Gujarat
SMCની રેડમાં કેસ થતા ડભોઇ પાલિકાના ભાજપના કોર્પોરેટર સસ્પેન્ડ
By GS Team
6 Mar 20241 min read
This article was originally published on 6 Mar 2024

વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર
વડોદરા જિલ્લાની ડભોઇ પાલિકામાં વોર્ડ નંબર 2 માંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરને દારૂના કેસમાં સંડોવાયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે દિવસ પહેલા ડભોઇમાં દરોડો પાડી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ ઠાકોરનું નામ ખુલ્યું હતું.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયાએ કહ્યું છે કે, ભાજપના કોર્પોરેટર દારૂનો ધંધો કરતા હોવાની વિગતો બાદ તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આ વોર્ડમાં પેટા ચૂંટણી આવશે.




