જોબ, જાતીય સતામણી અને માહોલ ટીસીએસ ટુ લેન્સકાર્ટ લાચારીનો લાભ ઉઠાવતા નરાધમો

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- જાતીય સતામણીના મુદ્દાનો સામનો કેવી રીતે કરવો તેની કુનેહ મહિલાઓેએ કેળવી લીધી હોય એમ લાગે છે. કાયદા પણ તેમનું રક્ષણ કરવા માટે બનાવાયા છે
- પોતાની દિકરી કે વહુ કઇ કંપનીમાં કામ કરે છે, તે કંપની ક્યાં આવેલી છે તેના ઇમિડયેટ બોસ કોણ છે વગેરેની જાણ મેળવવી પણ આજના માહોલમાં જરૂરી બની ગઇ છે
શિક્ષિત મહિલાઓ પોતે મેળવેલા જ્ઞાનનો આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરીને પોતાના કુટુંબ તેમજ સમાજ માટે સિમાચિન્હ બની જાય છે. વિદેશની જેમ મેટ્રો શહેરોમાં પતિ- પત્ની બંને નોકરી કરીને સમૃધ્ધ જીવન જીવતા હોય છે. તેમના સંતાનોને તે ઉચ્ચ શિક્ષણ આપી શકે છે. કંપનીઓના બોર્ડમાં જ્યારે મહિલા ડિરેક્ટરોની સંખ્યા વધારવા પર ભાર મુકાઇ રહ્યો છે ત્યારે અનેક કંપનીઓમાં મહિલા સીઇઓ પણ જોવા મળી રહ્યા છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓ ટોપમાં જોવા મળે છે.
જોબ કરતી મહિલાઓ પોતાના ક્ષેત્રે સ્પર્ધા સહીતના અનેક મુદ્દે સામનો કરતી આવી છે તેમાં જાતીય સતામણીનો પણ સમાવેશ થાય છે.પરંતુ આ મુદ્દાનો સામનો કેવી રીતે કરવો તેની કુનેહ મહિલાઓેએ કેળવી લીધી હોય એમ લાગે છે. કાયદા પણ તેમનું રક્ષણ કરવા માટે બનાવાયા છે.
ટીસીએસના નામે પ્રચલીત ટાટા કન્સલ્ટીંગ સર્વિસની નાસિક બ્રાન્ચમાં ફિમેલ સ્ટાફની જાતિય સતામણી તેમજ ઘર્મ પરિવર્તન માટેનો કિસ્સો દેશની કોર્પોરેટ કંપનીઓમાં ટોકિંગ પોઇન્ટ બન્યો છે. જોબ કરતી દરેક મહિલાઓ અને યુવતીઓમાં પણ ટીસીએસનો કીસ્સો ચર્ચાઇ રહ્યો છે. જેમના પરિવારમાં વહુ-દિકરીઓ જોબ પર જાય છે ત્યાં પણ સલામત અને સતેજ રહેવાની સૂચનાઓ મળવા લાગી છે. બધી કંપનીઓમાં મહિલાઓની જાતીય સતામણી થાય છે એવું નથી પરંતુ ટીસીએસ જેવી નામાંકીત કંપનીમાં જ્યારે સ્ટાફની જોબ કરવાની ગરજનો લાભ ઉઠાવાતો હોય ત્યારે નાના કારખાનામાં જોબ કરતી મહિલાઓ કેટલું સહન કરતી હશે તે વાત વિચાર માંગી લે છે.
જ્યાં હ્યુમન રીસોર્સીસ ડિપાર્ટમેન્ટ હોય તેવી કંપનીઓમાં એચઆર પોતેજ મુખ્ય ગુનેગાર બનીને નોકરીની ખૂબજ જરૂરીયાત વાળા સ્ટાફની સાથે મનમાની ભર્યું વલણ રાખે ત્યારે સહન કરનારા સ્ટાફ પાસે લાચાર બનીને ઉભા રહેવા સિવાય કોઇ વિકલ્પ નથી બચતો.
