૩૦ ખેતર વચ્ચેથી રોડ કાઢવા ૨ જેસીબી ૧૨ દિવસ સુધી ધણધણ્યા
રોડ તૈયાર થવાના પગલે મહેસાણા એક્સપ્રેસ વે પકડવા માટે સાત
કિલોમીટર લાંબુ ચક્કર કાપવાથી વાહન ચાલકોને છુટકારો મળશે
ગાંધીનગર: ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળના ટીપી સ્કીમ નંબર ૧૦ અને ૧૧-બીના વિસ્તાર અડાલજમાં ઉવારસદથી ઝુંડાલ રોડ પરથી સરખેજ ગાંધીનગર હાઇવેને સીધુ જોડાણ આપતો ૩૦ મીટર પહોળો અને ૨.૫ કિલોમીટર લંબાઇનો રોડ ખોલી દેવામાં આવ્યો છે. તેના કારણે મહેસાણા એક્સપ્રેસ વે પકડવા માટે વાહન ચાલકોએ કાપવા પડતા ૭ કિલોમીટરથી વધુ મોટા ચક્કરનો અંત આવી જવાનો છે. ગુડાના અધિકારી સુત્રોએ કહ્યું કે ૩૦ જેટલા ખેતર વચ્ચેથી પસાર થતો આ માર્ગ ખોલવા માટે ૨ જેસીબીને સતત ૧૨ દિવસ માટે કામે લગાડવામાં આવ્યા હતાં. ઉપરાંત માનવતા દાખવીને કેટલાક ખેડૂતોને ખેતરમાંથી ઉભો પાક લણી લેવાની સાનુકૂળતા કરી આપવામાં આવી હતી. મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ થવાના કારણે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળનો વિસ્તાર ઘટી ગયો છે. પરંતુ તંત્ર દ્વારા તેની હસ્તકના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે લગાવવામાં આવેલી દોટના કારણે નજીકના સમયમાં તેના સારા પરિણામ જોવા મળવાના છે. ખાસ કરીને રસ્તાની બાબતને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. રાજાની કુંવરીની જેમ દિવસ રાતના ધોરણે વિકસી રહેલા ગાંધીનગર આસપાસના શહેરી વિસ્તારમાં રસ્તા ખોલવાની ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવતા એસજી હાઇ વે અને મહેસાણા એક્સપ્રેસ વેને જોડતી નવી લીંક ખુલી ગઇ છે. નવા ૨.૫ કિલોમીટરના રોડને ખોલવાની સાથે હવે તેના પર ક્યાંય દબાણ થઇ જાય નહીં તેના માટે બનને બાજુ પર ફેન્સિંગ કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ માર્ગ ડામર કાર્પેટ સાથે તૈયાર થઇ જવાના કારણે જાહેર વાહન વ્યવહાર વધુ સરળ બની જશે.
ટીપી ૨૬ના ડ્રાફ્ટને સરકારની મંજુરી મળીથ ૩૦ અને ૧૮ મીટરના રોડ ખુલશે
ટીપી સ્કીમ નંબર ૨૬
એટલે કે વાસણા હડમતિયા, ઉવારસદ
અને વાવોલના ડ્રાફ્ટ પ્લાનને સરકારે ગત સપ્ટેમ્બર મહિનાના બીજી સપ્તાહમાં
સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. ખુબ ટુંકા ગાળામાં મોટા એટલે કે ૩૦ મીટર અને ૧૮ મીટર
પહોળાઇ ધરાવતા માર્ગો ખુલ્લા કરવાની કવાયત શરૃ કરાઇ છે. રસ્તા ખોલવાની શરૃઆત ખ
રોડને લાગુ પડતા માર્ગોથી કરાશે. નજીકના દિવસોમાં રસ્તા ખોલવાની પ્રક્રિયાનો
પ્રારંભ કરી દેવાનાર હોવાનું ઇજનેરી ટાઉન પ્લાનિંગ સંબંધિ અધિકારી સુત્રોએ
જણાવ્યું છે.
ત્રણ ટીપી સ્કીમમાં મળીને ૩૧૯ હેક્ટર વિસ્તારના વિકાસની નવી દિશા મળશે
ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા જ્યાં રસ્તા ખોલવાની
પ્રક્રિયા શરૃ કરાઇ છે. તેમાં ટીપી સ્કીમ નંબર ૧૦નો વિસ્તાર ૧૮૫.૭૦ હેક્ટર, ટીપી સ્કીમ નંબર
૧૧-બીનો વિસ્તાર ૩૩.૨૫ હેક્ટર અને ટીપી સ્કીમ નંબર ૨૬નો વિસ્તાર ૧૦૦ હેક્ટરની
આસપાસનો થવા જાય છે. પરિણામે આ ત્રણ ટીપી સ્કીમના કુલ મળીને ૩૧૯ હેક્ટ જેટલા
વિસ્તાર માટે વિકાસની નવી દિશા ખુલવાની છે. રસ્તા બનાવવાની સાથે અહીં પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને
સ્ટ્રીટ લાઇટ સબંધિ સુવિધાઓ અપાશે.
અડાલજ, વાસણા હડમતિયા, ઉવારસદ અને વાવોલમાં વીઘાના ભાવમાં ઉછાળો
રસ્તા ખોલવાની પ્રક્રિયા
થવાના પગલે જમીનના ભાવ ઉછળ્યા છે. ટીપી સ્કીમ ૨૬ના વિસ્તારમાં વીઘાનો ભાવ ૮થી ૯
કરોડ બોલાયો છે. અહીં હાલમાં ૧ ચોરસ મીટર જમીનનો ભાવ ૬૦ હજારની આસપાસ થયો છે. ટીપી
સ્કીમ નંબર ૧૦ અને ૧-બીમાં વીઘાનો ભાવ ૩ કરોડને આંબવાની શક્યતા રીયલ એસ્ટેટ સુત્રો
દર્શાવે છે. રસ્તા ખુલ્લા કરવામાં આવે તેના માટે માત્ર બિલ્ડર્સ અને ડેવલપર્સ જ
નહીં પરંતુ મોકાની જમીન ધરાવતા ખેડૂતો પણ રાહ જુએ છે.


