Get The App

મહિલાના ઘરમાં ઘુસીને પતિના મિત્રએ બાથ ભીડીને છેડતી કરી

મહિલાએ બુમાબુમ કરતા તેની માતા જાગી જતા આરોપી ભાગી ગયો ઃ વાડજ પોલીસે ગુનો નોંધ્યો

Updated: Sep 13th, 2021

GS TEAM

Google News
Google News


મહિલાના ઘરમાં ઘુસીને પતિના મિત્રએ બાથ ભીડીને છેડતી કરી 1 - imageઅમદાવાદ, સોમવાર

નવા વાડજમાં રહેતી મહિલાના ઘરમાં મોડી રાત્રે તેના પતિના મિત્રએ ઘુસીને તેને બાથ ભીડીને તેની છેડતી કરી હતી. મહિલાએ બુમાબુમ કરતા તેની માતા જાગી ગઈ હતી. જેને પગલે આરોપી ભાગી ગયો હતો. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

નવા વાડજ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની મહિલા તેના પરિવાર સાથે રહે છે. ૧૨ સપ્ટેમ્બરના રોજ તેના પતિ કામથી બહાર ગયા હતા. જ્યારે મહિલા તેની માતા સાથે જમીને ઉંગી ગઈ હતી. દરમિયાન  રાત્રે બે વાગ્યે મહિલાના પતિના મિત્ર અને જુના વાડજમાં તુલશીનગર ખાતે રહેતો વિજય ઉર્ફે ટીટી એમ.શેખાવા મહિલાના ઘરે આવ્યો હતો. તેણે મહિલાને તેના પતિ વિશે પુછતા તે હજી ઘરે આવ્યા નથી એમ કહેતા વિજય જતો રહ્યો હતો.

દરમિયાન રાત્રે ફરીથી વિજય મહિલાના ઘરે આવ્યો હતો. તેણે મહિલાને બાથ ભીડીને છેડતી કરતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેને કારણે મહિલાની માતા જાગી ગઈ હતી. તે સિવાય મહિલાનો બહાર ગયેલો પતિ પણ આવી ગયો હતો. તેમણે વિજયનો પીછો કરીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો. આ અંગે મહિલાએ વિજય શેખાવા વિરૃધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :