Gujarat
વડોદરા જિલ્લા પંચાયતની કોંગ્રેસની જૂથબંધીમાં કરજણ અને પાદરાના ધારાસભ્યો પણ સપડાયા
By GS Team
31 Jan 20191 min read
This article was originally published on 31 Jan 2019

વડોદરા,તા.31 જાન્યુઆરી,ગુરૃવાર
વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જૂથબંધી રાજકિય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે વડોદરા જિલ્લામાંથી ચૂંટાયેલા કોંગ્રેસના બે ધારાસભ્યો પણ તેમાંથી બાકાત રહ્યા નથી.
પંચાયતના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પ્રમુખના પતિ દિલીપ ભટ્ટના અત્યંત નિકટના મિત્ર છે અને લગભગ બંને મિત્રો સાથે જ હોય છે.તેમની જિલ્લા પંચાયતમાં કલાકો સુધીની બેઠકને કારણે કોંગ્રેસના કેટલાક સભ્યોમાં નારાજગી વ્યક્ત થતી.જ્યારે,પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારની પ્રતિસ્પર્ધી જૂથમાં ગણતરી થઇ રહી છે.
જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી ચાલતી જૂથબંધી ડામવા માટે પ્રદેશના હોદ્દેદારોએ પાંચ આગેવાનોની સંકલન સમિતિ બનાવી હતી.પરંતુ,આ સમિતિ નિષ્ક્રિય રહેતાં જૂથબંધી વધુ વકરી છે અને પ્રદેશ નેતાઓને દરમિયાનગીરી કરવાનો વખત આવ્યો છે.




