Magazines

વિવિધ પ્રકારના પોલિશીસ અંગે વિસ્તૃત માહિતી

By GS TEAM
14 Jun 20261 min read
વિવિધ પ્રકારના પોલિશીસ અંગે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંકથી ચાલુ)

* ફીલર : ફીલર એટલે એક જાતનું મિનરલ જે વજનમાં વધારો કરે, કોસ્ટ ડાઉન કરી પ્રોડક્ટને સ્ટ્રક્ચર પુરુ પાડે છે. સાથે સરફેસ રબીંગમાં મદદ કરે છે.

* આલકલી : આલકલી એટલે એસિડીટ સ્ટ્રક્ચરને ન્યુટ્રલ કરે અને સોલ્યુબીલીટીમાં વધારો કરે તેને આલ્કલી કહેવાય છે. પોલિશીંસ માટે આલકલીમાં વધારે પડતો ટ્રાય ઇથેનોલ એમાઈનનો ઉપયોગ થાય છે.

* મેન્યુફેક્ચરીંગ મેથડ : કોઈપણ પ્રકારના વેક્સને મેલ્ટ કરવામાં આવે છે. ત્યારે તે વેક્સના મેલ્ટીંગ પોઈન્ટને ધ્યાનમાં રાખીને પછીથી જ તેને મેલ્ટ કરી શકાય છે. વેક્સને બે પદ્ધતિથી મેલ્ટ કરી શકાય છે. (૧) ડાયરેક્ટ સ્ટીમ, (૨) જેકેટ પાન આ બે પધ્ધતિમાં જેકેટ પાન વધારે સુરક્ષિત ગણાય છે.

જ્યારે વેક્સ હોમોજિનાઈઝ બને પછીથી આ વેક્સના ગરમ માસમાં સોલવન્ટ ઉમેરી શકાય છે. સોલવન્ટ ઉમેરવાના સમયે સ્ટરીંગ જરૂરી બને છે.

* કાર પોલિશના કી-ઈનગ્રેડીએન્ટ : કાર્નુબા વેક્સ, બેન્ઝાન, ટ્રાયઇથેનોલ એમાઈન, ફીલર, કલર અને પરફ્યુમ્સ વડે કાર પોલિશ બનાવી શકાય છે.

* મેટલ પોલિશના કી-ઇનગ્રેડીએન્ટ : બીઝ વેક્સ, પોટેશિયમ પરમેનગેટ, લાઈટ લીકવીડ પેરાફીન, ટર્પેનટાઈન વડે ફ્લોર પોલિશ બનાવી શકાય છે.

* લેધર પોલિશના કી-ઈનગ્રેડીએન્ટ : પેરાફીન વેક્સ, સ્પરમેટિક ઓઈલ, ટર્પેન્ટાઈન ઓઈલ, બોરેક્સ વડે લેધર પોલિશ બનાવી શકાય છે.