેચરલ કલર દૂર થઈ જાય છે. જે દૂધના અનુભવીને જલદીથી ખ્યાલ આવી જાય છે. દૂધનો નેચરલ કલર યેલોઇસ-વાઇટ હોય છે જે પાણી મેળવવાથી બ્લુઇસ ટીન્ટ આવી જાય છે. જે દૂધ માપવાના સાધનથી પકડાય છે.

હોલ મિલ્ક : એડલસ્ટરેશનની બીજી પધ્ધતિમાં દૂધમાંથી ક્રીમ કાઢી લઈ બાકીના વધેલા દૂધને હોલ મિલ્ક ઓફ સ્કીમ્ડ અથવા પાર્ટલી હોલ મિલ્ક તરીકે ઓળખવામાં આવે છે.

દૂધને ટેસ્ટ કરવા માટે લેકટોમિટર અને હાઇડ્રોમિટરનો ઉપયોગ કરવામાં આવે છે.                                          (સંપૂર્ણ)