Magazines

ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગે માહિતી

By GS TEAM
3 May 20261 min read
ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગે માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસનયુક્ત ટૂથપેસ્ટ દાંતનો સડો, દાંતની મજબૂતી, તેમજ દાંતના રોગોમાં અક્ષીર સાબિત થયેલ છે.સાથે ફ્લોરાઇડ દાંતના ઉપરના પડના પદાર્થને સખત બનાવે છે. તેમજ દાંતના હાડકાંના સડાને ઓછો કરવામાં મદદરૂપ બને છે.

ફ્લોરાઇડ : ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ પ્રમાણ લગભગ (૦૫થી ૦૧-એમજી), જેટલું હોય છે. તેમજ પબ્લીક ડ્રીંન્કીંગ વોટર સપ્લાયમાં (૧ એમજી) જેટલું ફ્લોરીન સોલ્ટ ઉમેરવામાં આવે છે. જે દાંતના રોગોને અસરકાર રીતે ઓછો કરવામાં મદદરૂપ બને છે. તેમાયે બાળકોના દાંત માટે ખાસ ઉપયોગી સાબિત થયેલ છે.

ફ્લોરિડેટીંગ કમ્પાઉન્ડ ટૂથપેસ્ટ અને ડેન્ટ્રીફ્રીક તેમજ ડ્રીન્કીંગ વોટર માટે ઉપયોગમાં લેવાય છે. ડ્રીંન્કીંગ વોટરમાં થોડું પણ વધારે એટલે કે (૧-૦થી ૨.૦ એમજી/૧ લીટર) સોલ્યુબલ ફ્લોરાઇડ હોય તો દાંતની સપાટી ઉપર ટપકાં, ટપકાં બાઝી જતાં હોય ચે. સાથે નેચરલ શાઈન, દાંતનું લસ્ટર તેમજ દાંત ચોકલેટ પ્રકારના વાઇટ, બ્રાઉન, યેલો અથવા બ્લેક પ્રકારના થઇ જાય છે.

કેલ્શિયમ : કેલ્શિયમ એ એક સ્ટેબલ, કોમન, ડીસ્પર્સ્ડ મટિરીયલ જે નેચરલ પદાર્થ છે. કેલ્શિયમ દાંતની મજબૂતીમાં વધારો કરે છે. તેમજ દાંતના પેઢાને સખત બનાવવામાં મદદરૂપ બને છે. કેલ્શિયમથી દાંતના હાડકાં મજબૂત બને છે.

પ્રોપર્ટી : વાઇટ, કલરલેસ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, સ્પે. ગ્રે. ૨,૦૭-૨,૯૫ ડીકમ્પોઝ એટ ૮૨૫ં સે., નોન ટોકસિક, ઓછા પ્રમાણમાં ઓગળે છે.

(ક્રમશઃ)