દરેક કંપનીઓ સ્ટાફનું પરફોર્મન્સ તેની બ્રાન્ચના એચઆરની પાસે મંગાવે છે. જો એચઆર નેગેટીવ રિપોર્ટ આપે તો નોકરી પરનું જોખમ વધે છે. ટીસીએસનો લાચાર સ્ટાફ અનેક કારણોસર સરંડર થયો હશે એમ મનાય છે. શાકાહારી સ્ટાફ ક્યારેય બીફ ના ખાય પરંતુ તેમને ુપરાણે ખવડાવડાયું તે દર્શાવે છેકે તેમના પર વિવિધ પ્રેશર કરાતું હતું.
બળવો કરવાનું ક્યારેય કોઇ વિચારતું નથી હોતું. સહન કરનારા જાણે છે કે ના બોલવામાં નવ ગુણ પરંતુ લાંબો સમય ચૂપ રહેનારા અંતે પરિસ્થિતિને સરંડર થઇ જાય છે અને પછી શોષણનો ભોગ બને છે. એક તરફ સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની ચર્ચા ફ્લોપ ગઇ છે તો બીજી તરફ જોબ કરતી મહિલાઓને યેન કેન રીતે ફસાવીને લોકો તેમની હવસ સંતોષે છે. જાતીય સતામણીનો ભોગ બનતી મહિલાઓ થોડું સહન કરીને પોતાની કેરીયર કે કુટુંબની જવાબદારીને મહત્વ આપે છે પરંતુ પુરૂષ પ્રધાન તેને મહિલાની સંમતિ સમજી બેસે છે. જ્યાં લાચારી છે ત્યાં શોષણખોરીનો જન્મ થાય છે. આ એક પ્રકારની માનસિકતા છે. નબળું જોયું નથીકે જેન્ટલમેન કહી શકાય તેવા પુરૂષમાં છુપાયેલી કામવાસના બહાર આવવા મથે છે.
હદ તો ત્યારે થાય છે કે જ્યારે જોબ કરનારાની લાચારીને પોતાના ધર્મમાં પરિવર્તીત કરવા વિવિધ રીતના ત્રાસ ગુજારાય છે. મહિલાઓ અનેક ક્ષેત્રે ટોપ પર છે. દેશમાં બે રાજ્યોમાં મહિલા મુખ્યપ્રધાનો છે એમ દેશના નાણાપ્રધાન મહિલા છે. રાષ્ટ્રપતિ પણ મહિલા છે છતાં કોર્પોરેટ ક્ષેત્રે મહિલાઓ શોષણખોરો માટે આસાન ટાર્ગેટ બની રહી છે. કેમકે મહિલાઓની શૈક્ષણીક લાયકાત અને તેમનામાં રહેલા કૌશલ્યના આધારે તેમને મોટી કંપનીઓમાં જોબ મળતી હોય છે. જે મહિલાઓ ટેાપની જોબ પર છે તે માથું ઉંચુ રાખીને કંપનીમાં કામ કરી શકે છે પરંતુ નંબર થ્રી કે ફોરની કેટેગરીમાં આવતી મહિલાઓએ રોજ બરોજ અનેક ટીકા, મશ્કરી કે આડકતરી સેક્સી કોમેન્ટ કે કામાંધ સિનીયરોનો સામનો કરવો પડે છે.
જેમને જોબની જરૂર છે એવા મહિલાઓ જાણે અજાણે પરિસ્થિતિને સરંડર થઇ જાય છે જ્યારે કેટલીક મહિલાઓ વિરોધ કરીને કંપની સાથે છેડો ફાડી નાખે છે.અહીં ટીસીએસના ટોપના મેનેજમેન્ટની પ્રશંસા કરવી જોઇએ કેમકે તેમણે ત્વરીત પગલાં લઇને ગુનો કરવામાં સંડોવાયેલા તમામ સામે પગલાં લઇને પોલીસની તપાસમાં સહકાર અપવાનું શરૂ કર્યું છે. હવે મામલો કોર્ટમાં જતા પહેલાં સોશ્યલ નેટવર્કની કોર્ટમાં ચાલી રહ્યો છે. સોશ્યલ નેટવર્ક પર ચાલતા કેટલાક ગૃપ હવે એવું કહી રહ્યા છે કે આખો કેસ ખોટો છે અને નાસિકના ગોડમેન અશોક કરાતને બચાવવા આ કેસ ઉભો કરાયો છે.
હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા ગૃપો આ કેસના મૂળીયા ત્રાસવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું કહે છે. પોલીસ તપાસ ચાલે છે. જેને મુખ્ય ચાલબાજ ગણવામાં આવે છે તે નેહાખાન લાપત્તા છે.
કોઇ કંપની ખોંખારીને કહી શકે એમ નથી કે અમારે ત્યાં જાતિય સતામણીના કીસ્સા બનતા નથી. કંપનીઓમાં જોબ કરતી મહિલાઓ અનેક નાની મોટી સીધી કે આડકતરી મશ્કરીઓનો રોજ બરોજ અનુભવ કરતી હોય છે. મેટ્રો ટ્રેનના સફરથી માંડીને હાઇફાઇ કહી શકાય એવી વંદેભારત ટ્રેન સુધીના જાતિય સતામણીના કીસ્સાઓ જોવા મળે છે.
કેટલીક કંપનીઓ પોતાનો ડ્રેસ કોડ રાખતી હોય છે, હોસ્પિટાલીટી સાથે સંકળાયેલી કંપનીઓમાં કામ કરતી મહિલાઓને આવકાર આપતી વખતે પધારો,નમસ્તે કે જ્યશ્રી કૃષ્ણ કહેવાના બદલે હેલ્લો, ગુડમોર્નિંગ કહેવાની ટ્રેનીંગ અપાય છે. કંપનીઓ તેમની કામગીરીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરે છે પરંતુ તેમના મેલ સ્ટાફની મનોવૃત્તિ બદલી શકતી નથી.
પ્રાઇવેટ કંપનીઓની પોતાની આચાર સંહીતાનું ઢોલ વગાડે છે અને પોતે આધુનિક હોવાનો ડોળ કરીને કંપની બહુ મોટી છે એવું સાબિત કરે છે પરંતુ અનેક મોટી કંપનીઓમાં દિવા પાછળ અંધારૂં જેવી સ્થિતિ હોય છે. પ્રાઇવેટ કંપનીઓમાં સરકારી દખલ નથી હોતી. પોલીસ પણ સીધી તપાસથી દુર રહે છે. કંપનીઓની પબ્લીક રીલેશન્સ ટીમ સમાચાર માધ્યમો સાથે સંપર્કમાં હોઇ કંપની વિરોધી ઘટના ભાગ્યેજ પ્રકાશમાં આવવા દેતા હોય છે.
ધર્મ પરિવર્તનનો મુદ્દો બહુ વિવાદાસ્પદ છે. કોઇ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે તો તે આવકાર્ય છે પરંતુ જ્યારે સામાવાળાની લાચારીનો લાભ ઉઠાવાય ત્યારે વિવાદ બને છે. જોબ કરતી મહિલાઓના માથે અનેક જવાબદારી હોય છે. ટીસીએસની અસરગ્રસ્ત મહિલાઓેના માથે કુટુંબની જવાબદારી ના હોત તો તેમણે જોબ છોડી દીધી હોત પરંતુ તેમણે સહન કરે રાખ્યું હતું. તે જોબ છોડત તો તેમનું અન્ય કંપનીમાં જોઇન ના થઇ શકે તેવા સર્ટિફીકેટ તૈયાર થાત જેથી તેમનો સીવી કોઇ હાથમાં ના પકડત.
