Get The App

મ્યુનિ. કોર્પો.ની કચરો ભરવાની ગાડી નીચે કચડાતા આધેડનું મોત

હિટ એન્ડ રનનો વધુ એક બનાવ ઃ બોડકદેવમાં

ઓઢવમાં પણ બાળકીને કચડી મોતને ઘાટ ઉતારી કચરાની ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
મ્યુનિ. કોર્પો.ની કચરો ભરવાની ગાડી નીચે કચડાતા આધેડનું મોત 1 - image

અમદાવાદ,શુક્રવાર

વસ્ત્રાપુર બોડકદેવ વિસ્તારમાં આજે સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં દૂધ લઇને આવી રહેલા આધેડને કચડીને મોતને ઘાટ ઉતારીને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો ભરવાની ગાડીનો ડ્રાઇવર વાહન લઇને ફરાર થઇ ગયો હતો. બે દિવસ પહેલા પણ ઓઢવમાં માસૂમ બાળકીને કચડીને મોત નીપજાવીને કચરાની ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.

 આ કેસની વિગત એવી છે  થલતેજ સિન્ધુભવન રોડ ઉપર અરમાન બંગલોઝમાં રહેતા અને નડિયાદ સ્કૂલમાં હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતા પકંજકુમાર જોયતારામ પટેલ (ઉ.વ.૪૯) આજે સવારે સાત વાગે ચાલતા ચાલતા બોડકદેવ વિસ્તારમાં દૂધ લેવા ગયા હતા  અને ઘરે પરત આવી રહ્યા હતા જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો ભરવાની ગાડીનો ડ્રાઇવર  ગાડી રિવર્સ લેતો હતો, આ સમયે ગાડીની ટકકર વાગતાં તોે  રોડ ઉપર પડી ગયા હતા અને તેમના શરીર ઉપર ગાડીનું વ્હીલ ભરી વળ્યુ હોેવાથી બેભાન  ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ, અકસ્માત બાદ ગાડી લઇને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક એ ડિવિઝન પોલીસે કચરાની ગાડીના ડ્રાઇવર સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે   બે  દિવસ પહેલા ઓઢવમાં  ખોડિયાર નગર પાસે ગીતા પાર્ક સોસાયટીમાં  ચાર વર્ષની  બાળકી સોસાયટીમાં રમતી હતી, આ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનનો  ટેમ્પો ચાલક કચરો ભરવા માટે આવ્યો હતો  અને સોસાયટીમાં પૂર ઝડપે વાહન હંકારીને લાવતાં બાળકીને ટકકર મારી હતી. બાળકીને મંાથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.  આ બનાવન ી જાણ થતાં સ્થાનિક લોકા ભેગા થઇ ગયા હતા અકસ્માત કરીને આરોપી ટેમ્પો મૂકીને નાસી ગયો હતો.

Tags :