વડોદરા,તા.10.જુન.બુધવાર,2020
વડોદરા શહેરમાં લોકડાઉન વચ્ચે પણ વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહેલી સ્કૂલો સામેનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે.
એક તરફ વાલીઓ ડીઈઓ કચેરી ખાતે આ મુદ્દે ફરિયાદો લઈને આવી રહ્યા છે તો બીજી તરફ વડોદરા શહેરના નાગરિક ઉપભોકતા અધિકાર નામના એક સંગઠનના સભ્યોએ ડીઈઓ કચેરી ખાતે શર્ટ કાઢીને ફી માટે થઈ રહેલી ઉઘરાણીના વિરોધમાં દેખાવો કર્યા હતા.
આ સભ્યોનુ કહેવુ હતુ કે, ઓનલાઈન શિક્ષણ આપવાના નામે સ્કૂલોએ ફી ભરવા માટે તેમજ યુનિફોર્મ અને નોટબૂકો સ્કૂલમાંથી જ લેવા માટે વાલીઓ પર દબાણ શરુ કરી દીધુ છે.શાળા સંચાલકો ફી નહી ભરનારા વાલીઓના સંતાનોને એલસી આપી દેવાની ધમકી પણ આપી રહ્યા છે.જેની સામે ડીઈઓ કચેરી અને સરકાર લાચાર હોય તેમ લાગી રહ્યુ છે.