જ્યારથી કોર્પોરેટ કંપનીઓ આધુનિક ટચવાળી બની છે અને મહિલાઓને લીડરશીપ આપતી થઇ છે ત્યારથી શિક્ષીત મહિલાઓ ટોપની કંપનીઓમાં જોબ મેળવવા સક્ષમ બની હતી તો સામે છેડે કંપનીઓ પણ તેમના કૌશલ્યને માપીને પ્રમોશન આપતી હતી.અનેક કંપનીઓમાં સેંકડો યુવતીઓ ટોપની પોસ્ટ પર છે.
સિક્કાની બીજી બાજુ એ છે કે જોેબ કરતી મહિલાઓ ક્ટલીક બાબતોને ઇગ્નોર કરતા શીખી ગઇ હોય છે. તે મશ્કરી કરનારને પોલીસ ફરિયાદ કરવાની કે મેનેજમેન્ટને ફરિયાદ કરવાની ધમકી આપતા ડરતી નથી. તે પોતાના ફેમિલીને પણ જાણ કરતી રહે છેકે ઓફિસનો સ્ટાફ કેટલો કોઓપરેટીવ છે.
લેન્સ કાર્ટ જેવી બહુ જાણીતી કંપની પણ મહિલાઓને બીંદી કે ચાંદલો કરીને નહીં આવવાના આદેશમાં સપડાઇ ગઇ હતી. કંપનીએ પછી ખુલાસો કર્યો છે કે હવે આવા કોઇ પ્રતિબંધ નથી. પરંતુ સોશ્યલ નેટવર્ક પર તેની ભરપેટ ટીકા થઇ હતી.પોતાની દિકરી કે વહુ કઇ કંપનીમાં કામ કરે છે, તે કંપની ક્યાં આવેલી છે તેના ઇમિડયેટ બોસ કોણ છે વગેરેની જાણ મેળવવી પણ આજના માહોલમાં જરૂરી બની ગઇ છે.
ગુજરાતમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ છે. એક કંપનીમાંતો ૮૦ ટકા સ્ટાફ ફિમેલનો છે. ગુજરાતની કંપનીઓમાં પણ જાતીય સતામણીના કેસો નોંધાયેલા છે. પરંતુ ત્યારબાદ કંપનીએ અનેક નવા સુધારા કરીને ફિમેલ સ્ટાફ માટે સલામતી ઉભી કરી છે.જોબ કરતી મહિલાઓ પોતાના ક્ષેત્રે સ્પર્ધા સહીતના અનેક મુદ્દે સામનો કરતી આવી છે તેમાં જાતીય સતામણીનો પણ સમાવેશ થાય છે.
- POSH અધિનિયમ હેઠળના કેટલાક મહત્વના ચુકાદા
પ્રાઇવેટ કંપનીઓમાં જાતીય સતામણીના અનેક કેસો કોર્ટે ચઢેલા છે. કાયદા અનેક છે પરંતુ મહિલા કર્મચારીઓ તેનો ઉપયોગ નથી કરતી તે તે જાણતી નથી. POSH અધિનિયમ હેઠળના કેટલાક મહત્વના ચુકાદાઓનો અહીં ઉલ્લેખ કરાયો છે.
POSH એક્ટ, અથવા 'કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, ૨૦૧૩' એ એક વ્યાપક કાયદો છે જે ભારતમાં કાર્યસ્થળ પર થતી જાતીય સતામણીના મુદ્દાઓને સંબોધે છે. આ કાયદા હેઠળ પસાર કરવામાં આવેલા કેટલાક મહત્વના ચુકાદાઓ અહીં આપ્યા છે ઃ
૧.. વિશાખા વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાન ઃ આ એક સીમાચિહ્નરૂપ ચુકાદો છે જેના કારણે POSH એક્ટ ઘડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે કાર્યસ્થળ પર જાતીય સતામણી એ સ્ત્રીના સમાનતાના મૂળભૂત અધિકાર અને જીવન તથા સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.
