AI અદાલતના સલાહકાર .

- Two - ઇન One અ A : - એક વાર્તા... બે ભાષામાં! - ક્લેરા ક્રિશ્ચિયન
- બોર બોર જેવા આંસુ સારતો હેપી બોલ્યો, 'ના સર, હવે કોઇને હેરાન નહીં કરું...'
આખરે એઆઈ રોબોટે તેને છોડયો.
હેપી હાથી દોડતો
દૂર જંગલમાં કશેક
છુપાઈ ગયો.
હેપી હાથી આખા જંગલમાં તરખાટ મચાવતો. મસ્તી ખાતર નાના પ્રાણીઓને હેરાન-પરેશાન કરતો. તેને હેરાન થતાં જોઇને પોતે ખુશ થતો. કેટલાક દિવસથી તેણે વીરુ વાનરને સતાવવાનું શરૂ કર્યું હતું. સૂંઢથી પકડીને તેને ઊંચો કરે. જ્યારે વીરુ બૂમો પાડે ત્યારે તે મોટે મોટેથી હસે.
વીરુનો જીવ તાળવે ચોંટી જતો. વીરુ વાનરના પિતા વકુ વાનરને ખૂબ ચિંતા થતી, પણ હાથીનો સામનો કેવી રીતે કરવો? કોઇની મદદની આશા રાખીને એ બેઠો હતો.
અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો. ઝાડની ડાળીએ લટકતો લટકતો તે શહેક તરફ ગયો. શહેરામાંથી કંઈક ઉપાય મળશે તેવી એને આશા હતી.
એણે જોયું કે એક મોટા હૉલમાં મીટીંગ ચાલી રહી હતી. જીજ્ઞાાસાવશ તે હોલમાં ગયો. ભાષણ સાંભળવા લાગ્યો. ભાષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે હતું. વકુ વાનર ઘણું શીખ્યો.
તે એઆઈ સેન્ટરમાં ગયો. ત્યાંથી એક એઆઈ સંચાલિત રોબોટને પોતાની સાથે જંગલમાં લાવ્યો. તેણે એઆઈ રોબોટને પોતાની સમસ્યા જણાવી. તેને લઈને વકુ વાનર ઝાડની ઊંચી ડાળ ઉપર બેસી ગયો.
હેપી હાથી તે વૃક્ષ નીચે જ રહેતો હતો. દૂરથી વીરુ વાનર પસાર થઈ રહ્યો હતો. વકુ વાનર સતર્ક થઈ ગયો. એણે એઆઈ રોબોટને પણ સતર્ક કરી દીધો. જવો વીરુ વાનરને જોયો કે તરત હેપી હાથી તેને પકડવા દોડયો.
એઆઈ રોબોટ એની જ રાહ જોઈ રહ્યો હતો. એણે ફટ્ કરતી હેપીની સૂંઢ પકડી લીધી.
એઆઈ રોબોટના હાથમાંથી છૂટવા હેપી પ્રયત્ન કરવા લાગ્યો, પણ એઆઈ રોબો છોડે તોને? રોબોટ કહેતો હતો, 'બોલ, હવે કોઇને હેરાન કરીશ ?'
બોર બોર જેવા આંસુ સારતો હેપી બોલ્યો, 'ના સર, હવે કોઇને હેરાન નહીં કરું...'
આખરે એઆઈ રોબોટે તેને છોડયો. હેપી હાથો દોડતો દૂર જંગલમાં કશેક છુપાઈ ગયો.
આ આખી વાતની જંગલના રાજા સિંહને જાણ થઈ. એમણે વકુ વાનરને શાબાશી આપી. એઆઈ એટલે અત્યંત સ્માર્ટ યંત્ર કે જે જાતજાતની ટાસ્ક કરી શકે, તમારા કામમાં મદદ કરી શકે, તમારી સાથે વાતો પણ કરી શકે. એઆઈ વિશે જાણીને રાજા ખૂબ ખુશ થયા. તેમણે એઆઈ રોબોટના માનમાં સમારંભનું આયોજન કર્યું.
મોટી સંખ્યામાં પ્રાણીઓ અને પક્ષીઓની હાજરીમાં રાજાએ ફૂલમાળા વડે વકુ વાનરનું સન્માન કર્યું, એટલું જ નહીં, રાજાએ એઆઈ રોબોટને જંગલની અદાલતમાં સલાહ આપનાર સભ્ય તરીકે પણ નિમણૂક કરી. કેવી મજા!
- AI: Court Advisor
Shedding tears as big as berries, Happy said, "No sir, I won't trouble anyone now..."
Finally, the AI robot released him. Happy Elephant ran away and hid somewhere deep in the forest.
H appy Elephant would create chaos throughout the entire forest. For the sake of fun, he would trouble and harass small animals. He felt happy seeing them troubled. For a few days, he had started tormenting Veeru Monkey. He would catch him with his trunk and lift him high. When Veeru would scream, he would laugh loudly.
Veeru's life was in his throat (he was terrified). Veeru Monkey's father, Vaku Monkey, was very worried, but how to face the elephant? He sat there hoping for someone's help.
Suddenly, a thought came to his mind. Hanging from tree branches, he went toward the city. He hoped that he would find some solution from the city.
He saw that a meeting was going on in a big hall. Out of curiosity, he went into the hall. He began listening to the speech. The speech was about Artificial Intelligence. Vaku Monkey learned a lot.
He went to an AI center. From there, he brought an AI-powered robot with him to the forest. He told the AI robot about his problem. Taking it with him, Vaku Monkey sat on a high branch of a tree.
Happy Elephant used to live under that very tree. Veeru Monkey was passing by from a distance. Vaku Monkey became alert. He also alerted the AI robot. As soon as he saw Veeru Monkey, Happy Elephant ran to catch him.
The AI robot was waiting for exactly that. In a flash, it grabbed Happy's trunk.
Happy began trying to escape from the AI robot's hands, but what if the AI robot wouldn't let go? The robot was saying, "Tell me, will you trouble anyone now?"
Shedding tears as big as berries, Happy said, "No sir, I won't trouble anyone now..."
Finally, the AI robot released him. Happy Elephant ran away and hid somewhere deep in the forest.
The King of the forest, the Lion, came to know about this whole matter. He praised Vaku Monkey. AI means an extremely smart machine that can perform various tasks, help you in your work, and even talk with you. The King was very happy to learn about AI. He organized a ceremony in honor of the AI robot.
In the presence of a large number of animals and birds, the King honored Vaku Monkey with a flower garland; not only that, the King also appointed the AI robot as an advisory member in the forest court.
What fun!








