Magazines

રસોઇને સ્વાદિષ્ટ બનાવતી તેમજ તેને ખરાબ થતી બચાવવાની સરળ રીત

By GS TEAM
22 Sep 20252 mins read
રસોઇને સ્વાદિષ્ટ બનાવતી તેમજ તેને ખરાબ થતી બચાવવાની સરળ રીત

- લોટ 

વધુ પ્રમાણમાં લોટ આવી ગયો હોય તો જુનો થતાં તેમાં જીવાત પડવા લાગે છે તેમજ એક પ્રકારની બટાઇ ગયેલી દુર્ગંધ આવે છે. લોટ બગડે નહીં તે માટે લોટમાં થોડા તમાલપત્ર રાખીદેવાથી લોટ લાંબા સમયથી બગડતો નથી.

- વધેલું સલાડ 

ઘણી વખત સલાડ ઉપયોગમા ંલીધા પછી બચી જતું હોય છે. તેને ફેંકવાની બદલે મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લોટ સાથે ભેળવી પરાઠા બનાવવા જે સ્વાદિષ્ટની સાથેસાથે પૌષ્ટિક પણ બનશે. અથવા તો પાવભાજી કે પછી મિક્સ વેજીવેટબલ ભાજીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. 

- ટેસ્ટી ઉપમા

ટેસ્ટી ઉપમાં બનાવતી વખતે તેમાં પાતળી છાશ નાખવી. આમકરવાથી ઉપમાનો સ્વાદ વધવાની સાથેસાથે છુટો ખીલેલો  અને મુલાયમ થશે. 

- ચણાના લાડુ

ચણાના લાડુ ઘણી વખત ખાધા પછી ભેટ ભારી થઇ જતું હોય છે. તેથી લાડુ બનાવતા પહેલા એક ચમચી ઘીમાં હળદર શેક્યા પછી જ બેસનને શેકવો. જેથી લાડુ ખાધા પછી પેટમાં ગેસની તકલીફ થશે નહીં. 

- પરાઠા

પરાઠા બનાવતી વખતે એક બાફેલુ બટાકુ લોટમાં ભેળવીદેવાથી પરાઠા સ્વાદિષ્ટ થશે તેમજ લોટ સારો બંધાશે

- પકોડી

પકોડી બનાવતી વખતે તેના ઘોળમાં ેક ચપટી આરારોટ અને થોડું ગરમ તેલ ભેળવી દેવાથી પકોડી ક્રિસ્પી અને ટેસ્ટી બને છ.ે

- પકોડા 

પકોડા પીરસતી વખતે તેના પર ચાટ મસાલો ભભરાવવાથી પકોડા વધુ સ્વાદિષ્ટ લાગે છ.ે બટાકાના ભજિયા પર પણ ચાટ મસાલો ભભરાવી શકાય છે.

- નૂડલ્સ

નૂડલ્સને બાફતા પહેલા પાણીમાં થોડું મીઠુ ંભેળવવું અને બફાઇ જાય પછી  નુડલ્સમાંથી પાણી નિતારી ઠંડા પાણીથી ધોવા જેથી એકબીજાને ચીટકશે નહીં. 

- ફરસાણ

બટાટાવડા, ભજિયા, પેટીસ, ઘુઘરા વગેરે તળતી વખતે એકબીજા સાથે ઘણી વખત ચોંટી જતા હોય છે. તેથી તળતી વખતે જ ઝારાથી ધીરેધીરે લોયામાં જ છુટા પાડી દેવા. 

- પરાઠા

પરાઠા ઘીની બદલે બટરમાં શેકવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છ.ે 

- બ્રેડ

વધેલા બ્રેડનો ઉપયોગ તેને પાણીમાં પલાળી કટલેસ, પેટીસ અથવા કબાબમાં મિશ્રણ સાથે ભેળવી દેવાથી વાનગી ક્રિસ્પી બનશે તેમજ તળતી  વખતે છુટી જશે નહીં. 

- ગ્રેવી

કોઇ પણ ગ્રેવીમાં ઘી અથવા તેલ વધારે લાગતું હોય તો થોડી વાર માટે ગ્રેવીને ફ્રિઝરમાં રાખી દેવી જેથી તેલ-ઘી ઉપર જામી જશે અને સરળતાથી વધારાનું તેલ-ઘી કાઢી લેવાશે. 

- દાળ

પ્રેશર કુકરમા દાળ સીધી જ બાફવી હોય તો સામાન્ય રીતે ઊભરાતી હોય છે. આમ ન થાય તેથી દાળ બાફતા પહેલા તેની સાથે કુકરમાં સ્ટીલની વાડકી રાખવી અથવા તો થોડું તેલ ઉમેરવું.   

- મીનાક્ષી તિવારી