ગોમતીપુરમાં સગીરાનો પીછો કરી છેડતી કરતા વિધર્મી યુવકાને પોલીસ પકડયા
મહિનાથી સ્કૂલ,ટયુશન જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતા હતા
મોપેડ ઉપર બેસવાનું કહી જાહેરમાં હાથ પકડી છેડછાડ કરી
અમદાવાદ,શનિવાર
પૂર્વ વિસ્તારમાં છેડતી અને દુષ્કર્મના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે, ગોમતીપુરમાં રહેતી વિદ્યાર્થિનીનો એક મહિનાથી પીછો કરીને વિધર્મી યુવકો હેરાન પરેશાન કરતા હતા. યુવકોએ સતત બે દિવસ સુધી પીછો કરીને મોપેડ ઉપર બેસવાનું કહીને હાથ પકડીને છેડતી કરી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોસાયટીના નાકે નોકકી કરતા શખ્સોએ સતત બે દિવસ મોપેડ ઉપર બેસવાનું કહી જાહેરમાં હાથ પકડી છેડછાડ કરી
આ કેસની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સગીરાના પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સોનું અને સમીર નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે કે તેમની સોસાયટી નજીક નોકરી કરતા આ બે શખ્સો તેમની દિકરી સ્કૂલે તથા ટયુશન જતી હતી તે વખતે તેણીનો ેએક મહિનાથી પીછો કરતા હતા.
એટલું જ નહી ગત તા. ૧૭ અને ૧૮ના રોજ સતત બે દિવસ મોપેડ બેસીને પીછો કરીને સ્કૂલ તથા ટયુશન ક્લાસીસ બહાર રાહ જોઇને બેસતા હતા અને સગીરા આવતી જતી હોય ત્યારે વાતચીત કરવા પ્રયાસ કરતા હતા અને મોપેડ ઉપર બેસવાનું કહીને હાથ પકડીને છેડતી કરતા હતા. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે બન્ને વિધર્મી યુવકોની ધરપકડ કરી વધુ તપસ હાથ ધરી છે.