૨.. એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વિરુદ્ધ એ.કે. ચોપરા ઃ આ કેસમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું કે એમ્પ્લોયર્સ (માલિકો) તેમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી જાતીય સતામણી માટે જવાબદાર છે, અને તેમણે કાર્યસ્થળમાં જાતીય સતામણી અટકાવવા અને તેને ઉકેલવા માટે સક્રિય પગલાં લેવા જોઈએ.
૩.... ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની આંતરિક ફરિયાદ સમિતિ (ૈંભભ) વિરુદ્ધ તનુજા પ્રિયા ભટ ઃ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે એમ્પ્લોયરે જાતીય સતામણીથી મુક્ત સુરક્ષિત કાર્યકારી વાતાવરણ પૂરું પાડવું જોઈએ, અને 'આંતરિક ફરિયાદ સમિતિ' (ૈંભભ) ની રચના થાય અને તે અસરકારક રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એમ્પ્લોયરની છે.
૪.... પૂર્ણિમા અડવાણી વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા ઃ આ કેસમાં ઠરાવવામાં આવ્યું હતું કે POSH એક્ટ સરકારી સંસ્થાઓને પણ લાગુ પડે છે, અને સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેની તમામ કચેરીઓ અને કાર્યસ્થળો પર જાતીય સતામણીની ફરિયાદોના નિવારણ માટે આંતરિક ફરિયાદ સમિતિઓ હોય.
૫.... સંચયની શર્મા વિરુદ્ધ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઃ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે જાતીય સતામણી માત્ર શારીરિક હોવી જરૂરી નથી; તેમાં અણગમતી હરકતો, ટિપ્પણીઓ અથવા ઈશારા જેવી મૌખિક અથવા બિન-મૌખિક વર્તણૂકનો પણ સમાવેશ થઈ શકે છે.
૬... મધુ વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ ઃ આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે જાતીય સતામણીને 'શંકાથી પર' (મીઅર્હગ િીચર્જહચમની ર્ગેમા) સાબિત કરવાની જરૂર નથી અને તેને 'સંભાવનાની પ્રબળતા' (ૅર્િીૅહગીચિહબી ર્ક ૅર્મિચમૈનૈૌીજ)ના આધારે સ્થાપિત કરી શકાય છે.
૭..... અંજલિ ભારદ્વાજ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા ઃ આ કેસ સરકારી વિભાગોમાં મહિલાઓની જાતીય સતામણીના મુદ્દા સાથે સંબંધિત હતો અને ઠરાવ્યું હતું કે તમામ સરકારી વિભાગોએ જાતીય સતામણીની ફરિયાદોના નિકાલ માટે આંતરિક ફરિયાદ સમિતિઓની રચના કરવી આવશ્યક છે.
૮... ૈંભૈંભૈં બેંક વિરુદ્ધ વિનોદ કુમાર ઃ આ કેસમાં ઠરાવવામાં આવ્યું હતું કે એમ્પ્લોયર્સ એવી દલીલ કરીને જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી કે ગુનેગાર સંસ્થાનો કર્મચારી નહોતો પરંતુ ત્રીજો પક્ષ (ારૈગિ ૅચિાઅ) અથવા કોન્ટ્રાક્ટર હતો.
૯... કમલજીત કૌર વિરુદ્ધ પંજાબ એન્ડ સિંધ બેંક ઃ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે એમ્પ્લોયરે સુનિશ્ચિત કરવું જોઈએ કે આંતરિક ફરિયાદ સમિતિની રચના થાય અને તે અસરકારક રીતે કાર્ય કરે, તેમ ન કરવામાં આવે તો તેને બેદરકારી માટે જવાબદાર ઠેરવી શકાય છે.
૧૦... વિનિતા શ્રીવાસ્તવ વિરુદ્ધ સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ ઃ આ કેસમાં એમ્પ્લોયર્સ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી પ્રત્યે 'ઝીરો-ટોલરન્સ' ની નીતિ અપનાવવા અને આવી ઘટનાઓને રોકવા તથા ઉકેલવા માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.








